ગુલગુલે બનાવવાની રીત | gulgule banavani rit | gulgule recipe in gujarati

ગુલગુલે બનાવવાની રીત - gulgule banavani rit - gulgule recipe in gujarati - gulgule banavani rit gujarati ma
Image credit – Youtube/Food For Foodies
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Food For Foodies  YouTube channel on YouTube  આજે આપણે ગુલગુલે બનાવવાની રીત – gulgule banavani rit gujarati ma શીખીશું. ગુલગુલે ને મીઠા ભજીયા, મીઠા પુઆ પણ કહેવાય છે આ ગુલગુલે વધારે પડતાં ઠંડા ખવાતા હોય છે અને નાના મોટા તહેવાર માં બનાવવામાં આવે છે સાતમ આઠમ પર કે કડવાચોથ પર બનાવવામાં આવતા હોય છે કેમ કે એ ગરમ અને ઠંડા બને ખવાય છે ને ખૂબ ટેસ્ટી લાગતા હોય છે તો ચાલો જાણીએ gulgule recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ગુલગુલે બનાવવા જરૂરી સામગ્રી | gulgule recipe Ingredients

  • ઘઉંનો લોટ 1 કપ
  • ખાંડ ½ કપ
  • કાચી વરિયાળી 1 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • મલાઈ 2 ચમચી
  • પાણી ¾ કપ
  • તરવા માટે તેલ / ઘી

ગુલગુલે બનાવવાની રીત | gulgule recipe in gujarati

ગુલગુલે બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં ખાંડ અને અડધો કપ પાણી ગરમ કરવા મૂકો ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી નાખો એને એમાં બાકી નું પાણી નાખી ઠંડુ થવા દેવું (અહી તમે ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકો છો)

હવે એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો એમાં ઠંડુ થયેલ પાણી થોડું થોડુ નાખતા જઈ મિક્સ કરો ધ્યાન રાખવું કે ગાંઠા ના પડે આમ બધી પાણી નાંખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો

Advertisement

હવે એમાં વરિયાળી, સફેદ તલ અને મલાઈ નાખી મિક્સ કરો ને મિશ્રણ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો પંદર મિનિટ પછી મિશ્રણ ને ચાર પાંચ મિનિટ બરોબર હલવો જેથી મિશ્રણ માં હવા ભરાઈ જાય ( અહી તમે વરિયાળી સાથે થોડા ડ્રાય ફ્રુટ કે એલચી પાઉડર પણ નાખી શકો છો)

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ/ ઘી ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં હાથ થી કે ચમચી થી થોડું થોડુ મિશ્રણ થોડા થોડા અંતરે નાખતા જાઓ એક વખત માં  કડાઈ માં સમાય એટલે ગુલગુલે નાખો ને ગેસ ધીમો કરી નાખો

ત્યાર બાદ ધીમા તાપે થોડી થોડી વારે ઉથલાવવા અને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો ને બીજા ગુલગુલે તરવા માટે નાખો આમ બધા ગુલગુલે તરી લ્યો ને અને ઠંડા થાય પછી ડબ્બા માં ભરી લ્યો

જો શિયાળા માં બનાવો તો બહાર બે ત્રણ દિવસ રહે છે ને જો ઉનાળા માં બનાવો તો ફ્રીઝ માં મુકવા તો બે ત્રણ દિવસ રાખી શકસો અને આ ગુલગુલે તમે નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો તો તૈયાર છે ગુલગુલે

gulgule banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food For Foodies ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખમંગ કાકડી બનાવવાની રીત | khamang kakdi banavani rit | khamang kakdi recipe in gujarati

ભાતના વડા બનાવવાની રીત | bhaat na vada banavani rit | bhaat vada recipe in gujarati

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni recipe in gujarati

મિલ્ક પાવડર ના પેંડા બનાવવાની રીત | milk powder na penda banavani rit | milk powder na penda recipe in gujarati

મગદાળ નમકીન બનાવવાની રીત | moong dal namkeen banavani rit | moong dal namkeen recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement