આજ ના આર્ટીકલ ની અંદર અમે દાંત વિશે માહિતી લાવ્યા છીએ જેમાં દાંત ના દુખાવા નો ઈલાજ, દાંતની સફાઈ કરવાની રીત, વિવિધ પ્રકાર ના દાતણ અને તે દાતણ ના ફાયદા
Table of contents
- દાંત ની માહિતી
- દાંતની સફાઈ કરવાની રીત અને દાંત ના ડાઘા દુર કરવાના ઉપાય
- વિવિધ પ્રકાર ના દાતણ અને તેના ફાયદા
- દાંત ના દુખાવા નો ઈલાજ | દાંત દુખાવાની દવા | Dant na dukhava no ilaj
- પેઢામાં સોજો આવી જાય ત્યારે ઘરેલું ઉપચાર | પેઢાનો સોજો દુર કરવાના ઉપાય
- દાંત માંથી લોહી નીકળવાની સમસ્યા નો ઉપાય
- વિવિધ પ્રકાર ના દંતમંજન બનાવવાની રીત
- દાંત ને સંબંધિત કેટલાક મુજવતા પ્રશ્નો
દાંત ની માહિતી
સફેદ ચમકતા દાંત કોને પસંદ ના હોય, સફેદ અને ચમકતા દાંત આપણા વ્યક્તિત્વ ને ચાર ચાંદ લગાવી દે છે,
આજના જમાના માં આવા દાંત મેળવવા માટે ઘણા લોકો પાણી ની જેમ પૈસા વેડફી નાખે છે.
જાણતા અજાણતા કેમિકલ યુક્ત ઉત્પાદનો નો ઉપયોગ કરીને દાંત ને નુકસાન પહોચાડે છે અને તેના પરિણામ સ્વરૂપે દાંતો ની પીળાશ નો સામનો કરવાનો વારો આવે છે.
આમ તો દાંત ની બીજી ઘણી બધી બીમારિયો હોય છે, જેમકે, પેઢા માંથી લોહી નીકળવું,દાંત માં સડો થઇ જવો, દાંત પીળા પડી જવા વગેરે.
કુદરતે આ બધી બીમાંરીઓં થી બચવા માટે આપણને ઘણી બધી ઔષધિઓ આપી છે, તેનો ઉપયોગ કરી ને તમે આ બીમારીઓ માંથી છુટકારો મેળવી શકો છો.
દાંતની સફાઈ કરવાની રીત અને દાંત ના ડાઘા દુર કરવાના ઉપાય
દરરોજ ટૂથબ્રશથી દાંત સાફ કરવાથી દાંતનું ઉપલું પડ સ્વચ્છ દેખાય છે પણ લગભગ તમામ ટૂથપેસ્ટમાં દાંત નું ઉપલું પડ ઘસી નાખે તેવા પદાર્થો હોય છે
એટલે જ દાંતની ઉપલી સપાટીના રક્ષણ માટેજ ટૂથબ્રશના રેશા વધારે મુલાયમ હોય તેજ ટૂથબ્રશ વાપરવાનું કહેવામાં આવે છે.
દાંતની વચ્ચે ખાલી પડેલી જગ્યાઓમાં ખાદ્ય પદાર્થોના નાના નાના કણ ભરાઈ જતા હોય છે, ક્યારેક બ્રશ કરવા છતાંપણ આ કણ નીકળતા નથી.
તેનાથી જ દાંતમાં મેલ જામે છે લગભગ ૨૫% લોકોના દાંત આ મેલ ના કારણે જ પીળાશ પડતા અને ડાઘવાળા થઇ જાય છે માટે જ મેલ, ડાઘ, અને પીળાશ દૂર કરે તેવી જ આયુર્વેદિક ટૂથપેસ્ટ વાપરો.
તો ચાલો વિવિધ પ્રકાર ના દાતણ દ્વારા દાંત ની સફાઈ કરી શકાય અને તેમના ફાયદા વિશે નીચે માહિતી આપી છે.
વિવિધ પ્રકાર ના દાતણ અને તેના ફાયદા
બાવળ નું દાતણ
બાવળ નું ઝાડ વર્ષો થી દાંતો ની સફાઈ કરવામાટે ઉપયોગ થતું આવ્યું છે. તમે જોશો તો આજ ઘણી બધી ટૂથપેસ્ટ માં બાવળ નો ઉપયોગ થાય છે.
બાવળ ની ડાળખીઓ માં આવેલું ટેનિન પીળા દાંતો ને સફેદ કરવામાં મદદ કરે છે.
લિમડા નું દાતણ
લિમડો એક એવું વૃક્ષ છે ઘણી બધી બીમારીઓ માં કામ આવે છે.
લિમડામાં માત્ર કસદાર પદાર્થ જ નહિ, પણ તેની ડાળખીઓ માં એન્ટી સેપ્ટિક ગુણો હોય છે જે તમારી શ્વાસ ની દુર્ગંધ ને દૂર કરે છે, દાંતો ને મજબૂત બનાવે છે અને સાથે સાથે કેવિટી થી પણ બચાવે છે.
વડ નું દાતણ
વડ ના મુળિયા માં એક જાત નું કસદાર પદાર્થ હોય છે. જે ઝાડ મોટું થતા તેની ડાળખીઓ માં પહોચી જાય છે.
તેની ડાળખી નો ઉપયોગ દાતણ તરીકે કરી ને તમારા દાંતો ની પીળાશ ને દૂર કરી શકો છો.
દાંત ના દુખાવા નો ઈલાજ | દાંત દુખાવાની દવા | Dant na dukhava no ilaj
બારીક વાટેલી સૂઠ તથા નવસાર સરખા ભાગે લઈને મિક્સ કરો, ચપટી ચૂરણ રૂના પૂમડા માં વીટી ને દુખતા દાંતના પેઢા પર ડાબી દ્યો દર્દ માં રાહત મળી જશે.
તુલસીના પાંચ પાન લઇ તેમાં પાચ દાણા મરીના નાખી ને વાટીને રાખો, હવે આ ચટણી જેવું ચૂર્ણ દાંતના પેઢા પર દાબવી દો, તેનાથી દુખતા દાંતના દર્દ માં ખુબ જ રાહત થાય છે.
લવિંગનું તેલ અને તલનું તેલ બન્ને સરખા ભાગે લઈને મિક્સ કરવું, તેમાં સહેજ કપૂર નાખો હવે આ મિશ્રણ રૂં પર લઈને દુખતા દાંત ના પેઢા પર મુકવાથી રાહત થાય છે, લવિંગ નું તેલ ડાયરેક્ટ પેઢા પર લગાવવું નહિ કેમકે તેનાથી ગાલ માં છાલું પડી શકે છે.
સુંઠ, મરી ફટકડી સરખા ભાગે લઈને મિક્ષ કરીને તેને પેઢા પર લગાવી શકાય છે.
એક ચમચી કોફી પાવડર એક કપ પાણીમાં ઉકાળી ઠંડુ પડતા હુંફાળું થાય એટલે ગાળી એ હુફાળા પાણીના કોગળા કરવાથી દુખાવામાં રાહત થાય છે.
મેન્થોલ, થાઈમોલ અને ભીમસેનીકપૂરને સરખા ભાગે લઈને એક બોટલ માં ભેગા કરી લો, તે પોતાની રીતે ઓગળી જશે. તેમાં થી એક ટીપું લઇ અને તલ ના તેલ નું એક ટીપું રૂં માં લઈને દુખતી દાંત ના પેઢા પર દબાવી રાખવા થી આરામ રહે છે.
ચણોઠી નું મૂળ લાવીને તેને ચાવીને તેનું દાતણ કરવાથી પણ ફાયદો થાય છે.
પેઢામાં સોજો આવી જાય ત્યારે ઘરેલું ઉપચાર | પેઢાનો સોજો દુર કરવાના ઉપાય
ઘણી વાર દાંત દુખવાની સાથે સાથે પેઢા પર પણ સોજા આવી જતા હોય છે અને દાંત નો દુખાવો અસહ્ય બની જાય છે, તેવામાં નીચે આપેલ ઉપચાર કરવાથી અવશ્ય ફાયદો થાય છે.
૨૦ ગ્રામ ફટકડી, ગુલે અરમાની(એક પ્રકારની માટી) ૧૦ ગ્રામ, ખેરસાર ૧૦ ગ્રામ લઈને બારીક વાટી લો, દરરોજ સવારે અને રાત્રે હળવેક થી આ ચૂર્ણ પેઢા પર ૧૦ મિનીટ લગાવી રાખો ત્યારબાદ કોગળા કરી નાખવા.
દાંત માંથી લોહી નીકળવાની સમસ્યા નો ઉપાય
અરડુસી ના પાનનો તાજો રસ ૧ ચમચી લઇ ૧ ચમચી મધમાં મિક્ષ કરીને પેઢા પર લગાવી થોડી વાર મોઢામાં રહેવા દો.
સાત દિવસ આ પ્રયોગ કરવાથી અચૂક ફાયદો થાય છે.
વિવિધ પ્રકાર ના દંતમંજન બનાવવાની રીત
અલગ અલગ પ્રકારના 2 ઘરગથ્થું દંતમંજન વિષે નીચે માહિતી આપવામાં આવી છે જે ઘરે બનાવો અને દાંત ને મજબૂત અને સફેદ બનાવો
૧) દંતમંજન બનાવવાની રીત પ્રથમ
દંતમંજન બનાવવા જરૂરી સામગ્રી
- ૫૦૦ ગ્રામ ચોક પાવડર
- ૧૦૦ ગ્રામ ફુલાવેલી ફટકડી
- ૧ ગ્રામ મેન્થોલ
- ૫ ગ્રામ કપૂર
- ૨૦ ગ્રામ સોડીયમ બેન્ઝોએટ
- ૫ મિલી લવિંગ નું તેલ
- ૫ મિલી તજનું તેલ
- ૫૦ ગ્રામ ફુલાવેલો ટંકણખાર
- ૫ મિલી તલ નું તેલ
- ૧૦૦ ગ્રામ બોરસલી ના પાન
- ૨૫૦ ગ્રામ પાણી ૫૦ મિલી ઇરીમીદાદી તેલ
૧) દંતમંજન બનાવવાની રીત પ્રથમ
૫૦ ગ્રામ ઈરીમીદાદી તેલ સિવાય ની બધી જ સામગ્રીને ભેગી કરીને પાણી નાખીને એકદમ બારીક પેસ્ટ બનાવી લો, પછી આ પેસ્ટ ને ગરણી ની મદદ થી ગાળી લો.
હવે તેમાં જો ટૂથપેસ્ટ બનાવવા માટે જરૂરી લાગે એટલું પાણી નાખો અને પછી તેમાં ૫૦ મિલી ઈરીમીદાદી તેલ ઉમેરી હલાવી ને બોટલ માં ભરી લો.
તૈયાર છે દંતમંજન સ્વરૂપે ટૂથપેસ્ટ. દરરોજ સવારે અને રાત્રે આ મંજન થી બ્રશ કરવાથી દાંત ના તમામ પ્રકાર ના દુખાવામાં રાહત મળે છે, દાંત સફેદ થાય છે.
પેઢા અને દાંત પર આં પેસ્ટ ૧૦ મિનીટ સુધી લગાવી રાખીને પછી કોગળા કરશો તો ઉત્તમ પરિણામ મળશે.
2) દંતમંજન બનાવવાની રીત બીજી
દંતમંજન બનાવવા જરૂરી સામગ્રી
- ૨૦ નંગ ભીલામાં
- અખરોટ ના છોતળા
- તુવેરની દાળ
દંતમંજન બનાવવાની રીત બીજી
આ ત્રણેય વસ્તુને મિક્ષ કરીને એક માટલામાં ભરીને ઢાંકણું ઢાંકીને તેના ઉપર લોટ બાંધીને ફીટ કરી દો.
હવે ઊંધું મૂકી આસપાસ છાણાં, કચરો ગોઠવી બાળો, ઠંડુ થાય એટલે કાઢીને તેમાં ૨૦ ગ્રામ સિંધા નમક નાખીને મિક્ષ કરી લો.
દરરોજ આ ભસ્મ માં અડધી ચમચી તલનું તેલ્ મિક્સ કરીને દાંત પર લગાવો અથવા તેના વડે મંજન કરો.
દાંત ને સંબંધિત કેટલાક મુજવતા પ્રશ્નો
હા લીંબૂ થી દાંત ની સફાઈ કરી શકાય છે, લીમ્બૂમાં સાઈટ્રીક એસીડ નો ભાગ હોય છે જે નેચરલ બ્લીચીંગ નું કામ કરે છે, તેના ઉપયોગ થી દાંત ની પીળાશ દૂર કરી શકાય છે. લીંબૂ ની છાલ ને બ્રશ કાર્ય પછી દાંત પર ઘસી સકાય છે.
ઉમર નું વધવું, સરખી રીતે દાંત ની સફાઈ ના થવી, કોફી, ચાય, ગુટખા વગેરે જેવા કેફી દ્રવ્યોનું વધારે પડતું સેવન અથવા તો વારસાગત કારણો ને લીધે દાંત પીળા થઇ જાય છે.
એક ચમચી સરસીયું તેલમાં અડધી ચમચી હળદર નાખીને મિલાવીને પેસ્ટ બનાવીને આંગળીના ટેરવાની મદદ થી દાંત પર ઘસવું, દરરોજ આ પ્રયોગ કરવાથી દાંત મજબૂત થાય છે અને પીળા પડતા નથી.
પેઢા સોજી જવાના ઘણા બધા કારણ જવાબદાર છે. જેમાં બેકટેરીયલ ઇન્ફેકશન, ફંગલ ઇન્ફેકશન, પોષક તત્વો ની ઉણપ, ગર્ભાવસ્થા દરમિયાન, વિટામીન સી ની ઉણપ વગેરે કારણો જવાબદાર છે.
બેકિંગ સોડા વડે દાંત ની સફાઈ કરી શકાય છે, એક ચપટી બેકિંગ સોડા લઈને દાંત પર ઘસવાથી દાંત ની પીળાશ દૂર કરી શકાય છે, બેકિંગ સોડા માં મીઠું નાખીને પણ ઉપયોગ કરી શકાય છે.
શરીર માં કેલ્શિયમ ની ઉણપ ને લીધે, પેઢા ખરાબ થઇ જવાને લીધે, દાંત અને મોઢાની સારી રીતે સફાઈ નાથવાને લીધે, પાયોરિયા થઇ શકે છે. આ રોગ માં પેઢા પીળા પડી જાય છે, અને ખરાબ થઇ જાય છે અને તેમાંથી લોહી નીકળવા લાગે છે. શ્વાસમાં દુર્ગંધ આવવા મંડે છે.
આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી દાંત ના દુખાવા નો ઈલાજ, વિવિધ પ્રકાર ના દાતણ, દંતમંજન બનાવવાની રીત ની માહિતી પસંદ આવી હશે.
નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો
ઉધરસ મટાડવા માટેના ઘરગથ્થું ઉપાયો | cough treatment home remedy
માટલાનું પાણી પીવાના ફાયદા | Matla nu pani pivana fayda in Gujarati
આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.
નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,
કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે