સફરજન ની ખાટી મીઠી ચટણી બનાવવાની રીત | Safarjan ni khati mithi chatni banavani rit

સફરજન ની ખાટી મીઠી ચટણી - Safarjan ni khati mithi chatni - સફરજન ની ખાટી મીઠી ચટણી બનાવવાની રીત - Safarjan ni khati mithi chatni banavani rit
Image credit – Youtube/Ruchi Ki Rasoi
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સફરજન ની ખાટી મીઠી ચટણી બનાવવાની રીત – Safarjan ni khati mithi chatni banavani rit શીખીશું, do subscribe Ruchi Ki Rasoi YouTube channel on YouTube If you like the recipe , લીલાં ધાણા ની , લસણ ની અને આમલી ની ચટણી આપણે ઘણી વાર બનાવીએ છીએ. પણ આજ આપણે સફરજન ની ચટણી બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. રોટલી, પરાઠા કે પૂરી સાથે સફરજન ની ચટણી ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે સફરજન ની ચટણી બનાવતા શીખીએ.

સફરજન ની ખાટી મીઠી ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • સફરજન 2
  • તેલ 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • કલોંજી ¼ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ખાંડ 150 ગ્રામ વિનેગર 3 ચમચી

સફરજન ની ખાટી મીઠી ચટણી બનાવવાની રીત

સફરજન ની ચટણી બનાવવા માટે સૌથી પહેલા સફરજન ને છોલી લ્યો. હવે તેના નાના નાના ટુકડા કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વરિયાળી નાખો. હવે તેમાં કલોંજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisement

  તેમાં સફરજન ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક થી બે મિનિટ સુધી ઢાંકી દયો. ત્યાર બાદ ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

  સફરજન સરસ થી સોફ્ટ થઈ ગયા હશે. હવે તેને મેસ કરતા કરતા હલાવી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

  ખાંડ સરસ થી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ નું પાણી બળી જાય ત્યાં સુધી ચટણી ને ધીમા તાપે સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં વિનેગર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચટણી ને ત્રીસ સેકન્ડ સુધી હલાવી ને સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણી સફરજન ની ખાટી મીઠી ચટણી. હવે તેને રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને સફરજન ની ખાટી મીઠી ચટણી ખાવાનો આનંદ માણો.

Safarjan ni khati mithi chatni banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ruchi Ki Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આમળાનું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit

સરગવાના પાંદ ની ચટણી બનાવવાની રીત | sargva na paan ni chutney banavani rit

શેકેલ મસાલા મરચા બનાવવાની રીત | Shekel masala marcha banavani rit

પાણીપુરી ના પાણી નું પ્રિમિક્ષ | pani puri na pani nu premix banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement