ઉનાળામા ફાલસા ના ફાયદા | ફાલસા નો શરબત બનાવવાની રીત | phalsa na fayda

ફાલસા ના ફાયદા અને નુકસાન - ફાલસા નો શરબત બનાવવાની રીત - phalsa na fayda - falsa na fayda - phalsa fruit benefits in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ મા મેળવો ફાલસા વિશે માહિતી , જેમા ઉનાળામા ફાલસા ના ફાયદા અને ફાલસા ના નુકશાન, ફાલસા નો શરબત બનાવવાની રીત ,phalsa na fayda, falsa or phalsa fruit benefits in Gujarati.

ફાલસા વિશે માહિતી

ઉનાળા ની સીઝન નું શ્રેષ્ઠ ટોનિક, ઉત્તમ પૌષ્ટિક ગાનાતું ફળ છે ફાલસા.

ફાલસા ના ઝાડ અસરે ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા થાય છે. તેના પાન ગોળ, ધારવાળા, સુક્ષ્મ રુંવાટીવાળા અને બીલી ના પાન ની જેમ ત્રણ ત્રણ ના જુમ્ખા માં થાય છે.

Advertisement

તેના ફૂલ પીળાશ પડતા અને નાના હોય છે. તેના ફળ પીપળ ના ફળ જેવા, બોર જેવડા અને ગોળ હોય છે.

ફાલસા કાચા હોય ત્યારે લીલા રંગના અને કષાયરસ વાળા અને ખાટા હોય છે. પાકી જાય ત્યારે જાંબુડિયા રંગના કે રીંગણ જેવા રંગના અને ખટમીઠા હોય છે.

પાકા ફાલસા ખવાય છે અને તે ખુબ જ મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે. ગરમી ના દિવસોમાં તેનું શરબત બનાવીને પીવાય છે.

ભારત માં સર્વત્ર ફાલસાનું વાવેતર થાય છે, પરંતુ ઉત્તર ભારત માં તેનું વાવેતર પુષ્કળ પ્રમાણ માં થાય છે. ઘણા પ્રાચીન કાળ થી ફાલસા નો ઉપયોગ થતો આવ્યો છે.

ઉનાળા ના ધોમધખતા તાપ ની શરૂઆતમાં જ ફાલસા આવવા મંડી જાય છે. ઉનાળા ની ગરમ ઋતુમાં અબાલ વૃદ્ધ બધ માટે ફાલસાનું સેવન હિતકારી છે.

ફાલસા શરીર ને નીરોગી અને તંદુરસ્ત બનાવે છે. ફાલસા કેરોટીન સી અને વિટામિન્સ થી ભરપૂર છે.

ખાટા મીઠા ફાલસામાં સાઈટ્રીક એસીડ, એમીનો એસીડ, ગ્રેવીયાલોન, વગેરે પણ હોય છે.

તો ચાલો જણાવીએ આજે ફાલસા ના ઘરગથ્થું ઉપચાર અને તેનો ઉપયોગ કરવાની રીત.

ફાલસા ના ફાયદા અને ઘરગથ્થું ઉપચાર

પાકા ફાલસા પાકમાં મધુર શીતળ, ઝાડા ને રોકનારા પુષ્ટિ કરનારા છે. પિત્ત, બળતરા, લોહીનો બગાડ, તાવ, ક્ષય, અને વાયુનો નાશ કરનારા છે.

પાકા ફલ્સાના રસ માં પાણી મેળવી પીવાથી તૃષા રોગ મટે છે.

ફાલસા સાકર સાથે ખાવાથી બળતરા મટે છે. પાકા ફાલસા કફ નાશક હોવાથી હેડકી અને શ્વાસ રોગ માં ફાયદો કરે છે.

પાકા ફાલસા ના રસ માં પાણી મેળવી તેમાં સાકર અને થોડી સુંઠ ની ભૂક્કી નાખી શરબત બનાવી પીવાથી પિત્ત પર્કોપ મટે છે. આ શરબત રદય્રોગ માં પણ ફાયદાકારક છે.

Phalsa – ફાલસા ની છલના કોગળા કરવાથી ગળા ના રોગોમાં ફાયદો છે.

ફાલસા ના ફાયદા અને ઘરેલું ઉપચાર

ફાલસા ની છાલની ફાંટ પીવાથી પેશાબ ને લગતા બધા જ રોગો મટે છે. અને ડાયાબીટીશ માં પણ ફાયદો થાય છે.

ફાલસાની છાલ ની ઉકાળો પીવાથી આમવાત મટે છે.

ફાલસાની  છાલનો લેપ કરવાથી શારીરિક પીળા મટે છે, તેનો લેપ આમવાત માં પણ ફાયદો કરે છે. ફાલસા ના પાન તથા તેની કુમળી કડીઓનો લેપ કરવાથી ફોલ્લીઓ મટી જાય છે.

કાળા ફાલસા ની તાસીર ઠંડી હોય છે. સ્વાસ્થ્ય માટે લાભકારી હોવાની સાથે સાથે તે ગરમી થી પણ બચાવે છે.

phalsa na fayda | Falsa na fayda

મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડીયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ની ખાણ છે ફાલસા.

ફાલસા નું સેવન કરવાથી મગજ ની ગરમી અને ખુશ્કી દૂર થાય છે. અને મગજ ને ફ્રેશ રાખે છે.

વધારે પડતી ગરમીમાં ફરવાના કારણે શરીર પર લાલ ચક્કા થઇ જાય છે, બળતરા થાય છે, ત્વચા સોજી જાય છે. વગેરે ના ઇલાઝ માટે ફાલસા બેસ્ટ છે.

ફાલસા નું સેવન કરવાથી પિત્તાશય ની ગરમી દૂર થાય છે.

પેટ ની કબજિયાત અને અપચાને દૂર કરીને ભૂખ વધારે છે,

તેમાં રહેલા વિટામીન સી શરીર માં લોહતત્વ ને ભળવામાં મદદ કરે છે, અને જેના કારણે લોહી શુધ્ધ થાય છે, અને લોહીના વિકારો થતા નથી.

phalsa fruit benefits in Gujarati | ફાલસા ના ફાયદા

એન્ટી ઓક્સીડેન્ટ અને અનેક ખનીજ તત્વો થી ભરપૂર ફાલસા કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ને નિયંત્રિત રાખે છે. જેનાથી હૃદય રોગ નો હુમલો આવવા ની શક્યતાઓ ઘટી જાય છે.

પેશાબ સબંધિત બધી જ સમસ્યાઓમાં ફાલસા ઉપયોગી થાય છે. ૫ ગ્રામ ફાલસાના મૂળ ને ૫૦ મિલી પાણી માં પલાળીને રાખી દ્યો. તેને મસળી ને સવાર-સાંજ સેવન કરવાથી પેશાબ સબંધિત બધી સમસ્યાઓ માં ફાયદો થાય છે.

માસિકધર્મ દરમિયાન વધરે પ્રમાણ માં બ્લીડીંગ થાય છે તો ફાલસા નું સેવન કરવું  હિતકારી છે. ૧ ગ્રામ ફલ્સાની છાલા ને મુળિયા ને ચોખા ના ઓસામણ સાથે પીસીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

સંધિવા, ગઠીયોવા વગેરે સાંધા ના દુખાવામાં ફાલસા નું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. ફાલસા ના મુળિયા નો ઉકાળો બનાવીને પીવાથી ખુબ જ લાભ થાય છે.

ફાલસા ના ફળ ના નુકસાન

ફલ્સમાં એન્ટી હાઈપર ગ્લીસેમિક હોય છે જેના કારણે શરીર માં ગ્લુકોઝ ની માત્રા માં ઘટડો થઇ શકે છે. માટે ફાલસા નું વધારે પડતું સેવન કરવું જોઈએ નહિ.

ફાલસા માં રહેલા અલગ અલગ પોષક તત્વો મઠો કોઈપણ થી એલર્જી છે તો તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

Falsa Sharbat Recipe | ફાલસા નો શરબત બનાવવાની રીત

ફાલસા નો શરબત બનાવવા આપણે જોઇશે, ૨૦૦ ગ્રામ ફાલસા , ૨૫ ગ્રામ ગોળ, સિંધા નમક સ્વાદાનુસાર, ચપટી સેકેલા જીરું નો ભુક્કો.

ફાલસા ને સારી રીતે ધોઈને તેના ઠળિયા કાઢી લો. હવે પલ્પ ને મસળીને તેમાં થોડું થોડું પાણી નાખતા જી ને ગરણી ની મદદ થી ગાળી લ્યો.

હવે એક વાસણ માં આ પલ્પ, ઠંડુ પાણી, સેકેલા જીરું, સિંધા નમક મિલાવી ને સારી રીતે મિક્ષ કરી લો, બરફ ના કટકા નાખી ને ઠંડુ ઠંડુ સર્વ કરો.

ફાલસા ને સંબંધિત કેટલાક પ્રશ્નો

ફાલસા ના ફળ ને અંગ્રેજી માં શું કહેવાય?

અંગ્રેજી મા ફાલસા ને “ Black Currant ” તરીકે ઓળખવામાં આવે છે.

ફાલસા નો ટેસ્ટ કેવો હોય છે?

ફાલસા ખાવામાં ખાટા મીઠા હોય છે. દ્રાક્ષ જેવા ખાટા મીઠા લાગે છે.

Falsa or Phalsa fruit benefits in Gujarati

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી ફાલસા ના ફાયદા અને ઘરેલું ઉપચાર,ફાલસા નો શરબત બનાવવાની રીત, phalsa fruit benefits in Gujarati પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આંબા હળદર નું સેવન કરવાના ફાયદા | Aamba Haldar na fayda

કારેલા ના ફાયદા અને નુકશાન | કારેલા ના ઘરેલું ઉપચાર | Karela na fayda

કુલ્લકી શરબત બનાવવાની રીત | Kuluki Sarbar recipe in Gujarati

કાલા ખટ્ટા શરબત બનાવવાની સરળ રીત | kala khatta sharbat recipe in Gujarati

મોસંબી ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | mosambi na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement