ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત | ghau na lot na biscuit banavani rit

ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત - ghau na lot na biscuit banavani rit - ghau na lot na biscuit recipe
Image credit – Youtube/7 Star Kitchen
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe 7 Star Kitchen YouTube channel on YouTube આજે આપણે ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત – ghau na lot na biscuit banavani rit શીખીશું. બજારમાં મળતા બિસ્કીટ વધારે પડતાં તો મેંદા માંથી બનેલા હોય છે જે બાળકો ને મોટા બને માટે નુકસાનકારક હોય છે તો આજ આપણે ઘરે ઘઉંલોટ ના  બિસ્કિટ બનાવવાની રીત – ghau na lot na biscuit recipe શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી | ghau na lot na biscuit banava jaruri samgri

  • ઘઉંનો લોટ 2 ½ કપ
  • ઘી ¼ કપ
  • પીસેલી ખાંડ ½ કપ
  • કાજુ, પીસ્તા ને બદામની કતરણ 5 -6 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • નવશેકું પાણી ½ કપ
  • ચપટી મીઠું
  • તેલ /ઘી તરવા માટે

ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત | ghau na lot na biscuit banavani rit

ઘઉંલોટ ના  બિસ્કિટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પીગડેલું ઘી લ્યો એમાં પીસેલી ખાંડ , ચપટી મીઠું ને નવશેકું પાણી લ્યો ને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા ઠો ને ખાંડ ને બિલકુલ ઓગળી લ્યો

હવે એમાં કાજુ, બદામ ને પિસ્તાની કતરણ નાખો સાથે ખસખસ નાખી મિક્સ કરી લ્યો

Advertisement

હવે એમાં થોડો થોડો કરી ઘઉંનો લોટ નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી લેવો (લોટ સાવ નરમ પણ ના હોય ને બહુ કઠણ પણ ના રાખવો)

બાંધેલા લોટ ને ત્રણ ચાર ભાગ કરી લ્યો એક ભાગ ને લ્યો બાકી ના ને ઢાંકી ને એક બાજુ મૂકો હવે ઘી થી પાટલો વેલણ ને ગ્રીસ કરી લ્યો ને જે એક ભાગ લીધો એને મિડીયમ જાડો વણી લ્યો

હવે વણેલા રોટલા ને ફરીથી ફોલ્ડ કરી લ્યો ને ફરી એક વાર જાડો વણી લ્યો ને ફરી ચોરસ બને એમ ફોલ્ડ કરો આમ બે વખત ફોલ્ડ કરી કરવું

હવે તૈયાર ફોલ્ડ ને વણી ને મિડીયમ જાડો રોટલી(રોટલા જેટલી જાડી) જેમ વણી લ્યો ને કાટા ચમચીથી કાણા કરી/ અથવા ટૂથપિક  થી પિક કરી લ્યો જેથી બિસ્કીટ તરતી વખતે ફૂલે નહિ

ત્યારબાદ એમાંથી ગોળ ગોળ અથવા જે આકાર ના બિસ્કીટ બનાવવા હોય એ આકારના કુકી કટર થી કટ કરી લો ને સાઈડ માં બચેલા લોટ ને અલગ કરી લ્યો ને બંધાલા લોટ સાથે મિક્સ કરી લ્યો ને ગોળ બિસ્કીટ ને અલગ થાળી માં લઇ લ્યો તમે ચાહો તો અલગ અલગ આકારના બિસ્કીટ પણ બનાવી શકો છો કે બાળકો ને ખૂબ પસંદ આવશે

આમ બધા બિસ્કીટ તૈયાર કરી લેવા હવે ગેસ પર એક કડાઈમાં તેલ/ઘી ને ગરમ કરો તેલ/ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરો અને એમાં જેટલા આવે એટલા બિસ્કીટ ને સાવ ધીમા તાપે તરવા મૂકો

બિસ્કીટ ને તેલ માં નાખતા જ હલવા નહિ પરંતુ બે મિનિટ પછી બિસ્કીટ ઉપર આવે ત્યાર બાદ એને બીજી બાજુ ફેરવો આમ થોડી થોડી વાર ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને ત્યાર બાદ કાઢી લ્યો ને બીજા બિસ્કીટ ને તરી લ્યો

બધા બિસ્કીટ ને તેલ માંથી કાઢી ને મોટા વાસણમાં ઠંડા થવા દયો ને બિલકુલ ઠંડા થાય ત્યાર પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને ચા , દૂધ સાથે મજા લ્યો ઘઉંલોટ ના  બિસ્કિટ

ghau na lot na biscuit recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર 7 Star Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | gujarati dal dhokri banavani rit | dal dhokri recipe in gujarati

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma recipe in gujarati

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement