દેશી ચણા નુ શાક બનાવવાની રીત | કાળા ચણા નું શાક બનાવવાની રીત

desi chana nu shaak banavani rit - kala chana nu shaak banavani rit - દેશી ચણા નુ શાક બનાવવાની રીત - કાળા ચણા નું શાક બનાવવાની રીત
Image credit – Youtube/my bliss kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe my bliss kitchen YouTube channel on YouTube આજે આપણે દેશી ચણા નુ શાક બનાવવાની રીત – કાળા ચણા નું શાક બનાવવાની રીત શીખીશું. આ શાક જ્યારે કોઈ લીલા શાક ન ખાવા હોય કે કોઈ શાક ના સુજતા હોય ત્યારે બનાવો જે શાક રોટલી ભાત સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે ચણા ને પલાળવા ને બાફતી વખતે પડતી મુશ્કેલી ના સમાધાન સાથે શીખો desi chana nu shaak banavani rit , kala chana nu shaak banavani rit.

દેશી ચણા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | desi chana nu shaak banava jaruri samgri

  • દેશી ચણા 1 કપ
  • તેલ 3-4 ચમચી
  • ડુંગરી 1 ઝીણી સુધારેલી
  • ટમેટા 2 ઝીણા સુધારેલા
  • આદુ લસણ ની પેસ્ટ 1-2 ચમચી
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • જીરું 1 ચમચી
  • મરી 3-4
  • તજ ટુકડા 1 નાનો
  • તમાલપત્ર 1-2
  • મોટી એલચી 1
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • કસુરી મેથી 1-2 ચમચી
  • પાણી જરૂર મુજબ

દેશી ચણા નુ શાક બનાવવાની રીત | કાળા ચણા નું શાક બનાવવાની રીત

દેશી ચણાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ચણા ને સાફ કરી એને બે ત્રણ વાર પાણી થી ધોઈ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી 6-7 કલાક પલળવા મૂકો (જો એટલો સમય ના હોય તો થોડા ગરમ પાણી માં પલાડી દેશો તો બે ત્રણ કલાક માં પલળી જસે)

ચણા બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી કૂકરમાં બે ગ્લાસ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરો ને ગેસ પર ચાર પાંચ સીટી સુંધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી એની હવા નીકળવા દેવી (જો ચણા બરોબર ના પલળ્યા હોય તો બાફતી વખતે પા ચમચી ખાવા નો સોડા નાખી બાફસો તો બરોબર બફાઈ જસે) હવે ચણા ને પાણી અલગ કરી લ્યો ને પાણી ને ફેંકવું નહિ

Advertisement

ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તમાલપત્ર , તજ નો ટુકડો, મોટી એલચી ને મરી નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગળી નાખી ત્રણ ચાર મિનિટ શેકો ડુંગરી શેકાઈ ને થોડી નરમ પડે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો

હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર મિક્સ કરો ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો ટમેટા બરોબર ગરી જાય એટલે ચણા નું પાણી અલગ કરી ચણા ને ટમેટા માં નાખો ને બરોબર મિક્સ કરો ને ઢાંકી પાંચ મિનિટ શેકવા દયો

હવે ઢાંકણ ખોલી એમાં બાફેલા ચણાનું પાણી શાક માં નાખી મિક્સ કરો ને ઉકાળો ને મેસર વડે થોડા ચણા ને મેસ કરી લ્યો ને  મીડીયમ ઘટ્ટ ગ્રેવી બને એટલું ચડાવો (જો વધુ ગ્રેવી કરવી હોય તો એક કપ પાણી નાખવું)

છેલ્લે એમાં આમચૂર પાઉડર, ગરમ મસાલો ને લીલા ધાણા ને કસુરી મેથી નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ચડાવો

તૈયાર શાક ને રોટલી કે ભાત સાથે ગરમ ગરમ સર્વ કરો દેશી ચણાનું શાક.

desi chana nu shaak banavani rit | kala chana nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર my bliss kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak banavani rit | chocolate modak recipe in gujarati

સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu banavani rit | surti undhiyu recipe in gujarati

લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice banavani ri | lemon rice recipe in gujarati

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavvani rit

પંજાબી સમોસા બનાવવાની રીત | Punjabi samosa recipe in Gujarati

ગોળ ની ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement