સક્કરટેટી ના ફાયદા અને ઘરેલું ઉપચાર | સક્કરટેટી ની છાલ અને બીજ નો ઉપયોગ | sakar teti na fayda

સક્કરટેટી ના ફાયદા - સક્કરટેટી ના નુકસાન - સક્કરટેટી ની છાલ અને બીજ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચાર મા - sakar teti na fayda - Muskmelon benefits in Gujarati
Advertisement

આજે અમે ઉનાળા ની સૌ ની પ્રિય સક્કરટેટી નું શા માટે સેવન કરવું જોઈએ તેના વિશે જણાવીશું, સક્કરટેટી ના ફાયદા અને ઘરેલું ઉપચાર, સક્કરટેટી ના નુકસાનો, સક્કરટેટી ની છાલ અને બીજ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચારમા, sakar teti na fayda,Muskmelon benefits in Gujarati

સક્કરટેટી ના ફાયદા

હવે ઉનાળો આવી ગયો છે, તો ગરમીથી બચવા માટે સતત દેખરેખ રાખવી પડે છે. જોકે ઠંડા પીણાઓ થોડી રાહત આપી શકે છે,  પરંતુ  તેમાં બિનઆરોગ્યપ્રદ તત્વો સાથે આવી શકે છે.

બરફ વારુ ઠંડુ પાણી સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ જો તને પરસેવા થી લતપત હોવ અથવા જલ્દી જ બહાર તડકા માં જઇ રહ્યા છો તે શ્રેષ્ઠ વિકલ્પ નથી.

Advertisement

તો કોઈ એવો વિકલ્પ કેમ  ના પસંદ કરીએ જે તમારા શરીરને થોડો સમય સુધી હાઇડ્રેટેડ રાખશે અને તમને બીજા આકર્ષક આરોગ્ય વર્ધક લાભો આપે,

અમે સક્કરટેટી(muskmelon) વિશે વાત કરી રહ્યા છીએ જે એક લોકપ્રિય ઉનાળા નું ફળ છે. તે તેની મીઠાશને કારણે ઘણાં લોકો ને પ્રિય અને આસાની થી બજાર માં ઉપલબ્ધ થતું ફળ છે

“સક્કરટેટી” પાણી થી ભરપૂર છે  “સક્કરટેટી” પાણીના ગુણ અને મીઠાશ માટે જાણીતી છે કાકડી અને તરબૂચ ની જ એક જાતી છે સક્કરટેટી.

ભારત ના અલગ અલગ રાજ્યો માં સક્કરટેટી નું ઉત્પાદન થાય છે. સક્કરટેટી અલગ અલગ રંગમાં પણ જોવા મળે છે. જેમકે લીલા રંગ ની, આછા કેસરી રંગની. તેમાં ૯૦% પાણી નો ભાગ હોય છે.

તેના બીજ માં ૪૦-૫૦ ટકા તેલ મળી રહે છે. સક્કરટેટીનો ઉપયોગ સલાડ ના સ્વરૂપ માં કરી શકાય છે. તેની વિવિધ પ્રકાર ની વાનગીઓ પણ બનાવી શકાય છે.

વિટામીન”A” વિટામીન”C” થી ભરપૂર છે સક્કરટેટી. કેલ્શિયમ, આયરન, થી પણ ભરપૂર છે સક્કરટેટી. તો ચાલો જણાવીએ તમને સક્કરટેટી ના અલગ અલગ ગર્ગથ્થું ઉપચારો અને તેના અમુક નુકસાન.

સક્કરટેટી ના ફાયદા તે આંખો ની દ્રષ્ટિ માં વધારો કરે છે.

સક્કરટેટી(Muskmelon) એ બીટા-કેરોટિન જે વિટામિન એ થી ભરપુર છે તે તમારી દ્રષ્ટિ માટે સારું છે તેમજ તે મોતિયાના ભય થી પણ બચાવે છે.

તેમાં રહેલું વિટામિન એ આંખો ની કોશિકાઓ માટે પણ લાભદાયી છે  તેમજ તમારી આંખો તંદુરસ્ત રાખે છે.

સક્કરટેટી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે અને અકાળે વૃદ્ધત્વ આવતું રોકે છે.

સક્કરટેટી(Muskmelon) એ વિટામિન સી થી ભરપુર હોએ છે જે વાઇરસ અને બેક્ટેરિયાને નાશ કરવામાં મદદ કરે છે અને શ્વેત તેમજ રક્ત કોશિકાઓને ની વૃદ્ધિ માં મદદ કરે છે

જે અકાળે વૃદ્ધત્વ આવતું રોકે છે અને પેટમાં અલ્સર અટકાવે છે.

સક્કરટેટી ના ફાયદા તે કબજિયાત ઘટાડે છે 

ઉનાળો તેની સાથે વિવિધ પાચન સમસ્યાઓ લાવે છે, કારણ કે ઉષ્ણકટિબંધીય તાપમાન માં ગરમી માં થતા ફેરફાર પેટની ગરબડ કારણ બની શકે છે.

તેમાં ચરબીયુક્ત ખોરાક નો ઉમેરો તો તે પાચન ની પ્રક્રિયા ને ધીમી કરે છે જે કબજિયાત તરફ દોરી શકે છે.

સક્કરટેટી(muskmelon) ની ફાઈબર-સામગ્રી, ખોરાક ની પાચન પ્રક્રિયા માં મદદ કરે છે અને કબજિયાત ઘટાડે છે.

સક્કરટેટી ના ફાયદા તે કિડની સાફ કરે છે અને પથરી થતી અટકાવે છે.

સક્કરટેટી(Muskmelon) માં રહેલ ઓક્સિહિન રેનલ પથરી અને કિડની વિકૃતિઓ સામે રક્ષણ આપે છે અને તેની  અંદર નું રસ  કિડની સાફ કરવા માં કરે છે,sakar teti benefits in Gujarati

સક્કરટેટી ના ફાયદા તે  હૃદયના રોગો અટકાવે છે.

સક્કરટેટી(Muskmelon) માં રહેલ એડિનોસિન લોહી ને પાતળું કરવા માં મદદ કરે છે અને લોહી ના ગંઠાવાને તોડે છે, તેથી હૃદયની ઘણી બિમારીઓ સામે રક્ષણ મળે છે,સક્કરટેટી ના ફાયદા.

દરરોજ 250-300 ગ્રામ સક્કર ટેટી(Muskmelon) નું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ દ્વારા 100-150 ગ્રામની ઓછી માત્રા માં સેવન કરી સકાય છે. અમે આગ્રહ કરીએ છીએ કે ડાયાબિટીસના દર્દીઓ એ તેમના ડોક્ટર ની સલાહ લઇ તે પ્રમાણે સક્કરટેટી(Muskmelon) નું સેવન કરે.

સક્કરટેટી ના ઘરેલું ઉપચાર 

વજન ઓછું કરવા માટે સક્કરટેટી નો ઉપયોગ કરવામાં આવે છે. કારણકે તેમાં શુગર ની માત્રા બહુ જ ઓછી હોય છે. જે વજન ઘટાડવામાં ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

તરબૂચ ના બીજ ને ઘીમાં સેકી લો. તેને ખાંડ ની ચાસણી માં નાખીને સેવન કરો. આનું સેવન કરવાથી માથાના દુખાવામાં ખુબ જ રાહત મળે છે. તેમાં માવો નાખીને તેના લાડુ પણ બનાવી શકાય છે અને તેનું સેવન પણ કરી શકાય છે.

સક્કરટેટી ના બીજ નો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી ગળા માં આવેલો સોજો ઓછો થઇ જાય છે.

સક્કરટેટ ની છાલ અને તેના બીજ ને પીસીને ચહેરા પર લેપ જેવું બનાવીને લગાવવાથી ચહેરા પરના દાગ, ધબ્બા, કરચલીઓ ઓછી થઇ જાય છે. અને ચહેરા પર ચમક લાવે છે.

૨ ગ્રામ સક્કરટેટીના બીજ અને ૨ ગ્રામ કાકડીના બીજ  ને મિલાવીને પીસી લો. તેમાં અડધો ગ્રામ કાળા મરી, અને પાંચ ગ્રામ ખાંડ મિક્ષ કરીને એકરસ બનવી લો. અને પછી તેને ગાળી લો. આ ઘોળ પીવાથી છાતીમાં થતી બળતરા ઓછી થાય છે.

સક્કરટેટી ના નુશખા

નાના બાળકોને પેટ ફૂલી જવાની સમસ્યા થઇ જતી હોય છે. ત્યારે સક્કરટેટી ના બીજ ને પીસીને તેને નવસેકું કરીને બાળકોના પેટ પર લાગી લો. તેનાથી પેટનો ગેસ નીકળી જાય છે. અને આરામ થઇ જાય છે.

ઝાડા થઇ ગયા હોય અને દુર્ગંધયુક્ત મળ આવતો હોય ત્યારે સક્કરટેટી માં કાળા મરી અને સિંધા નમક નાખીને ખાવું. આનાથી આમ નું પાચન સારી રીતે થઇ જાય છે અને દુર્ગંધ આવતી નથી.

પેશાબ ની સમસ્યામાં સક્કરટેટી નું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. સક્કરટેટીના બીજમાં ખાંડ મિલાવીને ખાવાથી પેશાબ છૂટ થી આવે છે. તેના બીજ ને પીસીને દૂધ માં નાખીને પીવાથી પેશાબ ની બળતરા બંધ થઇ જાય છે.

sakar teti na fayda ane gharelu upchar

સક્કરટેટી માં પથરીને ઝડપથી ઓગળવાનો ગુણ રહેલો છે. કારણકે તેમાં ૯૦% પાણી નો ભાગ હોય છે. સક્કરટેટી ના ૫ થી ૧૦ ગ્રામ બીજ ને પાણીમાં પીસીને તેનુસેવન કરવાથી ખુબ જ ઝડપ થી રાહત મળે છે. તેનાથી પથરી જલ્દી ઓગળીને બહાર નીકળી જાય છે.

ગરમીના કારણે શરીર પર જે ફોડલીઓ થઇ જાતી હોય છે તેને મટાડવા માટે પણ સક્કરટેટી નો ઉપયોગ કરવામાં આવે છે. જેને SYPHILIS DISEASE  કહેવાય છે. તેમાં, ૫ ગ્રામ સક્કરટેટી ના બીજ ને પાણી સાથે પીસી લ્યો. તેમાં ૧૫-૨૦ ટીપાં ચંદન ના તેલ ના નાખીને એ ફોડલીઓ પર લાગો. આમ કરવાથી ઝડપ થી રાહત મળે છે.

સક્કરટેટી માં પ્રોટીન ની માત્ર ખુબ જ હોવાથી તે હાડકા, નખ અને વાળ માટે ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

ઉનાળામાં લૂ લાગી જવાની સમસ્યા ખુબ જ થતી હોય છે ત્યારે સક્કરટેટી નું સેવન કરવું ખુબ જ ફાયદો કરે છે.

સક્કરટેટી ના નાના નાના ટુકડા કરીને તેમાં સાકર મિલાવીને તેનો શરબત પીવાથી પિત્ત પ્રકોપ ઓછો થઇ જાય છે અને પિત્ત ના લીધે થતી એસીડીટી મટી જાય છે.

Muskmelon benefits in Gujarati | sakar teti na fayda

સક્કરટેટી નું સેવન કરવું આંખો માટે ખુ બજ ફાયદેમંદ છે. વાત અને પિત્ત ના વધવાથી નસોમાં વિકાર ઉત્પન્ન થાય છે, અને તેના કારણે ઊંઘ ના આવવાની સમસ્યા ઉભી થાય છે ત્યારે પણ સક્કરટેટી ખાવી ખુબજ ફાયદેમંદ સાબિત થાય છે.

સોરાયસીસ માં પણ સક્કરટેટી ખુબ જ અસર કરે છે, કારણકે તેની તાસીર ઠંડી હોય છે. સક્કરટેટી ને પીસીને શરીર પર લગાવવાથી ઝડપ થી ફાયદો થાય છે.

જેઓને અચકાઈ અચકાઈ ને બોલવાની સમસ્યા છે તેઓએ સક્કરટેટી ની સીઝન માં ભરપૂર માત્રા માં સક્કરટેટી નું સેવન કરવું જોઈએ. તેનાથી અચ્કૈને બોલવામાં સુધારો આવે છે અને અવાજ પણ મીઠો બને છે.

સક્કરટેટી ની છાલ ને તડકામાં સુકવીને તેને બાળીને તેની ભસ્મ બનાવી લો. આ ભસ્મ ને મધ સાથે ચાટવાથી પેટદર્દ માં આરામ જલ્દી આરામ મળે છે.

સક્કરટેટી ના પલ્પને પીસીને તેમાં ચંદન અને હળદર મિલાવીને ખીલ પર લગાવવાથી ખીલ ની સમસ્યા માંથી છુટકારો મેળવી હકો છે.

દાદર કે ખાન્વાદ આવતી હોય તેવી જગ્યા એ સક્કરટેટી ના બીજ ને પીસીને તેનો લેપ લગાવવાથી ફાયદો થાય છે,Muskmelon benefits in Gujarati.

સક્કરટેટી ના નુકસાનો | સક્કરટેટી ખાવાના અમુક નુકસાનો

હમેશા સક્કરટેટી ને અડધા અથવા એક કલાક પલાળીને જ રાખીને જ તેનું સેવન કરવું જોઈએ, જેનાથી બહાર ની ગરમી નીકળી જાય.

ખાલી પેટ એ સક્કરટેટી ખાવી જોઈએ નહિ, શરીર માં પિત્ત વધી જવાની સંભાવના રહે છે. એસીડીટી થવાની સંભાવના રહે છે. તાવ પણ આવી શકે છે.

જેમણે શરદી જલ્દી જ થઇ જાય છે, જેમની શરીર ની તાસીર ઠંડી છે તેઓએ સક્કરટેટી નું સેવન નહીવત કરવું જોઈએ.

સક્કરટેટી નું સેવન કર્યા પછી દૂધ અને પાણી પીવું જોઈએ નહિ.

સક્કરટેટી ને સંબંધિત લોકો ને મુજવતા કેટલાક પ્રશ્નો ના જવાબ  

સક્કર ટેટી translate in English | sakar teti in English | sakar teti meaning in English | sakar teti in english name

સક્કરટેટી ને અંગ્રેજી મા muskmelon કહેવાય છે

શું સક્કરટેટી નું રોજ સેવન કરી શકાય?

તમે ઈચ્છો તો તમારા રોજીંદા જીવન ની ડાયટ મા તેને ઉમેરી શકો છો જેથી તમારો વજન ઓછો થઇ શકે કારણકે તેની અંદર કેલેરી નું પ્રમાણ ઓછુ હોય છે અને તે તમારા આંખો માટે પણ ફાયદા કારક છે કેમકે તેમાં વિટામીન A હોય છે

સક્કરટેટી અને તરબૂચ માંથી કોનું સેવન કરવું સારું?

તરબૂચ અને સક્કરટેટી બને ફળો એ ખુબજ સારા પોશાક્તાત્વો થી ભરપુર છે તરબૂચ ની અંદર થોડા પ્રમાણમાં સોડીયમ હોય છે જે હાયપરસેન્સીટીવ વ્યક્તિઓ માટે ફાયદાકારક છે જયારે સક્કરટેટી ની અંદર વિટામીન સી,ફાઈબર અને થોડું સોડીયમ હોય છે જે તેને ઉનાળા માટે ઉત્તમ બનાવે છે

શું સક્કરટેટી સ્કીન માટે ફાયદાકારક છે?

સક્કરટેટી ની અંદર રહેલ પોષક તત્વો તમારી સ્કીન ને કોમળ અને ગ્લો આપે છે તમેજ તેનું સેવન કરવાથી સ્કીન હાઈડ્રેટેડ રહે છે

Muskmelon benefits in Gujarati

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી સક્કરટેટી ના ફાયદા અને ઘરેલું ઉપચાર, સક્કરટેટી ના નુકસાનો, સક્કરટેટી ની છાલ અને બીજ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચારમા, sakar teti na fayda,Muskmelon benefits in Gujarati

આ માહિતી પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

વરીયાળી ના ફાયદા | વરિયાળીનું શરબત બનાવવાની રીત | વરીયાળી ના નુકસાન | Variyali na fayda

દાડમ ના ફાયદા | દાડમ નો ઉપયોગ | દાડમ ની છાલ અને પાંદના ઘરેલું ઉપચારો | Dadam na fayda

ગેસ થવાના કારણો અને તેના ઘરેલું ઉપાય | Gas Thava na karan ane tena upay

ચશ્મા ના નબર થી છુટકારો મેળવવવા ના ઘરેલું ઉપચાર | chasma na numbar dur krvana upay

અનાનસ ના ફાયદા | ઘરેલું ઉપચાર મા અનાનસ નો ઉપયોગ | અનાનસ ના નુકસાન | ananas na fayda in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement