મસાલા પાવ સાથે પાવભાજી રેસેપી

Pav bhaji Recipe in Gujarati - Pav bhaji Recipe - પાવભાજી રેસેપી - મસાલા પાવ
Image - Youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો હવે શિયાળો નજીક આવી રહ્યો છે એટલે આપણે મસ્ત Yummy શાકભાજી મળવાના શરુ થશે અને આપણે ત્યારે પાવભાજી ના બનાવીએ તો કેમ ચાલે? આજે આપણે બનાવીશું મસાલા પાવ સાથે ની પાવભાજી રેસેપી, Pav bhaji Recipe in Gujarati.

Pav bhaji Recipe

પાવભાજી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે 

  • માખણ જરૂર મુજબ
  • તેલ જરૂર પ્રમાણે
  •  ૧ ચમચી જીરું
  • ૧ કપ ઝીણી સુધારેલી ડુંગરી પા કપ લસણ મરચાની પેસ્ટ,૧-૨ચમચી ધાણાજીરું નો ભૂકો
  • પા ચમચી હળદર
  • ૩-૪ ચમચી પાઉંભાજી ગરમ મસાલો
  • ૧ ઝીણા સુધારેલા કેપ્સીકમ
  • અડધો કપ બાફેલી ફુલાવર અડધો કપ બાફેલા વટાણા
  • ૩-૪  બાફેલા બટાકા
  • અડધી  બાફેલી ને છીણેલી બીટ
  • ૨ થી ૩ ઝીણા સુધારેલા ટમેટા

Pav bhaji Recipe in Gujarati

પાવભાજી રેસેપી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક બે ચમચી તેલ તથા ત્રણ ચાર ચમચી માખણ નાંખી ગરમ કરો માખણ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો જીરુ સંતળાય એટલે તેમાં ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો ડુંગરી ગોલ્ડન થાય ત્યાર પછી તેમાં લસણ મરચાની પેસ્ટ નાખી તેલ છૂટું થાય ત્યાં સુધી સાંતળો

બરોબર સંતળાઈ જાય એટલે તેમાં કેપ્સીકમ બાફેલી ફુલાવર વટાણા બટાકા બીટ તેમજ ટામેટા નાખી બરાબર મિક્સ કરો મિક્સ થઇ ગયા બાદ તેમાં ધાણાજીરું નો ભૂકો હળદર સ્વાદ મુજબ મીઠું પાવભાજી ગરમ મસાલો નાખી મેસર વડે મેસેજ કરો બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં જરૂર મુજબ પાણી નાખી બરોબર મિક્સ કરો અને ધીમે તાપે તેને ખદખદવા દો

Advertisement

ભાજી બરોબર ખદખદી જાય એટલે છેલ્લે તેમાં ફરી ત્રણ ચાર ચમચી માખણ નાંખી તેમજ ઝીણા સુધારેલા લીલા ધાણા નાંખી મિક્સ કરી ભાજી તૈયાર કરી લો,ભાજી સાથે પીરસવા એક તવા પર એક બે ચમચી માખણ નાખી તેમાં પા ચમચી પાવભાજી મસાલો નાખી તેમજ લીલા ધાણા નાખી પાઉં ને વચ્ચેથી કાપી બંને બાજુ શેકી લેવો.

તૈયાર મસાલા પાવ સાથે ની પાઉંભાજી ને માખણ સાથે  ગરમાગરમ ડુંગરી કાકડી ના સલાડ ને લીંબુ ના કટકા સાથે ગરમા ગરમ પીરસો .

રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વિડીયો: ઘરે બનાવો વડપાવ ક્વેસાડીલા(Vada pav Quesadilla)

વિડીયો: ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા – Instant Rava Masala Dhosa

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement