ચીકુ મિલ્ક શેક બનાવવાની રીત | Chiku milk shake banavani rit

ચીકુ મિલ્ક શેક બનાવવાની રીત - Chiku milk shake banavani rit - Chiku milk shake recipe in gujarati
Image credit – Youtube/Creative Cooking by Dr Kajal
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ચીકુ મિલ્ક શેક બનાવવાની રીત – Chiku milk shake banavani rit શીખીશું. મિલ્ક શેક તો આપને ઘણી પ્રકારના બનાવતા હોઈએ ને મજા લેતા હોઈએ છીએ, do subscribe Creative Cooking by Dr Kajal YouTube channel on YouTube If you like the recipe , પણ ઉનાળા માં ચીકુ ખૂબ સારા આવતા હોય છે પણ બાળકો કે ઘણા મોટા ને ચીકુ પસંદ નથી હોતા તો ચીકુ નથી ખાતા એવા લોકો માટે આજ આપણે એક ચીકુ નો શેક લઈ આવ્યા છીએ જે ચીકુ ના ખાતા હોય એ પણ ખુશી થી ચીકુ મિલ્ક શેક પી જસે ને વારંવાર બનાવવાની માંગણી કરશે તો ચાલો જાણીએ Chiku milk shake recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ચીકુ મિલ્ક શેક બનાવવા જરૂરી સામગ્રી

  • પાકેલા ચીકુ 3-4
  • ફૂલ ક્રીમ દૂધ ગરમ કરી ઠંડુ કરેલ 1 કપ
  • ખાંડ / મધ 2 ચમચી

ચીકુ મિલ્ક શેક બનાવવાની રીત | Chiku milk shake recipe in gujarati

ચીકુ મિલ્ક શેક બનાવવા સૌપ્રથમ દૂધ મે ગરમ કરી લ્યો દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી દૂધ ને પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ થવા દયો દૂધ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી સાવ ઠંડી કરી લ્યો

પાકેલા ચીકુ લ્યો એને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો ને ચાર એક સરખા કટકા કરી બીજ અલગ કરી લ્યો ત્યાર બાદ ચીકુ ના નાના નાના કટકા કરી લ્યો

Advertisement

 (અહી તમે રાત્રે પલાળેલા કાજુ બદામ પણ નાખી શકો છો અથવા વિગન બનાવવા બદામ, નારિયળ વગેરે માંથી બનતું દૂધ પણ વાપરી શકો છો. ખાંડ ની જગ્યાએ ખજૂર કે અંજીર પલાળી ને પણ નાખી શકો છો )

કટકા ને મિક્સર જાર માં નાખો સાથે ખાંડ / મધ  નાખો (અહી તમે પ્લેન વેનીલા આઈસ્ક્રીમ પણ નાખી શકો છો પણ વ્રત માટે બનાવતા હો તો આઈસક્રીમ ના નાખવી અથવા ફરાળી પ્લેન આઈસક્રીમ નાખવી ) ,

ત્યાર બાદ ઠંડુ કરેલ દૂધ નાખો અને ઢાંકણ બંધ કરી બે ચાર મિનિટ સુધી બરોબર પીસી લ્યો શેક બરોબર પીસાઈ જાય એટલે સવિંગ ગ્લાસ માં નાખો ને ઉપથી ચીકુ ના કટકા થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ મજા લ્યો ચીકુ મિલ્ક શેક

Chiku milk shake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Creative Cooking by Dr Kajal ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઓટ્સ બનાના સ્મૂથી બનાવવાની રીત | Oats banana smoothie banavani rit

ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit

નારિયળ ના દૂધ માંથી પુડિંગ બનાવવાની રીત | Nariyal na dudh mathi pudding banavani rit

કાકડી નું સલાડ બનાવવાની રીત | kakdi nu salad banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement