ઘઉં ના લોટ ની પોચી અને ક્રિસ્પી ચકરી બનાવવાની રીત | Chakri recipe in Gujarati

ચકરી બનાવવાની રીત - ચકરી ની રેસીપી - ચકલી બનાવવાની રીત - chakli recipe in gujarati - chakri banavani rit - ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત - chakri recipe in Gujarati
Image – Youtube/Food se Fitness Gujarati
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું  ઘઉં ના લોટ ની પોચી અને ક્રિસ્પી ચકરી બનાવવાની રીત જે ઘઉં ના લોટ માંથી બનાવી છે એટલે હેલ્ધી પણ છે તો ચાલો જોઈએ, ચકરી ની રેસીપી, ચકલી બનાવવાની રીત, chakli recipe in Gujarati, chakri banavani rit.

Chakri banavani rit

ઘઉં ના લોટ ની ચકરી બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • ૨ કપ ઘઉં નો લોટ
  • પા કપ ચોખા નો લોટ
  • ૨-૩ ચમચી તલ
  • હળદર ૧ ચમચી
  • લાલ મરચાનો પાવડર ૧ ચમચી
  • ધાણા જીરું પાવડર ૧ ચમચી
  • ગરમ મસાલો ૧ ચમચી
  • તેલ ૧ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • નાનો ટુકડો આદુ અને ૩-૪ લીલા મરચા ની પેસ્ટ
  • તરવા માટે તેલ

Chakli recipe in Gujarati

ચકરી બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક વાસણ માં પાણી ગરમ મૂકો ને તેના પર ચારની મૂકી ઢાંકી ને પાણી ઉકળવા દો,

પાણી ગરમ થાય ત્યાં સુધી માં એક ચોખા કપડાં માં ઘઉં નો લોટ ને ચોખા નો લોટ ચારી ને લ્યો ને કપડા ની પોટલી બનાવી,

Advertisement

તેને ચારની પર મૂકી ઢાંકી ને ૧૦-૧૨ મિનિટ બાફ લ્યો ને ત્યાર બાદ પોટલી કાઢી ઠંડી થવા દયો ને મિશ્રણ ને કુટી ને ચારી લ્યો

ચારેલ લોટ ને એક વાસણ માં લઇ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર, પા ચમચી હળદર, ધાણા જીરું પાવડર, તલ, ગરમ મસાલો ને આદુ મરચા ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરો,

ત્યાર બાદ તેમાં એક ચમચી તેલ ઉમેરો ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં થોડી થોડી છાસ નાખતા જઈ રોટલી ના લોટ જેમ નરમ લોટ બધી લ્યો

હવે ચકરી કરવા ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ને થોડો થોડો ચકરી કરવા ના મશીન માં નાખી ગમતી સાઇઝ ની ચકરી પાડી લ્યો,

બધી ચકરી બની જાય એટલે તેને ફૂલ તાપે થોડી થોડી કરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને બધી જ ચકરી તરી લ્યો એટલે ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો ને મજા માણો ઘઉં ના લોટ ની ચકરી.

ઘઉં ના લોટ ની પોચી અને ક્રિસ્પી ચકરી બનાવવાની રીત – chakri recipe in Gujarati

 

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

અમારા દ્વારા આપવામાં આવેલ ચકરી બનાવવાની રીત, ચકરી ની રેસીપી, ચકલી બનાવવાની રીત, chakli recipe in gujarati, chakri banavani rit, ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત કેવી લાગે અચૂક જણાવજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘઉં ના લોટ નો ક્રિસ્પી નાસ્તો સમોસા ને પણ ભૂલી જશો

ઘરે બનાવો ઘઉંના લોટની હેલ્ધી ખસ્તા કચોરી – Khasta Kachori

ક્રિસ્પી વેજીટેબલ કટલેસ બનાવવાની રીત | Vegetable Cutlet recipe in Gujarati

ઘઉં ના લોટ ના જીરા બિસ્કીટ | Jeera biscuit recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement