ઘરે કાલા ખટ્ટા શરબત બનાવવાની સરળ રીત | kala khatta sharbat recipe

કાલા ખટ્ટા શરબત બનાવવાની રીત - kala khatta sharbat recipe
Image – Youtube/Papa Mummy Kitchen - Specials
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Papa Mummy Kitchen – Specials YouTube channel on YouTube આજે આપણે ઉનાળા મા ઠંડક આપાવે અને નાના બાળકો ને પસંદ આવતો શરબત કાલા ખટ્ટા શરબત બનાવવાની સરળ રીત , kala khatta sharbat recipe.

કાલા ખટ્ટા શરબત બનાવવાની સરળ રીત

કાલા ખાટ્ટા શરબત બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • ખાંડ ૧ કપ
  • ફૂડ લાલ કલર પા ચમચી
  • ફૂડ લીલો કલર ૧-૨ ચપટી
  • સંચળ ૧ ચમચી
  • મીઠું અડધી ચમચી
  • લીંબુ ના ફૂલ અડધી ચમચી
  • શેકેલ જીરું નો ભૂકો ૧ ચમચી
  • પાણી જરૂરત મુજબ
  • બરફ જરૂર મુજબ
  • સોડા જરૂર મુજબ

Kala khatta sharbat recipe

કાલા ખાટ્ટા શરબત બનાવવા સૌ પ્રથમ એક વાટકા માં પા ચમચી ફૂડ કલર લાલ ને  એક બે ચપટી ફૂડ કલર લીલો નાખી મિક્સ કરો ને તેમાં ૩-૪ ચમચી પાણી નાખી મિક્સ કરી કલર તૈયાર કરી એક બાજુ મૂકો

કાલા ખાટ્ટા શરબત બનાવવા ગેસ પર એક કડાઈ માં ૧ કપ ખાંડ નાખી તેમાં અડધો કપ પાણી નાખો ને ગેસ મીડીયમ તાપે હલાવો,

Advertisement

ત્યાર બાદ એમાં સંચળ ને મીઠું નાખી મિક્સ કરો,

ત્યાર બાદ એમાં લીંબુ ના ફૂલ ને શેકેલા જીરું નો પાવડર નાખી બરોબર હલાવો મિશ્રણ ને ૩-૪ મિનિટ હલાવ્યા પછી એમાં તૈયાર કરેલ ફૂડ કલર નું મિશ્રણ નાખો ને મિક્સ કરો ને ૫-૭ મિનિટ ચડાવો જેથી સીરપ ઘટ્ટ થઈ જાય

હવે તૈયાર સીરપ ને ઠંડુ થવા દયો સીરપ ઠંડુ થાય એટલે ગરની વડે તેને બીજા વાસણ માં ગાળી લ્યો ને કાંચ્ ની બોટલ માં ભરી લ્યો

જો તમે કાલા ખાટ્ટા શરબત ગોલા નો આનંદ માણવા માંગતા હો તો બરફ ને ક્રશ કરી તેના પર કાલા ખાટ્ટા શરબત ની એક બે ચમચી નાખો મજા માણો કાલા ખાટ્ટા શરબત ગોલા.

હવે કાલા ખાટ્ટા શરબત બનાવવા એક ગ્લાસ માં ૨-૩ કટકા બરફ નાખો તેમ ૨ ચમચી કાલા ખાટ્ટા શરબત નાખી તેમાં જો

કાલા ખાટ્ટા શરબત સોડા બનાવવો હોય તો સોડા નાખો ને જો કાલા ખાટ્ટા શરબત બનાવવો હોય તો પાણી નાખી મિક્સ કરી ઠંડો ઠંડો મજા માણો કાલા ખાટ્ટા શરબત.

 Kala khatta sharbat recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Papa Mummy Kitchen – Specials ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કુલ્લકી શરબત બનાવવાની રીત | Kuluki Sarbar recipe in Gujarati

વરીયાળી ના ફાયદા | વરિયાળીનું શરબત બનાવવાની રીત | વરીયાળી ના નુકસાન

બીલી નું ફળ બીલા ના ફાયદા અને બિલા ના ઘરેલું ઉપચાર | Bili fal na fayda

ઉનાળા અને શિયાળા મા બંને મા ઈમ્યુનીટી બુસ્ટ કરતો આદુ સ્ક્વોશ બનાવવાની રીત | Ginger Ale Squash

કોકમ ના ફાયદા અને નુકસાન | કોકમ ના ઘરેલું ઉપચારો | કોકમ નો શરબત બનાવવાની રીત

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement