Mula na paand nu shaak | મૂળા ના પાંદ નું શાક

Mula na paand nu shaak - મૂળા ના પાંદ નું શાક
Image credit – Youtube/Krishna's Cuisine
Advertisement

ખૂબ જ ઝડપથી તૈયાર થતું આ શાક ખૂબ સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ માનવામાં આવે છે આ શાક તમે ખીચડી, દાળ ભાત સાથે રોટલી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે ખૂબ ઓછા મસાલા સાથે પણ આ શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Mula na paand nu shaak – મૂળા ના પાંદ નું શાક બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • મૂળા ના પાંદ 500 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • બેસન 4-5 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ

Mula na paand nu shaak banavani rit

મૂળા ના પાંદ નું શાક બનાવવા સૌપ્રથમ મૂળા ના પાંદ સાફ કરી અલગ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લઈ પાણી નિતારી લ્યો. પાણી નિતારી લીધા બાદ ચાકુથી ઝીણા ઝીણા સમારી લ્યો અને એક બાજુ મૂકો. હવે સીંગદાણા ને કડાઈમાં નાખી શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી મસળી ફોતરા અલગ કરી ક્રશ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખો અને મિક્સ કરી લ્યો હવે ઝીણા સમારેલા મૂળા ના પાંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.

Advertisement

પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. હવે એમાં બેસન નાખી ઢાંકણ બંધ કરી ધીમા તાપે ચાર પંચીનોય અથવા બેસન ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

બેસન બરોબર ચડી જાય એટલે શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં શેકેલ સીંગદાણા નો અધ કચરો ભૂકો નાંખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી પરોઠા, ખીચડી સાથે સર્વ કરો મૂળા ના પાંદ નું શાક.

નીચે બીજી રેસીપી પણ આપી છે તે પણ અચૂક જુઓ

Advertisement