રાજગરા ના ચીલા બનાવવાની રીત | Rajgara na chila banavani rit | Rajgara na chila recipe in gujarati

રાજગરા ના ચીલા બનાવવાની રીત - Rajgara na chila banavani rit - Rajgara na chila recipe in gujarati
Image credit – Youtube/TIKHA SWAD
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe TIKHA SWAD YouTube channel on YouTube આજે આપણે રાજગરા ના ચીલા બનાવવાની રીત – Rajgara na chila banavani rit શીખીશું જે તમે વ્રત ઉપવાસમાં માં હલકી ફુલકી ભૂખ માં જટ પટ બનવી ને તૈયાર કરી ખાઈ શકો છો તો ચાલો જાણીએ Rajgara na chila recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રાજગરા ના ચીલા બનાવવા જરૂરી સામગ્રી | Rajgara na chila recipe Ingredients

  • રાજગરા નો લોટ ½ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 1-2
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • છીણેલું બટાકા 1
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • બેકિંગ સોડા 1 ચપટી (ઓપ્શનલ છે)
  • ઘી / તેલ જરૂર મુજબ

Rajgara na chila recipe in gujarati | રાજગરા ના ચીલા બનાવવાની રીત

રાજગરા ના ચીલા બનાવવા માટે સૌ પ્રથમ ચારણી થી રાજગરા નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચાં સુધારેલ, લીલા ધાણા સુધારેલા, સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર ( જો તીખાશ ઓછી જોઈએ તો મરી પાઉડર ¼ ચમચી અને લીલા મરચા ઓછા નાખવા ), જીરું અને છીણેલું બટેકુ નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મીડીયમ ઘટ્ટ (ઢોસા ના મિશ્રણ જેટલું ઘટ્ટ ) મિશ્રણ તૈયાર કરી લ્યો ને પાંચ મિનિટ એક બાજુ મૂકો ( અહી તમે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરશો તો ચીલા ક્રિસ્પી અને સોફ્ટ બનશે)

Advertisement

હવે ગેસ પર એક તવી ને મિડીયમ તાપે ગરમ કરો તવી ગરમ થાય એટલે એમાં એક ચમચી ઘી /તેલ નાખો ફેલાવી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ ના એક બે કડછી નાખી એક સરખું ફેલાવી નાખો ને ગોલ્ડન શેકો (આટલા મિશ્રણ થી તમે બે ચીલા બનાવી શકશો)

નીચે ની બાજુ શેકાઈ જાય એટલે ઉપર ની બાજુ એક ચમચી ઘી /તેલ નાખી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો તૈયાર ચીલા ને તવિથા થી ઉતરી લ્યો ને આમ બીજો ચીલો પણ તૈયાર કરી લ્યો. આમ તૈયાર કરેલ ચીલા ને દહી કે લીલી ચટણી સાથે સર્વ કરો રાજગરા ના ચીલા.

Rajgara na chila banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TIKHA SWAD ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કોળા નું શાક બનાવવાની રીત | kola nu shaak banavani rit | kola nu shaak gujarati recipe

ટમેટા રસમ બનાવવાની રીત | tameta rasam banavani rit | tomato rasam recipe in gujarati

ચુર્રોસ બનાવવાની રીત | churros banavani rit | churros recipe in gujarati

કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati

કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati

દેશી ચણા નુ શાક બનાવવાની રીત | કાળા ચણા નું શાક બનાવવાની રીત |desi chana nu shaak banavani rit | kala chana nu shaak banavani rit

રવા મસાલા ઢોસા બનાવવાની રીત | rava masala dosa banavani rit | rava masala dosa recipe in gujarati

મસાલા પુરી બનાવવાની રીત | masala puri banavani rit | masala puri recipe in gujarati

ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | bharela parval nu shaak banavani rit | bharela parval nu shaak recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement