શિયાળા સ્પેશિયલ ગુંદ ના લાડુ

Gund na ladoo recipe in Gujarati - ગુંદ ના લાડુ
Image - Youtube - Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું ગુંદ ના લાડુ જે ખાસ કરી ને શિયાળામાં બનાવવામાં આવે છે તો ચાલો જોઈએ રેસીપી, Gund na ladoo recipe in Gujarati.

Gund na ladoo recipe in Gujarati

ગુંદ ના લાડુ બનવા નીચે મુજબ સામગ્રી જોઈશે.

  • અડધો કપ ધી
  • 1 કપ ગોંદ
  • 2-3 ચમચી કાજુ ની કતરણ
  • 2-3 ચમચી બદામની કતરણ
  • 2-3 ચમચી કીસમીસ
  • દોઢ કપ નારિયળ છીણેલું
  • 2 ચમચી ખસખસ
  • પા કપ સૂકી ખજૂર ના થરિયા કાઢી પીસી લ્યો
  • પા ચમચી એલચી નો પાવડર
  • પા ચમચી જાયફળ પાવડર
  • 1 કપ ગોળ
  • જરૂર પ્રમાણે પાણી

ગુંદ ના લાડુ રેસીપી

 સૌ પ્રથમ એક કડાઈ માં અડધો કપ ઘી લઈ ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં થોડું થોડું કરી ને ગુંદ તરી લઈ કાઢી લ્યો ને ઠંડુ થવા દયો ને ઠંડા તારેલા ગુંદ ને હાથ વડે દબાવી ભૂકો બનાવી લ્યો

 ત્યાર બાદ એક જ કડાઈ માં એક ચમચી ઘી નાખીને ને કાજુ, બદામ ને કીસમીસ ને તરી ગુંદ ના વાસણ માં મૂકી દયો ત્યાર બાદ એજ કડાઈ માં છીણેલું નારિયળ નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી ને કાઢી લ્યો ત્યાર બાદ તેમાં ખસ ખસ નાખી સેકી ને કાઢી લ્યો

Advertisement

હવે એજ કડાઈ માં પીસેલા ખજૂર નો ભૂકો એક ચમચી ઘી નાખી સેકી લઈ ને કાઢી લ્યો ને છેલ્લે કડાઈ માં ગોળ માં એક બે ચમચી પાણી નાખી પાક તૈયાર કરી લ્યો ને તેને પણ પહેલા તારેલ બધી જ સામગ્રી સાથે મિક્સ કરો ને છેલ્લે તેમાં એલચી નો પાવડર ને જાયફળ પાવડર નાખી બરોબર મિક્સ કરો ને નાના નાના લાડુ તૈયાર કરી લ્યો તો તૈયાર છે ગુંદ ના લાડુ – Gund na ladoo recipe in Gujarati.

Gund na ladoo recipe વિડીયો:

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લચ્છા પરોઠા બનાવવાની રીત | lachcha parotha banavani rit | lachcha parotha recipe in gujarati

તંદુરી પાસ્તા બનાવવાની રીત| tanduri pasta recipe in gujarati

મિલ્ક પાવડર બરફી બનાવવાની રીત| milk pavdar barfi banavani rit

ગ્રોનેલા બાર બનાવવાની રીત | gronela bar recipe in gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement