રોઝ મિલ્ક પુડિંગ બનાવવાની રીત | Rose Milk Pudding banavani rit | Rose Milk Pudding recipe in gujarati

રોઝ મિલ્ક પુડિંગ બનાવવાની રીત - Rose Milk Pudding banavani rit - Rose Milk Pudding recipe in gujarati
Image credit – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે રોઝ મિલ્ક પુડિંગ બનાવવાની રીત – Rose Milk Pudding banavani rit શીખીશું, do subscribe HomeCookingShow YouTube channel on YouTube If you like the recipe , રોઝ શરબત તો આપણે ઠંડા ઠંડા દૂધ સાથે તો ઘણી વખત મજા લીધી છે ને આવેલા મહેમાન ને પણ સર્વ કરેલ છે પણ આજ આપણે એજ રોઝ શરબત ને એક પુડિંગ બનાવી ને મજા લેશું ને આવેલા મહેમાન ને પણ શરબત ની જગ્યાએ ઠંડી ઠંડી પુડિંગ ખવરાવી ને ખુશ કરીશું તો ચાલો જાણીએ Rose Milk Pudding recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રોઝ મિલ્ક પુડિંગ બનાવવા જરૂરી સામગ્રી

  • ગરમ કરેલ ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ. + ¼ કપ
  • ખાંડ ¼ કપ
  • કોર્ન ફ્લોર ¼ કપ
  • રોઝ શરબત 4 +2 ચમચી
  • રોઝ ફૂડ કલર 2 ટીપાં
  • માખણ 1 ચમચી
  • પિસ્તા ની કતરણ 2 ચમચી

રોઝ મિલ્ક પુડિંગ બનાવવાની રીત | Rose Milk Pudding recipe in gujarati

રોઝ મિલ્ક પુડિંગ બનાવવા સૌપ્રથમ પા કપ નવશેકા દૂધ માં કોર્ન ફ્લોર નાખી મિક્સ કરી લ્યો મિશ્રણ માં ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ટીપાં રોઝ ફૂડ કલર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

હવે ગેસ એક મોટી તપેલી ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં રોઝ શરબત નાખી મિક્સ કરી લ્યો ને ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં  કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ હલાવી ને થોડું થોડુ નાખી ને મિક્સ કરતા જાઓ

Advertisement

હવે દૂધ ને બરોબર હલાવતા રહો ને મિશ્રણ ને ઘટ્ટ થવા દયો મિશ્રણ ને હલાવતા રહેવું જેથી તરીયા માં ચોંટે નહિ દસ મિનિટ સુંધી સાવ ધીમા તાપે હલાવતા રહી મિશ્રણ ને બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ એમાં માખણ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો

ત્યારબાદ  ગરમ ગરમ મિશ્રણ ને જેમાં પુડિંગ બનાવવી હોય એ મોલ્ડમાં કે વાટકામાં  (અહી તમે મોલ્ડ ને તેલ કે ઘી થી ગીસ કરી શકો છો )નાખી ને થપ થપાવી લ્યો ને થોડી ઠંડી થવા દયો પુડિંગ નું થોડી ઠંડી થાય ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ને બે ત્રણ કલાક ઠંડી થવા દેવી

ત્રણ કલાક પછી એક વાસણમાં એક કપ પાણી ગરમ કરી ને રાખો હવે પુડિંગ વાળુ મોલ્ડ કે વાટકા ને ગરમ પાણી માં અડધી સેકન્ડ મૂકી ને ગોળ ગોળ ફેરવી લ્યો ત્યાર બાદ જેવા પુડિંગ સર્વ કરવી છે એ પ્લેટ ને મોલ્ડ કે વાટકા પર મૂકી ને ઊંધો કરી ડી મોલ્ડ કરી લ્યો ઉપર થી રોઝ શરબત અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ઠંડી ઠંડી સર્વ કરો રોઝ મિલ્ક પુડિંગ.

Rose Milk Pudding banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મસાલા કેરી બનાવવાની રીત | Masala keri banavani rit | Masala keri recipe in gujarati

લીલી ચટણી નું પ્રિમિક્સ બનાવવાની રીત | Lili chutney nu premix recipe in gujarati

પાનકોબી બેસન નું શાક બનાવવાની રીત | Pankobi besan nu shaak banavani rit

ખાંડ ના પરોઠા બનાવવાની રીત | Khand na paratha banavani rit | Khand na paratha recipe in gujarati

ગીલોય નો કાળો બનાવવાની રીત | giloy no kado banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement