વરીયાળી ના ફાયદા | વરિયાળીનું શરબત બનાવવાની રીત | વરીયાળી ના નુકસાન

વરીયાળી ના ફાયદા - વરીયાળી ના નુકસાન - વરિયાળીનું શરબત બનાવવાની રીત - વરિયાળીના ઘરેલું ઉપચારો - variyali na fayda - Fennel seeds benefits in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ મા વાંચો વરિયાળી ના ફાયદા, વરિયાળીનું શરબત બનાવવાની રીત, વરિયાળી ના નુકશાન, વરિયાળીના ઘરેલું ઉપચારો, વરિયાળીના ત્વચા સબંધિત લાભો,variyali na fayda,Fennel seeds benefits in Gujarati,

ઘણા પ્રાચીન સમય થી વરિયાળી મુખવાસ તરીકે ઉપયોગ માં લેવામાં આવે છે. પાન માં નાખવાના મસાલા તરીકે તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

કુમળી લીલી સુગંધીદાર વરિયાળી સ્વાદિષ્ટ અને અત્યંત રુચિકાર લઈ છે. વરીયાળીની મૌસમ માં લીલી વરીયાળીનું સેવન ખુબ જ કરવામાં આવે છે.

Advertisement

વરિયાળીના પાંદ સુગંધિત હોય છે. તેના પાંદ ની ભાજી ખુબ જ સારી થાય છે. તેના પાંદ નું શક ખાવાથી ગેસ, તાવ, પેટ ની ચૂંક વગેરે માં ફાયદો કરે છે.

આમ તો વરીયાળીની તાસીર ગરમ હોય છે, પરંતુ રાત્રે પાણી માં પલાળીને સવારે તેનું સેવન કરવાથી તેની ગરમી દૂર થાય છે.

વરીયાળી ના ફાયદા અને વરિયાળીના ઘરેલું ઉપચારો

ઉનાળામાં ઘણા ને અરુચિ અને પેટ માં દુખાવાની સમસ્યા રહેતી હોય છે. ત્યારે વરીયાળી નું શરબત પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

વરિયાળી પાચન તંત્ર માટે ખુબ જ સારી માનવામાં આવે છે. ફેફસાં ને પણ ખુબ જ  ફાયદો કરે છે. વરીયાળીનું સેવન કરવાથી સુકી ઉધરસ અને ઉનાળાની ગરમીમાં ખુબ જ ફાયદો કરે છે.

વરિયાળીના ઉકાળામાં સાકર મીલાવીને પીવાથી પિત્ત દ્વારા આવેલો તાવ મટે છે.

સાકર અને વરીયાળીનો ભુક્કો મોઢામાં રાખીને તેનો રસ ચૂસવાથી ગરમીથી થતી ઉધરસ મટે છે.

વરીયાળીની પોટલી બાંધી પાણી માં મૂકી રાખી તે પાણી માંદા માણસ ને પીવડાવવાથી તરત જ ફાયદો કરે છે.

Fennel seeds benefits in Gujarati

વરીયાળી ના ફાયદા જો વરીયાળીનો ઉકાળો કરીને પીવામા આવે અથવા તેને સુંઠ સાથે ઘી માં સેકી, પીસીને આ ચૂર્ણ નું સેવન કરવાથી આમ નું પાચન થાય છે અને આમવાત્ત ને લીધે થતા દુખાવા માં રાહત મળે છે.

ચાવીને વરીયાળી નો રસ ગળતા રહેવાથી પેટનું શૂળ અને પેટનો આફરો શાંત થાય છે.

વરીયાળીને શેકી ને તેમાં જરૂર પ્રમાણે મીઠું અને લીંબુનો રસ મિલાવી એક બોટલ માં ભરી રાખી ભોજન કર્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ખોરાક નું પાચન જલ્દી થાય છે.

Variyari na Fayda -વરિયાળીના અર્ક નું સેવન કરવાથી આમ નું પાચન થાય છે. તેમજ તાવ ની ઉલટી અને તરસ દૂર થાય છે.

વરીયાળી ના ફાયદા શ્વાસ ની દુર્ગંધ માંથી છુટકારો મળે છે

વરીયાળી ના ફાયદા જો ચાવીને વરિયાળી ખાવામા આવે તો મોઢામાંથી વાંસ આવતી નથી અને વરીયાળી નું સેવન કરવાથી તાજગીનો અનુભવ થાય છે.

જ્યારે પણ કોઈપણ પ્રકાર નું ખાવાનું ખાઈને કાચી વરીયાળી ચાવીને ખાઈ જવાથી મોઢાનો ટેસ્ટ એક્દમ બદલાઈ જાય છે.

વરીયાળી ના ફાયદા પાચન પ્રક્રિયા સુધારવામાં મદદરૂપ થાય છે

પાચન સબંધિત સમસ્યાઓ જેવીકે અપચો, પેટનું ફૂલી જવું, કબજીયાત, ગેસ ગળા માં બળતરા થવી વગેરે માંથી છુટકારો મેળવવા વરીયાળી ઉત્તમ છે.

વરીયાળી વજન ઉતારવામાં મદદરૂપ થાય છે

વરીયાળીનું નિયમિત સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે. વરીયાળી નેચરલ ફેટ બૂસ્ટર નું કામ કરે છે.

વજન ઓછુ કરવા વરિયાળી નું સેવનથી શરીર માં મેટાબોલિક દર માં વૃદ્ધી થાય છે અને વજન ઓછું થવા મંડે છે.

વરીયાળી ના સેવન થી વોટર રિટેનશન ઓછું થાય છે અને વજન માં વધારો થતો નથી.

માસિકધર્મ સબંધિત સમસ્યાઓનું નિવારણ કરે છે વરીયાળી

ઘણી વખત સ્ત્રીઓને નિયમિત અને સારું ભોજન નાં કરવાને કારણે અને માનસિક તાણ અને ચિંતા ને કારણે માસિક સબંધિત સમસ્યાઓ શરુ થાય છે.

ફાઈટોએસ્ટ્રોઝેન પ્રેમેસુરલ સિન્ડ્રોમ, મેનોપોઝ્લ ડીસઓર્ડરને રોકવામાં વરિયાળી મદદ કરે છે.

વરીયાળી ના ફાયદા તે બ્લડપ્રેશર ને કન્ટ્રોલ માં રાખે છે

વરિયાળીમાં નાઈટ્રેટ અને નાઈટ્રાટ બન્ને મળી રહે છે. આ બન્ને તત્વો શરીર માં બ્લડ પ્રેશર ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે.

તેના સિવાય વરિયાળીમાં પોટેશિયમ ની માત્ર પણ ભરપૂર હોય છે. જે શરીર માં લોહી અને બીજા અન્ય દ્રવ્યોનું સંચાલન કરવમાં મદદરૂપ બને છે.

વરિયાળીના ત્વચા સબંધિત લાભો | variyali na fayda skin mate

વરીયાળી અલગ અલગ રોગોમાં તો ઉપયોગી છે જ સાથે સાથે તે ત્વચા સબંધી સમસ્યાઓ માં પણ ફાયદાકારક છે.

વરીયાળીને પેસ્ટ ને ચહેરા પર લગાવવાથી ખીલ ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છે.

વરીયાળીનું નિયમિત સેવન કરવાથી ઓક્સીડેટીવ સ્ટ્રેસ થી થવા વાળા અલગ અલગ ચામડીના રોગો થી છુટકારો મેળવી શકો છે. સાથે સાથે તે ત્વચા માં કરચલીઓ પાડવા દેતી નથી.

કઈ રીતે બનાવશો વરિયાળી ની પેસ્ટ?

સૌથી પહેલા વરીયાળી ના દાણાને એક વાસણ માં પાણી નાખીને ઉકાળી લો. જયારે પાણીનો કલર બદલવા લાગે ત્યારે નીચે ઉતારીને ઠંડુ કરીને પાણી ગાળી લો.

હવે આ પાણીનો ઉપયોગ તમે ટોનર તરીકે કરી શકો છો. તમે આ પાણીને ચહેરા પર ૧૫-૨૦ મિનીટ સુધી લગાવીને રાખી શકો છો.

વરિયાળીના પાણી નું સેવન કરવાના લાભો

સૌથી પહેલા તો જાણો કે કેવી રીતે બનાવશો વરીયાળીનું પાણી.

વરિયાળીનું પાણી બનાવવાની રીત

એક વાસણ માં વરિયાળીના દાણા ને આખી રાત પાણીમાં પલાળી રાખો. આખી રાત પાણીમાં પલાળી રાખવાથી વરિયાળીના બધા જ ગુણ આ પાણીમાં આવી જાશે. અને આ જ છે વરીયાળી નું પાણી.

વરીયાળીના પાણીને ભૂખ્યા પેટે પીવાથી શરીર માં ભેગી થયેલી વધારાની જમા થયેલી ચરબી દૂર થઇ જાય છે અને સાથે સાથે પેટ માં પણ ઠંડક રહે છે.

ચીકન પોક્સ ના દર્દીઓને વરીયાળીનું પાણી પીવડાવવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. તેનાથી શરીર નું તાપમાન સંતુલિત રહે છે.

વરીયાળીનું પાણી નિયમિત પીવાથી આંખોની સમસ્યા થતી નથી.

જો કબજીયાત ની સમસ્યા છે તો વરીયાળીનું પાણી પીવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. નિયમિત રીતે વરીયાળીનું પાણી પીવું જોઈએ

વરિયાળીનું શરબત બનાવવાની રીત

વરીયાળીનું શરબત બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઇશે

  • પલાળેલી વરીયાળી ૧ કપ,
  • પલાળેલી એલચી ૪૦ નંગ
  • ખાંડ ૧ કી.ગ્રા.(૪.૫ કપ)
  • ૩ થી ૪ ચમચી ખાંડ( એલચી અને વરીયાળી પીસવા)

વરીયાળીનું શરબત બનાવવાની રેસીપી

સૌપ્રથમ વરીયાળી ને સાફ કરીને ૧.૫ પાણીમાં ૫ કલાક માટે પલાળી રાખો. એવી જ રીતે એલચી ને પણ થોડાક પાણી માં પલાળી લો.

વરીયાળીને મીક્ષર જાર માં પીસતી વખતે તેમાં ૨ થી ૩ ચમચી ખાંડ અને થોડું પાણી નાખો. ખાંડ નાખવાથી વરીયાળી અને એલચી સારી રીતે અને જલ્દી પીસાઈ જાય છે.

પીસેલી વરીયાળી અને એલચીને ગરણી ની મદદથી સારી રીતે દબાવી ને ગાળી લ્યો.

ગરણી માં વધેલી એલચી અને વરીયાળીની પેસ્ટ ને અડધો કપ પાણી નાખીને ફરીથી પીસી લો અને તેને ગાળી લો.

વરીયાળી ના શરબત માટે ચાસણી બનાવવાની રીત

એક વાસણ માં એલચી અને વરીયાળીનો જ્યુસ અને ખાંડ નાખીને ગરમ કરવા મુકો. સતત હલાવતા રહો.

એક તાર ની ચાસણી બની જાય એટલે વાસણ ગેસ પર થી નીચે ઉતારી લો. ચાસણી બનાવતી વખતે વરીયાળીનું ફીણ બને છે તેને ચમચી વડે કાઢીને રાખી લેવું.

તૈયાર છે વરિયાળીના શરબતની ચાસણી.

શરબત સર્વ કરવા માટે એક ગ્લાસ પાણીમાં ૨ ચમચી આ ચાસણી વાળું શરબત મિલાવીને તેમાં બરફ ના ટુકડા નાખી દો. તૈયાર છે ઠંડુ ઠંડુ વરીયાળીનું શરબત.

ચાસણી વાળું શરબત તમે લગભગ ૨ મહિના સુધી ફ્રીઝ માં સ્ટોર કરીને રાખી શકો છો.

વરિયાળી ના નુકસાન

વરીયાળીનું અધિકમાત્રા માં સેવન કરવાથી નુકસાન પણ થઇ શકે છે. એવા જ અમુક નુકસાનો નીચે જણાવવામાં આવ્યા છે.

વરીયાળીનું સેવન કરવાથી ઘણા લોકોને હાઈપરસેંસેટીવ સ્કીન ની પરેશાની થાય જાય છે.અને સ્કીન માં રેશીશ થઇ જવાની શક્યતા રહે છે.

વરિયાળીના વધારે સેવન થી સ્કીન સેંસેટીવીટી વધી જાય છે. મતલબ કે ત્વચા વધારે સેંસેટીવ થઇ જાય છે.

જો તમને કોઈ પણ પ્રકાર નું હોર્મોન્સ સેંસેટીવીટી સબંધિત પરેશાની છે તો વરીયાળીનું સેવન કરવું નહિ.

જો તમે ડાયાબીટીક છો તો વરીયાળી નું સેવન કરવું જોઈએ નહિ. કારણકે વરીયાળી નું સેવન કરવાથી શુગર ની માત્ર વધી જવાની શક્યતા રહેલી છે.

વરિયાળી ને લગતા કેટલાક મુજવતા પ્રશ્નો

fennel seeds in gujarati

Fennel seeds ને ગુજરાતી મા વરિયાળી કે વરિયાળી ના બીજ તરીકે ઓળખવામાં આવે છે

વરિયાળી ને અંગ્રેજી મા શું કહેવાય છે? | વરિયાળી english name | વરિયાળી transalation English

વરિયાળીને અંગ્રેજી મા Fennel અથવા Fennel Seeds તરીકે ઓળખવામાં આવે છે

વરિયાળી ની તાસીર કેવી હોય છે?

વરિયાળી ની તાસીર ઠંડી હોય છે એટલેજ તેનો ઉપયોગ ઉનાળામાં વધુ કરવામાં આવે છે , વરિયાળીમાં એવા ઘણા બધા પોષક તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે

શું વરિયાળી નું સેવન કરવાથી યાદશક્તિ વધે છે?

હા, વરુયાદી નું સેવન કરવાથી યાદશક્તિ મા વધારો થાય છે સાથે સાથે શરીર ને ઠંડુ પણ રાખે છે.

વરિયાળી માંથી ક્યાં ક્યાં પોષક તત્વો મળી રહે છે?

વરિયાળીમાં કેલ્શિયમ,આયરન અને સોડીયમ જેવા ઘણાબધા ખનીજ તત્વો મળી રહે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ઘી ના ફાયદા | ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | વિવિધ પ્રકારના ઘી | Ghee na fayda

તલ ના ફાયદા | તલના તેલ ના ફાયદા અને ઘરેલું ઉપચારમા ઉપયોગ | Tal na fayda

કેળા ના ફાયદા અને નુકશાન અને કેળા ના ઘરગથ્થું ઉપચારો | kela na fayda

મીઠા ના ફાયદા | મીઠા ના પ્રકાર 5 વિશે માહિતી | મીઠા ના ઘરેલું ઉપાય | મીઠા ના નુકશાન | Mitha na Fayda

કોકમ ના ફાયદા અને નુકસાન | કોકમ ના ઘરેલું ઉપચારો | કોકમ નો શરબત બનાવવાની રીત | kokam na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement