ફૂલાવર ની કચોરી બનાવવાની રીત | Fulavr ni kachori banavani rit

ફૂલાવર ની કચોરી બનાવવાની રીત - Fulavr ni kachori banavani rit - fulavar ni kachori recipe in gujarati
Image credit – Youtube/Tashi's daily cooking
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ફૂલાવર ની કચોરી બનાવવાની રીત – Fulavr ni kachori banavani rit શીખીશું. આ કચોરી ને તમે એક પ્રકારની પુરી પણ કહી શકો છો, do subscribe Tashi’s daily cooking YouTube channel on YouTube If you like the recipe , જે ચા દૂધ,  શાક, અથાણાં કે ચટણી સાથે ખાઈ શકો છો .આજ આપણે એક અલગ જ ફ્લેવર્સ ની કચોરી બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ fulavar ni kachori recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ફૂલાવર ની કચોરી બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલી ફૂલાવર 1 ¼ કપ
  • ઘઉં નો લોટ 1 કપ
  • લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • વરિયાળી 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½  ચમચી
  • અધ કચરા પીસેલા ધાણા 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી / તેલ જરૂર મુજબ

ફૂલાવર ની કચોરી બનાવવાની રીત | fulavar ni kachori recipe in gujarati

ફૂલાવર ની કચોરી બનાવવા સૌપ્રથમ ફૂલાવર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો સાથે લીલા ધાણા, લીલા મરચા ને ધોઇ સાફ કરી ને ઝીણા ઝીણા સુધારી લ્યો.

હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લેવો ત્યાર બાદ એમાં છીણેલી ફૂલાવર, લીલા મરચા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, જીરું , અજમો હાથ થી મસળી, વરિયાળી, અધ કચરા પીસેલા ધાણા, મીઠું સ્વાદ મુજબ અને એક બે ચમચી ઘી /તેલ નાખી મસળી લ્યો ત્યારબાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

Advertisement

હવે દસ મિનિટ પછી  ફૂલાવર માંથી પાણી અલગ થશે જેનાથી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં જરૂર લાગે તો કોરો લોટ નાખી શકો છો

ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય છે ત્યાં સુંધી હે સાઇઝ ની કચોરી બનાવવી હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો અને પાટલા પર ને વેલણ તેલ લગાવી લ્યો ને લુવા માંથી મિડીયમ જાડી કચોરી ને વણી લ્યો ને વણેલી કચોરી ને મિડીયમ ગરમ તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.

આમ એક એક કચોરી વણી વણી ને ગોલ્ડન તરી લ્યો એક વખત માં જેટલી આવે એટલી પુરી ગરમ તેલ નાખી ગોલ્ડન તરી લ્યો અને ગરમ ગરમ મજા લ્યો, તો તૈયાર છે ફૂલાવર ની કચોરી.

Fulavr ni kachori banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Tashi’s daily cooking ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ક્વિનવા ઢોસા વિથ ચટણી બનાવવાની રીત | Quinoa Dosa banavani rit

પૌવા ની ચકરી બનાવવાની રીત | Pauva ni chakri banavani rit

ગુલાબ જામુન બનાવવાની રીત | Gulab jamun banavani rit | Gulab jamun recipe in Gujarati

અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit | anjir halva recipe in gujarati

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | gujarati dal dhokri banavani rit | dal dhokri recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement