શરદી ની દવા | કફ ની દવા | કફ દૂર કરવાના ઉપાયો | sardi ni dava | kaf ni dava

શરદી ની દવા - કફ ની દવા - કફ દૂર કરવાના ઉપાયો - sardi ni ayurvedic dawa - sardi ni dava
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે દરેક વ્યક્તિ ને ક્યારેક ને ક્યારેક હેરાન સમસ્યા શરદી, ઉધરસ અને કફ વિશે ની માહિતી આપીશું, તો ચાલો જાણીએ, શરદી કફ ની દવા, શરદી માટે ઉપાય, કફ ની દવા, શરદી ના ઉપાય, sardi ni dava, sardi ni desi dava.

Estimated reading time: 7 minutes

આપને દરેક બદલાતી ઋતુ એક સમસ્યા દરેક ઋતુ માં સામાન્ય થતી જ હોય છે અને તે છે શરદી અને કફ, જયારે પણ ઋતુ બદલાય છે ત્યારે વાયરલ ઇન્ફેકશન શરુ થઇ જાય છે.

Advertisement

ઋતુ માં થતા ફેરફાર ની અસર આપણા શરીર પર પણ થાય છે. શિયાળો હોય કે ઉનાળો હોય કે પછી ચોમાસું હોય જો આપના શરીર ની રોગ પ્રતિકારક શક્તિ બરાબર હશે તો આપણને કોઈ પણ પ્રકાર નું વાયરલ ઇન્ફેકશન થશે નહિ,

પરંતુ જો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હશે તો દરેક્સંસ્યા આપણને અસર કરશે અને ખાસ શરદી. આમ તો શરદી ઋતુ માં થતા ફેરફાર ને લીધે જ થતી હોય છે પરંતુ આપણી ખાણી-પીણી ની ખરાબ આદતો ને લીધે મોસમ માં થતો થોડોક ફેરફાર પણ આપનું શરીર ઝીલી શકતું નથી,

માટે જરૂરી છે કે આપને આપણા શરીર ની ઈમ્યુંનીટી વધારીએ અને જો શરદી થઇ જાય છે તો તેને મટાડવા ના ઘરેલું અને આયુર્વેદિક ઉપચારો અપનાવીએ એવા જ અનેક આયુર્વેદિક અને ઘરે સરળતા થી થઇ શકે એવા ઉપચારો ની માહિતી આજના લેખ માં આપી છે,તો જરૂર વાંચો અને અજમાવી જોવો.

શરદી ના લક્ષણો

  • નાક માંથી પાણી નીકળવું
  • નાકમાં ખંજવાળ આવવી
  • ગાળામાં ખારાશ થવી
  • નાક બંધ થઇ જવું
  • માથા દુખાવો થવો અથવા માથું ભારે રહેવું
  • ઉધરસ, તાવ, છીંક આવવી

શરદી કફ ની દવા

૫ નંગ લીંડી પીપર,૪ નંગ કાળા મરી, એક ઇંચ આદુનો ટુકડો લઇ પીસીને પેસ્ટ બનાવો. તેમાં બે ચમચી મધ મીક્ષ્ કરીને દરરોજ સવારે નરણે કોઠે ચાટવાથી શરદી માં રાહત થાય છે.

આદુને લઇ ને ધોઈને સાફ કરીને તેને છીણી ને તેન રસ કાઢી લો, તેમાં ૧ ચમચી ચોખ્ખું મધ તથા ૧ ચમચી શુધ્ધ ઘી ઉમેરી મિક્ષ કરો, મિશ્રણ ના ત્રણ ભાગ કરીને દિવસમાં ત્રણ વખત પીઓ, આ પ્રયોગ ૧૦ દિવસ સુધી સતત હાલું રાખવાથી જૂની શરદી અને કફ માં અચૂક ફાયદો થાય છે.

જામી ગયેલા કફ ને દૂર કરવામાટે ચણોઠી ના મુળિયા લઈને તેને ચૂસવાથી ફાયદો થાય છે. તેવી જ ઇતે નાગરવેલ ના પાન પણ શરદી ને તરત જ ભગાડે છે,શરદી થઇ હોય ત્યારે નાગરવેલ ના પાન ને ખાંડ સાથે ચાવીને ખાઈ જવાથી ફાયદો થાય છે.

શરદી ની દવા | Sardi ni dava

વારંવાર થતી શરદી ને દૂર કરવામાટે કરો આ ઉકાળાનું સેવન. ૩ મરી અને ૫ લવિંગ ને વાટીને એક કપ પાણી નાખીને ઉકાળો, થોડું ઠંડુ પાડવા દો, પછી તેમાં અડધું લીંબૂ નીચોવીને સહેજ હુંફાળું કરીને પીવો, આ પ્રયોગ સતત ચાલુ રાખવાથી શરદી અને કફ માં ખુબ જ ફાયદો થાય છે.

ક્યારેક ક્યારેક શરદી થઇ હોય ત્યારે ગળા માં પણ અસહ્ય પીળા થતી હોય છે ત્યારે ઘઉંના લોટ ની રાબ/ ગરમાણું પીવાથી ખુબ જ ફાયદો થાય છે,

રાબ બનાવવા માટે ૨ ચમચા ઘઉં નો લોટ બ્રાઉન કલર નો સેકો, પછી તેમાં ૫૦૦ મિલી દૂધ નાખીને ઉકાળો તેમાં ૨ ચમચી ગોળ અને અડધી ચમચી સુંઠ નાખીને હુંફાળું જ પીવો, દૂધ ની બદલે પાણી પણ નાખીને બનાવી શકાય છે.

શરદીમાં તુલસી અમૃત સમાન કામ કરે છે. તુલસીનો ઉકાળો બનાવીને પીવાથી શરદીમાં રાહત થાય છે, તુલસીના માંજર ને રૂમાલ માં નાખીને સુંઘવાથી ઇન્હેલર જેવું કામ કરે છે.

શરદી માટે ઉપાય

મેથી અને અળસી ને ૩-૪ ગ્રામ જેટલી લઈને તેને ૧ ગ્લાસ પાણી માં ઉકાળી લો, જયારે તે સારી રીતે ઉકળીને તૈયાર થઇ જાય  એટલે તે પાણી ના ૧-૨ ટીપાં નાક માં નાખવાથી શરદીમાં રાહત મળે છે.

કાળા મરી ના ભુક્કા ને મધ સાથે ચાટવાથી શરદી માં રાહત થાય છે અને નાક માંથી પાણી વહેવાનું બંધ થઇ જાય છે.

અડધી ચમચી કાળા મરી ના ભુક્કા ને એક ચમચી સાકર સાથે મિક્સ કરીને તેને અડધા ગ્લાસ દૂધ માં નાખીને દિવસમાં બે વાર તેનું સેવન કરવાથી શરદી માં રાહત થાય છે.

લસણ ની ૪-૫ કડીઓ ને થોડાક ઘી માં તળી ને ખાવાથી શરદીમાં રાહત થાય છે.

Sardi ni desi dava | Sardi ni ayurvedic dawa

ગાય નું શુધ્ધ ઘી નાકમાં નાખવાથી શરદી માં રાહત થાય છે, નિયમિત ત્રણ મહિના સુધી આ પ્રયોગ કરવાથી શરદી માં કાયમ માટે છુટકારો મળી જાય છે.

જે વ્યક્તિઓને સાયનસ ની બીમારી છે તેઓએ ૫૦૦ મિલી પાણીમાં ૧/૨ ચમચી સુંઠ પાવડર, ૧/૪ મરી પાવડર, તથા ૧ ચમચી અજમો નાખી ઉકાળવું તેમાં ચપટી સોવા પણ નાખો. આખા દિવસ માં બે થી ત્રણ વાર આ પાણી હુંફાળું પીવું. સાયનસ ના દર્દીઓને આ ઉકાળો ખુબ જ અસર કરે છે.

ઘણી વખત કફ થઇ જવાને કારણે ખુબ જ દુખાવો થતો હોય છે, આ દુખાવાને દૂર કરવામાટે આ પ્રયોગ કરવા જેવો જેવો છે. ૧/૨ ચમચી ઘઉં નો લોટ લઇ તેમાં ૧/૨ ચમચી મધ ઉમેરી મિક્ષ કરીને દિવસમાં બે વાર ૧-૧ ચમચી આ ચાટણ ચાટવાથી અચૂક ફાયદો થાય છે.

કફ દૂર કરવાના ઉપાયો | એકદમ જાડો કફ નો ઉપાય | કફ ની દવા

ઘણી વખત શરદી જયારે જૂની થઇ જાય છે ત્યારે કફ પણ જુનો થઇ જતો હોય છે અને કફ અત્યંત જામી જાય છે એટલે કે કફ એકદમ જાડો થઇ જાય છે, આ જાડા કફ ને કાઢવા માટે આ પ્રયોગ કરો.

પાંચ નંગ અરડુસી ના તાજા પાન લાવીને તેનો રસ કાઢો, અડધો કપ ગરમ પાણી લઇ,ગરણી માં થોડી સુકી ચા ની ભૂક્કી રાખી તેના ઉપર થી પાણી રેડો, તેમાં અરડુસીનો તાજો કાઢેલો રસ, બે ચમચી મધ અને ચપટી સંચળ તથા સુકી હળદર ભેળવી દરરોજ સવારે પીવો.

થોડા દિવસ આ પ્રયોગ સતત ચાલુ રાખવાથી જાડો થયેલો કફ પાતળો બની ને તદ્દન બહાર નીકળી જશે.

શરદી માટે ઘરે જ બનાવો ઇન્હેલર

એક નાની બોટલ માં બે ગ્રામ મેન્થોલ, બે ટીપાં યુકેલિપટસ, થોડુક જ ટીપું લવિંગ નું તેલ, આ બધું મિક્ષ કરીને બોટલ નું ઢાકણ ઢાકી દો.

આ થયું ઘરેલું ઇન્હેલર, જયારે જયારે સુંઘવાનું મન થાય ત્યારે ઢાકણ ખોલી ને તેના પર કોટન નું કપડું રાખીને સુંઘવું.

છાતીમાં કફ અને માથાની ગરમી

માથાની ગરમી તથા બાઝેલો/જામેલો કફ દૂર કરવા તેનાથી છુટકારો મેળવવા જવ નો લોટ ખુબ જ ફાયદેમંદ છે.

૩૦ ગ્રામ જવનો લોટ, ૩૦ ગ્રામ ખાટા બોર નો માવો, અંજીર તથા અજમો આ બધું ભેગું કરી ને પીસી લો અને પછી તેને હુફાળા પાણી સાથે સેવન કરવાથી કફ આપોઆપ છૂટો પડીને બહાર નીકળી જાય છે.

હાંફી જવું

બદલાતી મોસમ ના કારણે જયારે શરદી ને કારણે હાફ ચડે છે ત્યારે આદું નો ટુકડો લઇ છોલી ને સાફ કરીને ધોઈને તેને પીસી અથવા છીણી ને તેનો આશરે ૧૦ મિલી જેટલો રસ કાઢીને તેમાં બે ચમચી મધ મિક્ષ કરીને આખા દિવસમાં એક વખત પીવાનું રાખવું, હાફ ચડતી બંધ થઇ જાય છે.

લોકોને મુંઝવતા પ્રશ્નો

શરદી થી બચવા શું કરવું જોઈએ?

આમ તો શરદી થી બચવા માટે ઘણા બધા પ્રયોગો છે. આદુના રસ માં મધ મિલાવીને ચાટવાથી શરદી માં રાહત થાય છે. આદું, તુલસી, લવિંગ, કળા મરીનો ઉકાળો પીવાથી પણ રાહત થાય છે.

શરદી માં શું ના ખાવું જોઈએ?

ઠંડા પદાર્થો નું સેવન કરવું જોઈએ નહિ, તળેલી વસ્તુઓ ખાવી નહિ. એવી વસ્તુઓ જે પાચનતંત્ર ને ખરાબ કરે છે તેનું સેવન કરવું નહિ.

શરદી ઉધરસ અને કફ થાય છે તો કઈ દવાઈ લેવી જોઈએ?

શરદી અને કફ માટે સૌથી શ્રેષ્ઠ ઘરગથ્થું દવા છે હળદર. હળદર માં એન્ટી વાયરલ અને એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે જે શરદી તાવ અને કફ સામે રક્ષણ પૂરું પડે છે. બંધ નાક અને ગળા ની ખારાશ ને દૂર કરવામાં મદદ કરે છે. શરદી થઇ હોય કે તાવ આવી ગયો હોય કે કફ થઇ ગયો હોય આ બધા માં એક જ ઉપાય બેસ્ટ છે હળદર વાળું દૂધ નું સેવન.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

નાના બાળકોને કફ થવાના કારણ અને તેને દૂર કરવાના 6 ઉપાય | Kaf thava na karan

જીંજર કેન્ડી રેસીપી જે શરદી ઉધરસ માટે ફાયદાકારક છે | Ginger candy recipe

ઉધરસ મટાડવા માટેના ઘરગથ્થું ઉપાયો | cough treatment home remedy

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement