શિંગોડાનો લોટ ની બરફી બનાવવાની રીત | singoda na lot barfi recipe in gujarati

શિંગોડાનો લોટ ની બરફી - singoda na lot ni barfi - શિંગોડાનો લોટ ની બરફી બનાવવાની રીત - singoda na lot ni barfi - singoda na lot ni barfi banavani rit - singoda na lot barfi recipe in gujarati
Image credit – Youtube/Sunita Agarwal
Advertisement

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે શિંગોડાનો લોટ ની બરફી બનાવવાની રીત – singoda na lot ni barfi banavani rit શીખીશું, do subscribe Sunita Agarwal YouTube channel on YouTube If you like the recipe , વ્રત કે ઉપવાસ માં એક વાર શિંગોડા ના લોટ ની બરફી જરૂર બનાવો. ખૂબ જ ટેસ્ટી બને છે. અને સરળતાથી તૈયાર થઈ જાય છે. એક વાર બનાવ્યા પછી તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો આજે આપણે singoda na lot barfi recipe in gujarati શીખીએ.

શિંગોડાનો લોટ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • શિંગોડા નો લોટ ૧ કપ
  • ખાંડ ૧ કપ
  • ઘી ૩ ચમચી
  • પાણી ૩ કપ
  • એલચી પાવડર ૧/૪ ચમચી
  • બદામ ની કતરણ ૧ ચમચી
  • પિસ્તા ની કતરણ ૧ ચમચી

શિંગોડાનો લોટ ની બરફી બનાવવાની રીત | singoda na lot barfi recipe in gujarati

શિંગોડા ના લોટ ની બરફી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો . હવે તેમાં શિંગોડા નો લોટ નાખો. ત્યાર બાદ સરસ થી લોટ ગોલ્ડન બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. જરા પણ લમ્સ ના રહે એ રીતે સરસ થી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ફરી થી એક કપ પાણી નાખો. હવે ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ ચાલુ કરી લ્યો.

Advertisement

હવે તેમાં ખાંડ નાખો. અને તવીથા ની મદદ થી હવે સરસ થી હલાવતા રહો. જેથી બરફી નીચે ચોંટે નહિ. હવે બરફી નું મિશ્રણ ધીમે ધીમે હાર્ડ થવા લાગશે. જેથી સતત હલાવતા રેહવુ. જ્યારે મિશ્રણ માંથી ઘી છૂટું પડે અને કઢાઇ માં ચોટવાનું બંધ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દયો. હવે તેમાં એલચી નો પાવડર નાખી બરફી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

  એક પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બરફી ના મિશ્રણ ને નાખો. અને સરસ થી ફેલાવી લ્યો. ત્યાર બાદ તેના ઉપર બદામ અને પીસ્તા ની કતરણ નાખો. અને સરસ થી તાવિથા થી દબાવી લ્યો. ત્યાર બાદ બરફી ને ઠંડી થવા દયો.

હવે તૈયાર છે શિંગોડા ના લોટ ની બરફી. હવે ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો. અને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. હવે વ્રત કે ઉપવાસ માં ટેસ્ટી શિંગોડા ના લોટ ની બરફી ખાવાનો આનંદ માણો.

singoda na lot barfi recipe in gujarati notes

  • ખાંડ નું પ્રમાણ તમે તમારા હિસાબ થી વધારે ઓછું કરી શકો છે.

singoda na lot ni barfi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sunita Agarwal ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પીઝા મઠરી બનાવવાની રીત | Pizza mathri banavani rit | Pizza mathri recipe in gujarati

સરગવાના પાંદ ની ચટણી બનાવવાની રીત | sargva na paan ni chutney banavani rit

દૂધી માંથી પનીર બનાવવાની રીત | Dudhi mathi paneer banavani rit

પાણીપુરી ના પાણી નું પ્રિમિક્ષ | pani puri na pani nu premix banavani rit

પાલક પૌવા ની કટલેસ બનાવવાની રીત | palak pauva ni cutle banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement