ઘરે બનાવો ઘઉં ના લોટ ના જીરા બિસ્કિટ – Jeera Biscuit

Jeera Biscuit Recipe In Gujarati - જીરા બિસ્કીટ
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ઘઉંના લોટના જીરા બિસ્કીટ, Jeera Biscuit Recipe In Gujarati.

Jeera Biscuit Recipe In Gujarati

જીરા બિસ્કીટ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • એક વાટકી ઘઉંનો લોટ
  • એક ચમચી શેકેલું જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • પા વાટકી સોજી
  • અડધી ચમચી મરીનો ભૂકો
  • એક ચમચી કસુરી મેથી
  • અડધી ચમચી તલ
  • ત્રણથી ચાર ચમચી ઘી
  • જરૂર મુજબ દૂધ

જીરા બિસ્કીટ – Jeera Biscuit Recipe 

જીરા બિસ્કીટ બનાવવા એક વાટકામાં ઘઉંનો લોટ લ્યો, હવે તેમાં શેકેલું જીરું, સ્વાદ મુજબ મીઠું ,સોજી , મરીભૂકો, મેથી, તલ, અને ઘી નાખી હાથ વડી બરોબર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં જરૂર મુજબ દૂધ નાખી કઠણ લોટ બાંધી લો બાંધેલા લોટને થોડીવાર સાઈટ પર મુકી દો

લોટ બાંધ્યા બાદ થોડીવાર પછી તેના લૂઆ બનાવી મીડીયમ જાડી રોટલી જેવી ગોળ વણી તમને મનગમતા આકારમાં કાપી લો, હવે તળવા માટે એક કડાઈમાં ધીમા તાપે તેલ ગરમ મૂકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં કટ કરેલા જીરા બિસ્કીટ નાખી ધીમા તાપે બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરો.

Advertisement

હવે તૈયાર જીરા બિસ્કીટ ને ઠંડા થવા દો ત્યારબાદ એરટાઇટ બરણીમાં ભરી રાખો અને ગમે ત્યારે નાસ્તામાં ઉપયોગમાં લો.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગુંદ ના લાડુ બનાવવાની રીત | gund na ladu banavvani rit | gund na ladu recipe in gujarati

તાલ નો ગજક બનાવવાની રીત | tal no gajak banavvani rit | tal gajak recipe in gujarati

વેજ પુલાવ બનાવવાની રીત | vej pulav banavani rit | vej pulav recipe in gujarati

મૂળા ના મુઠીયા બનાવવાની રીત |muda na muthiya banavani rit | muda na muthiya recipe in gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement