અખરોટ કેળા ના કપ કેક બનાવવાની રીત | Akhrot kela na cupcake banavani rit

અખરોટ કેળા ના કપ કેક બનાવવાની રીત - Akhrot kela na cupcake banavani rit - Akhrot kela na cupcake recipe in gujarati
Image credit – Youtube/CookingCarnival
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે અખરોટ કેળા ના કપ કેક બનાવવાની રીત – Akhrot kela na cupcake banavani rit શીખીશું. કપ કેક હોય કે કેક બાળકો ને ખૂબ પસંદ આવતા હોય છે do subscribe CookingCarnival YouTube channel on YouTube  If you like the recipe. જ્યારે પણ જોવે એમને ખાવા હોય છે તો આજ આપણે ઘરે કપ કેક તૈયાર કરી બાળકો ને ટિફિન માં કે પછી નાસ્તા માં બનાવી ને ખવરાવી શકાય એવા હેલ્થી કપ કેક બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ Akhrot kela na cupcake recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

અખરોટ કેળા ના કપ કેક બનાવવા જરૂરી સામગ્રી | cupcake Ingredients in gujarati

  • પાકા કેળા 2
  • તેલ ¼ કપ
  • વેનીલા એસેંસ ½ ચમચી
  • બ્રાઉન સુગર / ખાંડ / છીણેલો ગોળ 3 ચમચી
  • ઘઉંનો લોટ /મેંદા નો લોટ ¾ કપ
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • અખરોટ ના કટકા ¼ કપ
  • બેકિંગ સોડા ¼ ચમચી

અખરોટ કેળા ના કપ કેક બનાવવાની રીત | Akhrot kela na cupcake recipe in gujarati

અખરોટ કેળા ના કપ કેક તમે જો ઓવેન માં મુકવા હોય તો દસ મિનિટ 180 ડિગ્રી પ્રિ હિટ કરવા મૂકો ને જો કડાઈ માં બનવા હોય તો કાંઠો મૂકી ઢાંકી દસ મિનિટ ગરમ થવા દયો.

 ત્યાં સુંધી કેક નું મિશ્રણ તૈયાર કરીએ એને જે કપ માં મુકવામાં માંગતા હો એને પણ તેલ કે ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો

Advertisement

સૌપ્રથમ એક વાસણમાં પાકા કેળા ને મેસ કરી ને લ્યો ત્યાર બાદ એમાં વેનીલા એસેન્સ, તેલ, ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ચારણી થી ચાળી લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં અખરોટ ના કટકા નાખો ને ફરીથી મિક્સ કરી લ્યો ( અહી કેક ને હેલ્થી બનાવવા મેંદા ની જ્યએ ઘઉં નો લોટ  કે મલ્ટી ગ્રેન લોટ ને ખાંડ ની જગ્યાએ ગોળ નાખી શકો છો )

હવે તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ કે કપ માં નાખો ને ઓવેન માં પંદર વીસ મિનિટ મૂકો અથવા કડાઈ માં મૂકી પંદર વીસ મિનિટ મિડીયમ તાપે ચડાવી લ્યો.

 કેક ને વીસ મિનિટ પછી એક વખત ટૂથ પિક થી ચેક કરી લ્યો જો ટૂથ પિક કોરી આવે તો ચડી ગયા છે ને એને બહાર કાઢી ઠંડા કરી લ્યો ને ડી મોલ્ડ કરી મજા લ્યો અખરોટ કેળા ના કપ કેક

Akhrot kela na cupcake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingCarnival ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાલક વટાણા ની પૂરી બનાવવાની રીત | Palak vatana ni puri banavani rit

ડ્રાયફ્રૂટ ચોકલેટ ફઝ બનાવવાની રીત | dry fruit chocolate fudge recipe in gujarati | dryfruit chocolate fudge banavani rit

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banava ni rit

ગુલાબ જામુન રેસિપી | ગુલાબ જાંબુ બનાવવાની રીત | Gulab jamun recipe in gujarati | gulab jambu banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement