મેથીની ભાજી ના ફાયદા | મેથી ના ફાયદા | methi na fayda | methi bhaji na fayda

મેથી ના ફાયદા - મેથીની ભાજી ના ફાયદા - મેથી ભાજી નો ઉપયોગ - methi na fayda in gujarati - methi na fayda gujarati ma - methi no upyog - methi bhaji na fayda gujarati ma
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે મેથી વિશે માહિતી લાવ્યા છીએ જેમાં અમે મેથી ના ફાયદા – મેથીની ભાજી ના ફાયદા અને મેથી ભાજી નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવા વિશે છે, મેથી અને આરોગ્ય ને સંબંધિત માહિતી, methi na fayda in gujarati, methi na fayda gujarati ma, methi no upyog, methi bhaji na fayda gujarati ma

મેથીની ભાજી | લીલી મેથી | Methi bhaji

લીલી મેથી એટલેકે મેથી ભાજી ખાવી તો લગભગ કોઈક જ વ્યક્તિને પસંદ નહિ હોય. તે સ્વાદમાં ભલે થોડીક કડવી હોય છે પણ તેના ગુણ મીઠા હોય છે. શિયાળા ની શરૂઆત થતા જ લીલી મેથી બઝારમાં આવાની ચાલુ થઇ જાય છે મેથીની ભાજી ના અનેક ઔષધીય ગુણો છે જે તેને મીઠી બનાવે છે. મેથીમાં બે પ્રકાર હોય છે એક અસ્સ્ડી મેથી અને બીજી કસુરી મેથી. કસુરી મેથીનો ઉપયોગ ઘણીબધી વાનગીઓ બનાવવા માટે કરવામાં આવે છે. મેથીની ભાજી ડાયાબીટીશ, જાડાપણું, માસિકધર્મ, પેટના સોજા, વગેરે ને મટાડવા દુર કરવા કરવામાં આવે છે.

લીલી મેથીમાં ફાઈબર ખુબ જ માત્રામાં હોય છે. તેના સિવાય લીલીમેથી વિટામિન્સ અને ખનીજ પદાર્થો નો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

Advertisement

૧૦૦ ગ્રામ મેથીમાં મળતા પોશાક્ત્ત્વો ની માહિતી.

  • કેલેરી – 50      
  • કાર્બોહાઈડ્રેટ – 58 gm   
  • ચરબી – 6 gm
  • સોડીયમ – 67 mg
  • પોટેશિયમ – 770 mg
  • પ્રોટીન – 23 gm
  • આયરન – દૈનિક જરૂરિયાત ના 186%
  • વિટામીન-બી ૬ – દૈનિક જરૂરિયાત ના 30% of Daily Value
  • મેગ્નેશિયમ – દૈનિક જરૂરિયાત ના 47% of Daily Value

તો ચાલો જાણીએ મેથી ભાજીના અનેક ફાયદાઓ :-

મેથીની ભાજી ના ફાયદા વારંવાર પેશાબની સમસ્યા | methi bhaji na fayda pesab ni samsyama :-

જે વ્યક્તિઓને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તેઓએ લીલી મેથીના ૧૦૦ મિલી રસમાં ૧.૫ ગ્રામ કાથો અને ૩ ગ્રામ ખાંડ નાખીને દરરોજ સેવન કરવાથી અવશ્ય લાભ થાય છે.

મેથીની ભાજી ના ફાયદા ડાયાબીટીશ મા | lili methi bhaji na fayda diabetes ma  :-

દરરોજ સવારે મેથીની ભાજીનો ૧૦૦ મિલી રસ પી જવો. જો શુગર વધારે હોય તો સવાર-સાંજ બે વાર રસ પીવો. સાથે સાથે જમવામાં રોટલી ભાત, તેલ ઘી યુક્ત મીઠી ચીજવસ્તુ ખાવાની બધ કરી દેવી જોઈએ.

મેથી ના ફાયદા લો બ્લડ પ્રેશર ની સમસ્યામા | lili Methi na fayda low blood presser ma:-

જે વ્યક્તિઓને લો બ્લડપ્રેશર ની સમસ્યા હોય તેઓએ ખાસ મેથીનું સેવન કરવું જ જોઈએ. લીલી મેથીમાં આદું અને બીજા ગરમ મસાલા નાખીને તેને ખાવાથી લાભ થાય છે methi na fayda in gujarati.

વાયુને કારણે થતો પેટનો દુખાવો :-

મેથીના દાણા ને ઘીમાં શેકીને તેનું ચૂર્ણ બનાવી લો અને તેના નાના નાના લાડવા બનાવીને ખાવાથી ખુબ જ લાભ થાય છે.

ગરમી મા લૂ લાગી જાય ત્યારે મેથી નો ઉપયોગ |lili methi no upyog lu ni samsyama :-

મેથીની સુકી ભાજી(મેથીની જે સુકમણી કરીએ છીએ તે) ને ઠંડા પાણીમાં થોડાક કલાક પલાળી રાખો. સારી રીતે પલળી જાય પછી તેને મસળી ને ગાળી તે પાણીમાં મધ નાખીને પીવાથી લૂ લાગી જવાથી જે સમસ્યાઓ થાય છે તે મટી જાય છે.

શરીરની બળતરા – સોજામાં મેથી નો ઉપયોગ |lili methi no upyog sharir ni badatra ma:-

શરીરના કોઈપણ બહારના ભાગ પર જો બળતરા થતી હોય અથવા તો સોજા ચડી ગયા હોય તો મેથી નો ઉપયોગ કરવાથી તેને મટાડી શકાય છે. શરીરની બળતરામાં મેથીના લીલા પાંદડા ને પીસીને લેપ કરવો અને આ જ મેથી ના પાંદડા ને પીસીને તેની પોટીસ બનાવીને લગાવવાથી સોજા મટી જાય છે.

ઝાડા થયા હોય ત્યારે મેથી નો ઉપયોગ | lili methi no upyog jada ni samsya ma :-

૧૦૦ગ્રામ મેથીદાણા, ૨૦ ગ્રામ પીસેલું ઝીરું અને સ્વાદાનુસાર સિંધા નમક નાખીને એકદમ બારીક પીસી લો. તેમાંથી અડધી કે એક ચમચી ભુક્કો સવાર-સાંજ છાશ અથવા દહીં સાથે લેવાથી ઝાડા અને જો ઝાડા માં લોહી પડતું હોય તો તે બંધ થઇ જાય છે. તેના સિવાય મેથીને કુટી ને તેનો ઉકાળો બનાવી ને પણ પી શકાય છે.

મેથીની ભાજી ના ફાયદા તે લોહીની ઉણપ ને દુર કરે છે | Methi nib haji na fayda te lohi ni unap dur kre che:-

મેથીમાં ભરપુર માત્રામાં આયરન હોય છે માટે શિયાળામાં મેથી દાણા અને લીલી મેથી ખાવી ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. મેથીની ભાજી અને મેથી દાણા બન્ને માં લોહીને સાફ કરવાનો ગુણ હોય છે માટે સિઝનમાં લીલી મેથી અને ત્યારબાદ મેથી દાણા નું સેવન અવશ્ય કરવું જોઈએ.

પ્રસુતિ દરમિયાન મેથી નો ઉપયોગ :-

મેથી પ્રજનન અને પ્રસુતીથી થવા વાળા રોગોને દુર કરે છે. સ્તનપાન કરાવતી મહિલાઓ અને પ્રસુતાઓએ મેથીપાક અથવા મેથીના લાડવા અવશ્ય ખાવા જોઈએ. મેથી ખાવાથી સીથીલ થઇ ગયેલ અંગો સામાન્ય થઇ જાય છે, ભૂખ લાગે છે અને દસ્ત સાફ આવે છે અને ગર્ભાશય શુધ્ધ થઇ જાય છે.

ગઠીયા વા/સંધિવા/સાંધાના દુખાવામાં મેથી નો ઉપયોગ | lili methi no upyog sandha na dukhava ma :-

સંધી-વા માં મેથીદાણા નો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે મેથી દાણા ને પીસીને ગોળ મિક્સ કરીને તેના લાડુ બનાવી લો. તમે ઈચ્છો તો મેથીપાક પણ બનાવીને ખાઈ શકાય. ગઠીયા વા ના દર્દીઓ, સાંધાના દુખાવા ના દરીઓ, ગેસની સમસ્યા વારા વ્યક્તિઓ આને નિયમિત ખાઈ શકે છે.

૨૫ગ્રામ મેથીદાણા ને રાત્રે પલાળી લો, સવરે તેને થોડુક મસળીને ઉકાળી લો, હવે તેને ગાળી ને નવશેકું પીવું આ ઉકાળો ગઠીયા-વા અને સંધિવા માં ખુબ જ અસરકારક છે.

પાચન સબંધિત સમસ્યામાં મેથી નો ઉપયોગ | methi no upyog pachan sambandhit smasya ma :-

ભૂખ ના લાગવી, ખોરાકનું પાચન વ્યવસ્થિત ના થવું, કબજીયાતની શિકાયત રહેવી વગેરે સમસ્યામાં લીલી મેથીનું નિયમિત સેવન કરવું જોઈએ. મેથી ભાજી નિયમિત ખાવાથી કબજીયાત તો દુર થાય છે સાથે સાથે લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે.

પેટના દુખાવામાં લીલી મેથી ના પાંદડાનો રસ અથવા મેથીદાણા નો ભુક્કો નવશેકા પાણી સાથે લેવાથી દુઃખાવા માં તરત જ રાહત મળી જાય છે.

એસીડીટી ની સમસ્યામાં મેથી નો ઉપયોગ | methi bhaji na fayda acidity ni samsya ma :-

આજકાલ એસીડીટીની સમસ્યા નાના અને મોટા બધાને થઇ જતી હોય છે. તેનું એક કારણ આપણી ખાવા-પીવાની આદત. તેવામાં ૨ ચમચી મેથી દાણાને પીસીને તેને અડધા ગ્લાસ પાણીમાં ખુબ જ ઉકાળો. ઉકળી ગયા પછી થોડું ઠંડુ થાય એટલે ચાયની જેમ પીવું. આ મેથીની ચાય પીવાથી આંતરડા સફાઈ થઈને એસીડીટી મટી જાય છે.

મેથીની ભાજી ના ફાયદા ગાંઠ- સોજામાં | lili methi na fayda soja ma :-

મેથી ના ફાયદા જો શરીરના કોઈપણ ભાગમાં જો ગાઠ હોય તો મેથીના દાણા ને બટેટા સાથે પીસીને તેના ઉપર લેપ કરવો જોઈએ.

જો કોઈપણ ભાગ પર વાગ્યું હોય અને તે ભાગ પર સોજો આવી ગયો હોય તો મેથીના પાંદડા ને પીસીને અથવા તો મેથી દાણા નો પાવડર બનાવીને તેની પોટીશ બાંધવી અથવા તો તે પોટીશ બનાવીને તેનો શેક કરવો. આમ કરવાથી સોજા ઓછા થઇ જાય છે અને દર્દમાં આરામ મળે છે.

હૃદય સબધી દર્દમાં/દુઃખાવામાં મેથી નો ઉપયોગ :-

હૃદય સબંધિત સમસ્યામાં મેથીના પાંદડા નો રસ પીવાથી ફાયદો થાય છે. મેથી ભાજી નો રસ કાઢીને તેમાં મધ નાખીને સાવર-સાંજ પીવાથી ખુબજ ફાયદો થાય છે.

મેથીની ભાજી ના ફાયદા તે કમરનો દુઃખાવો દુર કરે છે | methi bhaji na fayda te kamar no dukhavo dur kre che:-

કમરના દુખાવામાં મેથી ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. મેથી દાણાનો ભુક્કો બનાવીને તેમાંથી ૩ગ્રામ જેટલો ભુક્કો નવશેકા પાણી સાથે દિવસમાં બે-ત્રણ વખત લેવાથી ખુબ જ ફાયદો થાય છે.

ગળાના રોગ/દુખાવામાં મેથી ઉપયોગી :-

મેથી ના ફાયદા જો ગળામાં અને મોઢામાં છાલા પડી ગયા હોય ત્યારે લીલી મેથીના પાંદડાનો અથવા મેથી દાણા નો ભુક્કા નો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી લાભ થાય છે. આ પાણીના કોગળા કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દુર થાય છે. સાથે સાથે દાંતની સમસ્યામાં પણ રાહત મળે છે અને જો મોઢું બગડી ગયું હોય તો તેનો સ્વાદ પણ સારો થઇ જાય છે.

વાળની સમસ્યામાં લીલી મેથી નો ઉપયોગ | lili methi no upyog vaad ni samsya ma:-

ખરતા વાળની સમસ્યામાં, બે મોઢા વાળા વાળની સમસ્યામાં અને વાળ ને લગતી દરેક સમસ્યામાં મેથીદાણા ખુબ જ અસર કરે છે. મેથીના દાણાને પાણીમાં પીસીને વાળના મૂળમાં લગાવવાથી ફાયદો થાય છે.

મેથીના પાંદડાનો રસ કાઢીને તેમાં લીંબુ નાખીને શરીર પર લગાવવાથી ત્વચા મુલાયમ બને છે.

બીજા મેથીની ભાજી ના ફાયદા | Methi bhaji na fayda:-

કફદોષને કારણે કબજિયાત થઇ જતી હોય તો તેમાં મેથી ભાજી ખાવાથી લાભ થાય છે.

દરરોજ નિયમિત મેથી ખાવાથી હરસ અને મસામાં રાહત મળે છે.

બાળકોને પેટમાં કીડા એટલકે કૃમીઓ થઇ ગયા હોય તો તેમણે મેથી ભાજીનો ૧-૨ ચમચી રસ પીવડાવવાથી લાભ થાય છે.

મેથી ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

લીલી મેથી/ મેથીની ભાજી ખાવાના શું ફાયદા છે ?

લીલી મેથી ખાવાથી કબજીયાત દુર થાય છે, પાચન સબંધિત સમસ્યાઓ દુર થાય છે, મેથીના પાંદડાને પીસીને માથામાં લગાવવાથી વાળ કાળા ઘાટા અને લાંબા થાય છે.

મેથી ને અંગ્રેજીમાં શું કહેવાય ?

મેથીને અંગ્રેજીમાં fenugreek કહેવાય છે.  

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ચાલવાના ફાયદા | સવારે ચાલવાના ફાયદા | savare chalva na fayda | chalva na fayda

કેસર ના ફાયદા | કેસર નો ઉપયોગ | kesar na fayda | Kesar no upyog upchar ma

આધાશીશી વિશે માહિતી | માઈગ્રેન વિશે માહિતી | માઈગ્રેન નો ઉપચાર | આધાશીશી નો ઉપચાર | આધાશીશી ના લક્ષણો | માઈગ્રેન થવાના કારણો | migraine no upay | migraine ni dawa gujarati ma

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement