ઉનાળા અને શિયાળા મા બંને મા ઈમ્યુનીટી બુસ્ટ કરતો આદુ સ્ક્વોશ બનાવવાની રીત | Ginger Ale Squash

આદુ સ્ક્વોશ બનાવવાની રીત - Immunity Booster Ginger Ale Squash recipe in Gujarati - ઈમ્યુનીટી બુસ્ટ કરતો આદુ શરબત - Ginger Ale Squash recipe
Image – Youtube/Kunal Kapur
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ઈમ્યુનીટી બુસ્ટ કરતો આદુ સ્ક્વોશ બનાવવાની રીત. ઈમ્યુનીટી બુસ્ટ કરતો આદુ શરબત  બનાવવાની રીત, Immunity Booster Ginger Ale Squash recipe in Gujarati

ઈમ્યુનીટી બુસ્ટ કરતો આદુ સ્ક્વોશ બનાવવાની રીત

ઇમ્યુનીટી બુસ્ટ આદુ સ્ક્વોશ બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • આદું ૧૫૦ ગ્રામ
  • ખાંડ/ગોળ સુધારેલો/મધ ૧-૨ કપ
  • હળદર લીલી એક નાનો ટુકડો / હળદર પાઉડર ૧ ચમચી
  • જરૂર મુજબ પાણી
  • લીંબુ નો રસ ૧
  • ફુદીનો ૩-૪ ચમચી

 Ginger Ale Squash recipe in Gujarati

ઇમ્યુનીટી બુસ્ટ આદુ સ્ક્વોશ બનાવવા સૌ પ્રથમ આદુ ને બરોબર ધોઈ ને છોલી લ્યો ત્યાર બાદ તેના કટકા કરી મિક્સર જાર માં આદુ, હળદર, ને એક કપ પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તૈયાર કરેલ પેસ્ટ ને ૧ થી દોઢ  લિટર જેટલું પાણી નાખી તેમાં એક કપ ખાંડ, ગોળ કે મધ નાખો ને ૨૫-૩૦ મિનિટ ગેસ પર મીડીયમ તાપે ચડાવો,

Advertisement

જ્યારે સીરપ નું  મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ને એક ગરણી વડે તેને બીજા વાસણ માં ગારી લ્યો ને ઠંડુ થવા દયો

આ સીરપ ના મિશ્રણ ને એક બોટલ માં ભરી ને ફ્રીઝ માં ૧-૨ મહિના સુધી સાચવી સકો છો ને જ્યારે શરબત બનાવો હોય ત્યારે વાપરી સકો છો.

ઉનાળા માટે ઇમ્યુનીટી બુસ્ટર આદુ સ્ક્વોશ બનાવવાની રીત

ઇમ્યુનીટી બુસ્ટ આદુ સ્ક્વોશ -શરબત  જો ઉનાળા માં બનાવવા હવે એક ગ્લાસ માં થોડો ફુદીનો કચરી ને નાખો ને તેમાં ૨-૩ કટકા બરફ ના નાખો,

તેના પર જરૂર પ્રમાણે ૨-૩ ચમચી તૈયાર કરેલ આદુ નું સીરપ મિશ્રણ નાખો ત્યાર બાદ ૧-૨ ચમચી લીંબુ નો રસ ને ૧-૨ ચમચી મધ નાખો ને જરૂર મુજબ પાણી નાખી (કે તેમાં તમે સોડા  નાખી ને પણ નાખી સકો છો),

બરોબર મિક્સ કરી ને ઠંડા ઠંડા  ઇમ્યુનીટી બુસ્ટ આદુ સ્ક્વોશ /શરબત નો આનંદ માણો.

શિયાળા માટે ઇમ્યુનીટી બુસ્ટર આદુ શરબત બનાવવાની રીત

ઇમ્યુનીટી બુસ્ટ આદુ સ્ક્વોશ – શરબત ને શિયાળા માં બનાવવા માટે એક ગ્લાસ માં તૈયાર કરેલ આદુ ની સીરપ નું મિશ્રણ લ્યો તેમાં લીંબુ નો રસ ૧-૨ ચમચી, ફુદીનો કચેરેલો નાખો ને ગરમ પાણી નાખી ને નવશેકું સેવન કરો ઇમ્યુનીટી બુસ્ટ આદુ  શરબત.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગરમી સ્પેશિયલ ફેમસ કુલ્લકી શરબત બનાવવાની રીત | kuluki sarbat ecipe in Gujarati

વાંચો વરીયાળી ના ફાયદા | વરીયાળી ના નુકસાન | વરિયાળીનું શરબત બનાવવાની રીત | વરિયાળીના ઘરેલું ઉપચારો

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement