બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવવાની રીત | Bread mathi gulab jambu banavani rit

બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવવાની રીત - Bread mathi gulab jambu banavani rit - Bread mathi gulab jambu recipe in gujarati
Image credit – Youtube/krishna ki Rasoi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવવાની રીત – Bread mathi gulab jambu banavani rit શીખીશું, do subscribe  krishna ki Rasoi YouTube channel on YouTube If you like the recipe , આ ગુલાબજાંબુ બનાવવા ના મેંદા નો કે ના કોઈ માવો ઉપયોગ માં લેશું એના વગર પણ આ ગુલાબજાંબુ ખૂબ જ સોફ્ટ ને સ્વાદિષ્ટ લાગશે. અને કોઈ ને પણ ખબર નહિ પડે કે બ્રેડ માંથી બનાવવામાં આવેલ છે તો ચાલો જાણીએ Bread mathi gulab jambu recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ 8-10
  • દૂધ 6-7 ચમચી
  • ઘી 1-2 ચમચી
  • ખાંડ 1 કપ
  • પાણી 1 કપ
  • એલચી 1-2
  • પિસ્તા / કાજુ ના કટકા 1 ચમચી

બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવવાની રીત | Bread mathi gulab jambu recipe in gujarati

બ્રેડ માંથી ગુલાબજાંબુ બનાવવા સૌપ્રથમ બ્રેડ ની સ્લાઈસ ની કિનારી ને ચાકુ કે કટર થી કાપી ને અલગ કરી લ્યો ત્યાર બાદ બ્રેડ ને હાથ થી તોડી ને ભૂકો કરી લ્યો. ( બ્રેડ ની કિનારી ને પણ પીસી ને રાખી કટલેસ કે બીજી કોઈ વાનગી બનાવવા વાપરી શકો છો ) બ્રેડ નો બરોબર ભૂકો કરી લીધા બાદ એમાં બે બે ચમચી દૂધ નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ નાખો સાથે પાણી નાખી ને મિક્સ કરી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો જો ખાંડ માં કચરો લાગે તો એક ચમચી દૂધ નાખી ને ઉકાળી કચરો અલગ કરી નાખવો ત્યાર બાદ એમાં એલચી નાખી દયો ને પાંચ સાત મિનિટ ઉકાળી ને ચાસણી થોડી ચિકાસ વાળી લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.

Advertisement

હવે ગેસ પર એક કડાઈ માં તેલ કે ઘી ગરમ કરવા મૂકો. તેલ કે ઘી તેલ ગરમ થાય ત્યાં સુંધી બ્રેડ ના લોટ ને પાંચ મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી ઘી નાખી બરોબર મસળી ને સ્મુથ લોટ બાંધી લ્યો ને એમાંથી જે સાઇઝ ના જાંબુ બનાવવાના હોય એ સાઇઝ માં લુવા બનાવી લ્યો ને લુવા ને મસળી ગોલી બનાવો ને ગોલી ની વચ્ચે કાજુ કે પિસ્તા નો ટુકડો મૂકો.

આમ એક એક કરી બધા જ જાંબુ બનાવી ને તૈયાર કરી લ્યો. તેલ કે ઘી ગરમ થાય એટલે એમાં તૈયાર જાંબુ નાખી બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ તેલ ને હલાવી જાંબુ ને થોડા હલાવી લ્યો ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો તરેલા જાંબુ ને ચાસણી માં નાખતા જાઓ.

આમ થોડા થોડા કરી બધા જ જાંબુ ને ગોલ્ડન તરી ને ચાસણી માં નાખતા જાઓ ને એક બે કલાક ચાસણી માં બોળી મૂકો ત્યાર બાદ મજા લ્યો બ્રેડ ના બનાવેલ બ્રેડ માંથી ગુલાબજાંબુ.

Bread mathi gulab jambu banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર krishna ki Rasoi ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બેસન પાપડી બનાવવાની રીત | Besan papdi banavani rit | Besan papdi recipe in gujarati

વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Vegetable salad banavani rit | Vegetable salad recipe in gujarati

સન્નાટા રાયતું બનાવવાની રીત | Sannata raitu banavani rit

દહીં વડા નો મસાલો બનાવવાની રીત | dahi vada no masalo banavani rit

કાચા કેળા ની ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત | Kacha kela na french fries banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement