પારસી માવા કેક બનાવવાની રીત | parsi mawa cake banavani rit recipe gujarati

પારસી માવા કેક બનાવવાની રીત - parsi mawa cake recipe in gujarati language - parsi mawa cake banavani rit - માવા કેક બનાવવાની રીત | mawa cake banavani rit
Image credit – Youtube/Kuch Pak Raha Hai
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પારસી માવા કેક બનાવવાની રીત – parsi mawa cake banavani rit શીખીશું.do subscribe Kuch Pak Raha Hai YouTube channel on YouTube  If you like the recipe આ કેક તમે બર્થ ડે પર કે પછી નાના મોટા પ્રસંગ માં કે તહેવાર માં તૈયાર કરી ઘરના સભ્યો ને કે આવેલ મહેમાન ને ગરમ કે ઠંડો સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ – parsi mawa cake recipe in gujarati language – mawa cake recipe in gujarati  બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પારસી માવા કેક બનાવવા જરૂરી સામગ્રી | માવા કેક બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • મીઠું 1 ચપટી
  • માખણ / ઘી / તેલ ¼ કપ
  • ખાંડ 3 ચમચી
  • કન્ડ્સ મિલ્ક 200 ગ્રામ
  • એલચી પાઉડર ½ ચમચી
  • મોરો માવો છીણેલો ½ કપ
  • દૂધ ⅓ કપ +3 ચમચી
  • પિસ્તા, બદામ અને કાજુ ની કતરણ ⅓ કપ

પારસી માવા કેક બનાવવાની રીત | parsi mawa cake recipe in gujarati language

માવા કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચારણીમાં મેંદા નો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને ચપટી મીઠું નાખી ચાળી લ્યો અને એક બાજુ મૂકો અને જેમાં કેક બનાવો છે એ વાસણ ને ઘી કે તેલથી ગ્રીસ કરી લોટ છાંટી તૈયાર કરી એક બાજુ મૂકો

હવે બીજા વાસણમાં તેલ / ઘી / માખણ લ્યો એમાં ખાંડ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કન્ડેસ મિલ્ક નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી લ્યો

Advertisement

માવો બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં  ⅓ કપ દૂધ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ચાળી રાખેલ લોટ થોડો થોડો નાખતા જઈ ને હલાવતા જઈ મિશ્રણ મિક્સ કરી લ્યો  અને મિશ્રણ ઘટ્ટ લાગે તો બીજી બે ત્રણ ચમચી દૂધ નાખી મિશ્રણ ને મિક્સ કરી લ્યો

હવે ગ્રીસ કરેલ વાસણમાં તૈયાર મિશ્રણ નાખી થપથપાવી લ્યો ને ઉપર કાજુ, પિસ્તા અને બદામ ની કતરણ છાંટી દયો ને વાસણ ને ઓવેન માં 170 ડિગ્રી એ 35 મિનિટ ચડાવી લ્યો પાંત્રીસ મિનિટ પછી કાઢી લ્યો ને થોડો ઠંડો થવા દયો ને ત્યાર બાદ ડીમોલ્ડ કરી ને ગરમ કે ઠંડુ કરી સર્વ કરો માવા કેક

અથવા તો ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી એમાં મિશ્રણ વાળુ વાસણ મૂકી દસ મિનિટ ફૂલ તાપે ત્યાર બાદ 20-25 મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો વીસ મિનિટ પછી ચાકુ થી ચેક કરી લ્યો જો ચાકુ કોરો આવે તો કેક ચડી ગયો છે નહિતર બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો કેક બરોબર ચડી જાય એટલે કડાઈ માંથી કાઢી ને થોડો ઠંડો થવા દયો અને સર્વ કરો માવા કેક

parsi mawa cake banavani rit | માવા કેક બનાવવાની રીત | mawa cake banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kuch Pak Raha Hai ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મેથી મકાઈ ના લોટ ના પરોઠા | Methi makai na lot na parotha banavani rit

ચુરમુર બનાવવાની રીત | churmur banavani rit | churmur recipe in gujarati

બેસન ની બરફી બનાવવાની રીત | besan ni barfi banavani rit | besan barfi recipe in gujarati

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવાની રીત | veg mayonnaise sandwich banavani rit | veg mayonnaise sandwich recipe in gujarati

મગદાળ નમકીન બનાવવાની રીત | moong dal namkeen banavani rit | moong dal namkeen recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement