કબજિયાત , ગેસ, ઝાડા, ઉલ્ટી, કોલેરા, બાળકોને કૃમિ ની દવા અને ઘરેલું ઉપચાર

ગેસ માટે ઘરેલુ ઉપચાર - કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય - બાળકોને કૃમિ ની દવા - પેટ ની સમસ્યા ના ઉપાય - pet ni samasya na gharelu upchar
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે પેટ ને લગતી સમસ્યા ગેસ માટે ઘરેલુ ઉપચાર, કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય, ઝાડા ઉલટી નો ઉપચાર ,બાળકોને કૃમિ ની દવા, pet ni samasya na gharelu upchar, વિશે માહિતી આપીશું

પેટના દર્દો એક એવી સમસ્યાઓ છે, જેનાથી લગભગ દરેક વ્યક્તિઓ કોઈકને કોઈક રીતે પરેશાન રહેતી જ હોય છે.પછી ભલે એ નાના બાળકો હોય કે વૃદ્ધ હોય, દરેક ને અલગ અલગ પ્રકાર ની પેટ ની સમસ્યાઓ, પેટ ના દર્દો ની શિકાયત રહેતી હોય છે. આ બધા દર્દો ના નિવારણ માટે આજ ના આર્ટીકલ માં પેટના અલગ અલગ દર્દો અને તેના ઘરગથ્થું ઉપચારો વિષે માહિતી છે. જેમાં કબજીયાત, પેટનો ગેસ, ઝાડા ઉલટી, નાના બાળકો ને થતા પેટના કૃમીઓ, કોલેરા વગેરે ના નિવારણ માટેના સરળ, સસ્તા અને દેશી ઇલાઝ આપવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરીને તમે પેટની સમસ્યા માંથી ત્વરિત છુટકારો મેળવી શકશો.

કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય

કબજિયાત એક એવી સમસ્યા છે જેમાં વ્યક્તિનું પેટ સરખી રીતે સાફ થતું નથી અને મળ ત્યાગ માં બહુ જ તકલીફ થાય છે. પેટ સાફ ના હોવાના કારણે આંખો દિવસ વ્યક્તિ આળસી બની જાય છે. આયુર્વેદ અનુસાર શરીર નું સંતુલન વાત્ત, પિત્ત, અને કફ પર નિર્ભર છે. આમાંથી કોઈપણ એક વસ્તુ જો અસંતુલિત થઇ તો વ્યક્તિ બીમારીઓથી ઘેરાઈ જાય છે.

Advertisement

ખાવા પીવામાં ધ્યાન ના રાખવી, સમયસર ખાવું નહિ તેનાથી આપણું જઠર કામ કરવાનું ધીમું કરી દે છે અને આને કારણે શરીર માં કબજિયાત ની સમસ્યા ઉદભવે છે. કબજિયાત ની સમસ્યા થી છુટકારો મેળવવા માટે નીચે કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય આપ્યા છે. તો ચાલો જાણીએ આ ઘરેલું ઉપાયો વિશેની માહિતી.

બે ચમચી ઇસબગુલ ને એક કપ પાણી અથવા દૂધ માં ૧૫ થી ૨૦ મિનીટ પલાળી રાખો. તેનું સેવન કરવાથી કબજિયાત દૂર કરી શકાય છે.

હેમજ અથવા હરડે ને લઇ ને તેનું ચૂર્ણ બનાવીને દરરોજ અડધી ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે ખાવાથી કબજિયાત દૂર થાય છે અને પેટ સાફ આવે છે.

જો ખુબ જ કબજિયાત થઇ ગઈ હોય અને પેટ સાફ આવતું ના હોય તો હેમ્જ અને હરડે ના ચૂર્ણ માં સરખા ભાગ નું સંચળ નાખીને બે ચમચી એ ચૂર્ણ ને ગરમ પાણી સાથે લેવાથી પેટ એકદમ સાફ થઇ જશે.

અજમો અને સોનામુખી સરખા ભાગે લઈને પીસીને બોટલ માં ભરી લો, દારોજ રાત્રે સુતી વખતે એક ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી સવારે પેટ સાફ થઇ જાય છે અને કબજિયાત થતી નથી.

દરરોજ હેલ્ધી ફૂડનું સેવન કરવું હોય અને કબજિયાત માંથી છુટકારો મેળવવો હોય તો મગ નો ભોજન માં ઉપયોગ કરી લો. એક કપ મગ ને રાત્રે પાણી માં પલાળીને સવારે એ જ પાણી વડે મગ ને બાફવા અને તેમાં મીઠું, મરી, સહેજ જીરું નો ભુક્કો નાખીને ખાવા દરરોજ મગ ખાવાથી પેટ હલકું રહે છે અને કબજિયાત બિલકુલ થતી નથી. કબજિયાત ઉપરાંત યુરીન છૂટ થી લાવવામાં અને સાંધાના દુખાવામાં અને કફ ને દૂર કરવામાં પણ આ પ્રયોગ કરવા જેવો છે.

અંજીર અથવા જરદાલુ લઈને રોજ રાત્રે તેને પલાળી સવારે ઉકળવા મુકવા પાણી અડધું રહે એટલે ઉતારી તેને મસળીને ગાળી ને તરત જ પી જવું. આ પ્રયોગ દરરોજ સવારે નરણે કોઠે કરવો, ત્યાર પછી જ ચા અથવા કોફી પીવા અને બીજું કઈ પણ અડધા કલાક પછી જ લેવું. કબજિયાત માં અચૂક ફાયદો થશે.

કલ્મ્ભો, કડું અને કરિયાતું સરખે ભાગે લઈને વાટી લેવું. રોજ રાત્રે બે ચમચી ચૂર્ણ પાણી સાથે લેવું જૂની કબજિયાત માં આ રામબાણ ઈલાજ છે.

પેટ ની સમસ્યા કબજિયાત ની ફરિયાદ ના દર્દીઓએ રાત્રે જમ્યા પછી પપૈયા નું સેવન અચૂક કરવું અને તેના ઉપર ગરમ દૂધ અથવા ગરમ પાણી પીવું. કબજિયાત માંથી છુટકારો મળી જશે.

વાળોના મૂળ, ધમાસો, સુખદ, જેઠીમધ, કાળીદ્રાક્ષ, નાગરમોથ, આ બધું સરખા ભાગે લઈને તેનું ચૂર્ણ બનાવી લો. હવે આં ચૂર્ણ માંથીબે ચમચી ચૂર્ણ બે કપ પાણી માં ઉકાળી અડધો કપ રહે ત્યારે રાત્રે પી જવું. આ એક ઉત્તમ સહજ જુલાબ નું કામ કરે છે.

કબજિયાત ધરાવનાર વ્યક્તિઓએ ખોરાક માં જવ નો વધારે ઉપયોગ કરવો જોઈએ.

જૂની કબજિયાત દૂર કરવા હરડેનો આ પ્રયોગ પણ અચૂક કરવા જેવો છે. ૧૦૦ ગ્રામ હીમજ અને હરડેને દુબે તેટલા લીંબુના રસ માં પલાળવા મુકો. લીંબૂ નો રસ શોષાઈ જાય છે તો બીજો ઉમેરો ત્રીજા દિવસે તેને રસ માંથી કાઢી લો. હરડે અને હેમજ પોચી પડી ગઈ હશે. હવે બન્ને ના નાના નાના ટુકડા કરી લો. હવે તેમાં સંચળ, મરી, અને જીરું નો ભુક્કો કરીને હરડે ઉપર ભભરાવીને સુકાવા મૂકી દો. એક બે દિવસ માં સુકાઈ જશે. હવે તેને બોટલમાં ભરી લો. આ એક પ્રકાર નો હરડે અને હેમજ નો મુખવાસ જ છે.દરરોજ જમ્યા પછી થોડાક કટકા ચૂસવાથી ખુબ જ ફાયદો થાય છે. પેટ સાફ રહે છે, ખોરાક નું પાચન ઝડપ થી થાય છે.

કબજિયાત માં દાડીમસાર ની ગોળી

કબજિયાત માં દાડીમસાર ની ગોળી ખુબ જ અસર કરે છે, દરરોજ સાવર બપોર સાંજ ૧-૧ ગોળી લેવાથી કબજિયાત, તાવ, અને ઉધરસ માં ફાયદો થાય છે. આવી રીતે બનાવો દાડીમસાર ની ગોળી.

દાડીમસાર ની ગોળી બનાવવાની રીત

અનારદાનાં ચૂર્ણ, હરડે ચૂર્ણ, સંચળ, બાદિયાન, તજ, સફેદમરી, વરીયાળી, વાળો, આ બધું ૧૨ ગ્રામ લઇ બારીક ચૂર્ણ બનાવી લો. તેમાં ચપટી હિંગ ઉમેરી મિક્ષ કરો. પછી તેમાં ૧૫ કાળી દ્રાક્ષ ને છુંદી ને ચૂર્ણ માં મિક્ષ કરી દો. તેમાં લીંબૂ અથવા બીજોડા ના રસ વડે(પાણી ની જગ્યા એ) ગોળીઓ બનાવી લો.

ગેસ માટે ઘરેલુ ઉપચાર

કબજિયાત પછી પેટ ની સમસ્યા માં બીજું નામ આવે છે ગેસ નું, પેટ માં ગેસ ભરાઈ જવો, આ સમસ્યા સામાન્ય થઇ ગઈ છે.

ખાણી પીણી માં ફેરફાર થઇ જાય, વધારે ખવાઈ જાય, ગેસ વારી વસ્તુ નું સેવન થઇ જાય વગેરે કારણો જવાબદાર હોય છે. ગેસ ની સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે નીચેના ઘરેલું ઉપચારો અજમાવી જુવો.

અજમો અને સિંધા નમક લઇ ને મિક્સ કરીને ગરમ પાણી સાથે ખાવી જવાથી લાભ થાય છે.

હરડે ના ચૂર્ણ ને મધ સાથે ચાટવાથી ફાયદો થાય છે.

અજમો, જીરું, નાની હરડે, અને સિંધા નમક બધું સરખા પ્રમાણ માં લઈને પીસી લો, જમ્યા પછી તરત જ ૨-૬ ગ્રામ જેટલું આ ચૂર્ણ પાણી સાથે લઇ લેવાથી ગેસ છૂટો થઇ જાય છે.

જમ્યા પછી એક કલાક પછી કાળા મરી એક ચમચી, સુકા આદું/સુંઠ એક ચમચી અને ૧ ચમચી એલચી ના દાણા ના ભુક્કા ને ૧/૨ ચમચી પાણી સાથે મિક્ષ કરીને પી જવાથી ગેસ માં તુરંત જ રાહત મળી જાય છે.

ઝાડા ઉલટી ઉપચાર

સગર્ભાવસ્થા, સમુદ્રસફર, અને વાહન માં સફર થી ચેતાતંત્રમાં ગૂંચવણ ઉભી થતા પાચનતંત્ર ની હલનચલન ઉલટી જતા ખોરાક અંદર જવાને બદલે બહાર ઉછળી આવે છે, તે છે ઉલટી.

કબજિયાત અને ગેસ ની સમસ્યા ની જેવી જ બીજી સમસ્યા છે ઝાડા અને ઉલટીની. ઝાડા અને ઉલટી પણ ખાવા પીવા માં બેદરકારી ને લીધે જ થતી હોય છે અને આપણું પાચનતંત્ર નબળું હોવાને કારણે થતી હોય છે. આવામાં નીચે બતાવવામાં આવેલા ઝાડા ઉલટી ઉપચાર કામ લાગશે.

હિંગ, કપૂર અને કેરીની ગોટલી સરખે ભાગે લઈને તેને ચૂર્ણ બનાવી લો. તેમાં ફુદીના નો રસ નાખી મરી જેવડી ગોળીઓ બનાવી લો બે-બે ગોળીઓ દર બે-બે કલાકે લેવાથી ઝાડા અને ઉલટી બંધ થઇ જાય છે.

પેટમાં દુખતું હોય અને ઝાડા ઉલટી થયા હોય તો જાયફળ નો ૧/૪ ચમચી ભુક્કો, ૧ ચમચી મધ સાથે મિક્સ કરીને ચાટવાથી રાહત થાય છે.

પીપડા ના ઝાડની સુકી ડાળી અથવા છાલ લઇ તેને સળગાવી એકદમ સાદગી જાય એટલે એક વાટકામાં પાણી લઇ તેમાં આ સળગતી ડાળી નાખી દેવી. પછી એ ડાળી ને બહાર કાઢી ને તે પાણી ગાળીને  પી જવું. ઉલ્ટીમાં તરત જ રાહત થઇ જાય છે.

પાંચ લવિંગ ને અધકચરા ખાંડીને અડધા કપ પાણીમાં ઉકાળો. તેમાં એક ચમચી ખાંડ નાખીને ઉલટી થઇ હોય ત્યારે પી જવું અને ઉપર બરફ ચૂસવો.

ભૂખ લાગે પણ જમતા વેત જ ઉલટી થઇ જતી હોય અથવા તાવ આવે ત્યારે ઉલટી થઇ જતી હોય તો ૨ ચમચી અજમો તવી પર શેકીને ગરમગરમ જ પીસી લી. તેમાં ચપટી જેટલું સિંધા નમક નાખીને મિક્સ આ મિશ્રણ અડધી ચમચી જેટલું લઇ ને પાણી સાથે ખાઈ જાઓ. ઉલટી માં તરત જ રાહત થઇ જશે.

લીંબૂ ની ચીર કરીને તેના પર દળેલી ખાંડ ભભરાવીને ચૂસવાથી ઉલટી માં રાહત થાય છે, તેવી જરીતે લીંબૂ ની ચીર પર મીઠું ભભરાવીને ચૂસવાથી પણ ફાયદો થાય છે અને તમે તે લીંબૂને સહેજ ગરમ પણ કરી શકો છો.

ઝાડા અને કોલેરા નો ઉપાય

ખરાબ પાણી, કારબ જગ્યાએ થી ખાઈ લીધેલો ખોરાક, વાસી ખોરાક અથવા લોખંડ સિવાય ની અન્ય ધાતુના કાટ વાળો દુષિત ખોરાક પેટમાં જતા ઝાડા ઉલ્તુઈ થવાનો સંભવ રહે છે. દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ને અનુરૂપ તેની અસર અલગ અલગ થાય છે અને આને કારણે જ કોલેરા થતો હોય છે.

કોલેરા માં અતિશય ઝાડા ઉલટીને કારણે શરીર માં પાણી ઓછું થઇ જાય છે. તેને મટાડવાના ઘરેલું ઉપચારો નીચે આપ્યા છે, જરૂર થી અજમાવી જુવો.

ધાણા, વરીયાળી, જીરું, સુંઠ, સાકર આ બધું સરખે ભાગે લઈને તેને બારીક પીસીને ચૂર્ણ બનાવી લેવું. તેમાંથી એક કપ અથવા એક ચમચી ચૂર્ણ ને ૧ લીટર અથવા એક ગ્લાસ પાણી માં નાખીને ઉકાડવું, ઠંડુ પડે એટલે તેમાં સહેજ મીઠું નાખી આંખો દિવસ આ પાણી કોલેરા ના દર્દીને પીવડાવવું. તેનાથી કોલેરા માં રાહત થાય છે. તથા વારંવાર લગતી તરસ પણ છિપાઈ જાય છે.

બ્રાહ્મી અને હિંગ એક એક ભાગ અને કપૂર બે ગ્રામ લઇ બરાબર મિક્સ કરી લો. તેમાંથી બને તેટલી નાની નાની ગોળીઓ બનાવી લો. તેમાંથી એક એક ગોળી અડધા અડધા કલાકે પાણી સાથે ખાવાથી ઝાડા અને ઉલટી બંધ થઇ જાય છે.

પેટ ની સમસ્યા બાળકોને કૃમિ ની દવા

નાના બાળકો ને પેટ માં કૃમીઓ ની સમસ્યા બહુ જ સતાવતી હોય છે. ગમે તેટલું ખાવા છતાય પણ તેમનું શરીર વધતું નથી અને તેમણે અશક્તિ જ લાગ્યા કરતી હોય છે. આવામાં નીચે આપેલા બાળકોને કૃમિ ની દવા અને ઘરગથ્થું ઉપચારો કરવાથી ફાયદો થાય છે.

ચણોઠી ના ૨ ગ્રામ બીજ લઈને તેને પીસીને સાકર સાથે મિક્સ કરી, રાત્રે પાણી સાથે આ ચૂર્ણ આપતા કૃમીઓનો નાશ થાય છે.

બાળકોને વારંવાર સતાવતી આ તકલીફ દૂર કરવા કપીલો, વાવડીંગ, હિંગ, ખાખરાના બીજ, કાળી જીરી, હીમજ હરડે, સંચળ સરખે ભાગે લઈને બારીક ચુર કરી લેવું, તેમાંથી એક ચમચી ચૂર્ણ ને રાત્રે પાણી સાથે પીવડાવવી દેવું.

પાઈનેપલ કૃમીઓનો નાશ કરવામાં અસરકારક સાબિત થયું છે. બાળકોને પૈનેપાલ ખવડાવવાથી ફાયદો થાય છે. તેમાં રહેલું બ્રોમ્લીન પેટમાં રહેલા કીડા નો નશા કરે છે. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી જરૂર થી ફાયદો થશે.

વાચકો ને મુંઝવતા પ્રશ્નો

પેટ સાફ કરવા માટે કયા ફળો ખવા જોઈએ?

કબજીયાત થઇ હોય અને પેટ સાફ આવતું ના હોય ત્યારે સફરજન, પપૈયું, જામફળ, સંતરા, નાશપતી, કીવી, લીંબૂ વગેરે જેવા ફળો નું સેવન કરવું જોઈએ.

બાળકો ને થતી કબજીયાત કેવી રીતે દૂર કરવી?

બાળકો ને થતી કબજીયાત માં આયુર્વેદિક ઉપચારો ઉપરાંત ખાટા ફળો નું સેવન કરાવવું જોઈએ. જેવા કે સંતરા, પપૈયું,. ખજૂર પણ ખવડાવવી જોઈએ. લીંબૂ નું પાણી પીવડાવવું, નારીયેલ નું પાનું પીવડાવવું તથા રેસા યુક્ત શાકભાજી નો સમાવેશ તેમની દિનચર્યા માં કરી લેવો.

ભૂખ્યા પેટે ગેસ કેમ થાય છે?

વધારે સમય સુધી પેટ ખાલી રહેવાને કારણે અને પેટ માં કોઈ પણ પરાર નું ખોરાક ના જવાને કારણે પેટ માં ભૂખ્યા પેટ નો ગેસ થઇ જાય છે. માટે જ સવારે નાસ્તો અચૂક કરવો જોઈએ, અને ભીજ્ન માં પ્રચુર માત્રા માં પોષક તત્વો યુક્ત આહાર જ લેવો જોઈએ.

પેટ માં ગેસ બનવાના લક્ષણ કયા છે?

સવારે મળ ત્યાગ વખતે વેગ આવે પરંતુ પેટ સાફ ના થાય ત્યારે સમજવું કે પેટ માં ગેસ થઇ ગયો છે. પેટ માં થોડું થોડું દુખ્યા જ રાખવું, માથામાં દુખાવો થવો, માથું ભારે ભારે થઇ જવું વગરે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

આંબા હળદર ના ફાયદા | Aamba Haldar na fayda in Gujarati

ત્રિફળા બનાવવાની રીત અને ફાયદા | ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Trifala churn for weight loss in Gujarati

સુરણ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ | Suran na fayda | Suran khavana fayda | Jimikand elephant foot – yaam benefits in Gujarati

ફીંડલા ના ફાયદા | હાથલા થોર નો ઉપયોગ | Findla na fayda | Findla benefits in Gujarati | Findla juice benefits in Gujarati | Prickly pear benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement