ગોળ ની ચીકી બનાવવાની રીત | ગુબીત – ગુડ ગટ્ટા બનાવવાની રીત | gubit banavani rit

ગોળ ની ચીકી બનાવવાની રીત - ગુબીત બનાવવાની રીત - ગુડ ગટ્ટા બનાવવાની રીત - gubit banavani rit
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ગુડ ગટ્ટા બનાવવાની રીત શીખીશું. આપણે નાના પાનમાં બધાએ સ્કૂલ ભર મળતી ગુડ ગટ્ટા ખાધાજ હસે જેને આપણે  ગોળ ની ચીકી, ગુબીત કે ગોળ પાપડી કહેતા આજ આપણે એજ બજાર ગોળ ની ચીકી – ગુબીત – ગુડ ગટ્ટા બનાવવાની રીત, ગૂબિત બનાવવાની રીત,ગોળ ની ચીકી બનાવવાની રીત,  gubit banavani rit શીખીએ જેના માટે નીચે મુજબ ની સામગ્રી જોઈશે

ગુબીત બનાવવા જરૂરી સામગ્રી | gubit banava jaruri samgri

  • છીણેલો ગોળ 400 ગ્રામ
  • ખાંડ 4 ચમચી
  • શેકલા સિંગદાણા 5-6 ચમચી
  • કાચી વરિયાળી 2-3 ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી
  • ઘી 2 -3 ચમચી
  • બેકિંગ સોડા 1 ચમચી
  • પાણી 2-3 ચમચી

ગોળ ની ચીકી બનાવવાની રીત | ગુબીત બનાવવાની રીત

ગુડ ગટ્ટા બનાવવા સૌપ્રથમ ગોળ ને જીણો સુધારી લ્યો અથવા તો ફૂટી લેવો , થાળી કે કેક ટીનના ડબ્બાને ઘી થી બરોબર ગ્રીસ કરી લ્યો જેથી ગુબિત શેલાઇથી નીકળી જાય , હવે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકો

હવે એમાં પહેલા ખાંડ નાખો ને ૨-૩ ચમચી પાણી નાખી હલાવો ને ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે તેમાં સુધારેલો ગોળ નાંખી મિક્સ કરો ને હલાવતા રહો ને ગોળ ને ઓગળી લ્યો (ગોળ ને હલાવવા નું બંધ ના કરવું નહિતર ગોળ કડાઈ ના તરિયમાં ચોંટી ને બરી જસે જેનો સ્વાદ સારો નહિ લાગે)

Advertisement

હવે એક બે ચમચી ઘી નાખી ને મિક્સ કરો ને ગોળ ને હલાવતા ૪-૫ મિનિટ થાય એટલે ગેસ ધીમો કરી પાણી ભરેલો એક વાટકો લ્યો એમાં બે ત્રણ ટીપાં પીગળેલા ગોળ ના નાખી ને બે સેકન્ડ પછી તોડી જોવો જો શેલાઈ થી તૂટી જાય તો પાક તૈયાર થઈ ગયો

નહિતર બીજી ત્રણ ચાર મિનિટ હલવતા રહી ચડાવો ફરી પહેલા જેમ પાણી બે ત્રણ ટીપાં નાખી ચેક કરવું જો ગોળ તૂટે તો ગેસ બંધ કરો , એમાં એલચી પાવડર ને બેકિંગ સોડા નાખી હલકે હાથે બરોબર મિક્સ કરો બધા સોડા બરોબર મિક્સ થઈ કરી લ્યો

 તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ પ્લેટ માં રેડી દેવું ને (મિશ્રણ ને તપ તપાવું નહિ) , ઉપર થી કાચી વરીયાળી ને સીંગદાણા છાંટી ઠંડુ થવા ૨-૩ કલાક એક બાજુ મૂકવું પ્લેટ બિલકુલ ઠંડી થઇ જવા દયો

 ઠંડી થાય પછી ચાકુ થી ચારે વધારાનો ગોળ ને કાઢી નાખી ચારે બાજુ સેજ ચાલુ ફેરવી લેવો હવે પ્લેટ ને ઊંધિંકરી  તપ તપાવો જેથી ગુડ ગટ્ટા શેલાઈથી નીકળી જાય ને ગુડ ગટ્ટા ને કાઢી લ્યો તો તૈયાર છે ગુબિટ/ ગુડ ગટ્ટા.

તૈયાર ગૂબીત ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો જેથી એસરે નહિ.

ગુડ ગટ્ટા બનાવવાની રીત | gubit banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khana Manpasand ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તલ ની ચીકી બનાવવાની રેસીપી | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit | anjir halvo recipe in gujarati

સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu recipe in gujarati | Surti undhiyu banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement