ઘરે લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત – Lili dungli ni kadhi banavani rit શીખીશું. લીલી ડુંગળી ઠંડી ની ઋતુ માં માર્કેટ માં ખૂબ સરસ મળી જાય છે, do subscribe Seema ka Tadka YouTube channel on YouTube If you like the recipe , અને લીલી ડુંગળી ની કઢી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ કઢી ને તમે રોટલી, રોટલા કે ભાત સાથે ખાઈ શકો છો. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ડુંગળી ની કઢી બનાવતા શીખીએ.
લીલી ડુંગળી ની કઢી બનાવવા જરૂરી સામગ્રી
- દહી ½ લીટર
- બેસન 4-5 ચમચી
- ઘી 4-5 ચમચી
- રાઈ 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- મેથી દાણા ½ ચમચી
- લીમડા ના પાન 8-10
- હળદર ½ ચમચી
- લીલી ડુંગળી ના પાન સુધારેલા 1 કપ
- લીલી ડુંગળી નો આગળ નો સફેદ ભાગ 2 ચમચી
- પાણી 2 ગ્લાસ
- સ્વાદ પ્રમાણે મીઠું
- જીરું 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત
લીલી ડુંગળી ની કઢી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દહી લ્યો. હવે તેને વીસ્ક ની મદદ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં બેસન નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં, મેથી દાણા અને લીમડા ના પાન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં હળદર અને દહી નું મિશ્રણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી ઉકાળી લ્યો. સાથે હલાવતા રહેવું જેથી દહી ફાટે નહિ.
તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુધારીને રાખેલ લીલી ડુંગળી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કઢી ને દસ થી પંદર મિનિટ સુધી ઉકાળી લ્યો.
તેમાં જીરું ને હાથ થી મસળી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણી ટેસ્ટી લીલી ડુંગળી ની કઢી. હવે તેને રોટલી, રોટલા કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ લીલી ડુંગળી ની કઢી ખાવાનો આનંદ માણો.
Lili dungli ni kadhi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Seema ka Tadka ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બચેલી રોટલી નો નાસ્તો બનાવવાની રીત | Bacheli rotli no nasto banavani rit
દૂધ વાળી બ્રેડ બનાવવાની રીત | Dudh vari bread banavani rit
સમોસા પૂરી બનાવવાની રીત | Samosa puri banavani rit | Samosa puri recipe in gujarati
રીંગણ ના ભજીયા બનાવવાની રીત | ringan na bhajiya banavani rit | ringan na bhajiya recipe in gujarati
ખમંગ કાકડી બનાવવાની રીત | khamang kakdi banavani rit | khamang kakdi recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે