નમસ્તે મિત્રો આજે આપણે દહીં મિર્ચી બનાવવાની રીત – Dahi marcha banavani rit શીખીશું, do subscribe PD recipes YouTube channel on YouTube If you like the recipe , આ એક સાઉથ ઈન્ડિયન વાનગી છે જે ટેસ્ટ માં ખુબ જ સારા લાગે છે અને રોટલી , પરોઠા, ખીચડી કે ભાત સાથે ખાઈ શકો છો અને વર્ષ આખુ સાચવી પણ શકો છો ને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો તો ચાલો દહીં મરચા બનાવવાની રીત શીખીએ.
દહીં મિર્ચી બનાવવા જરૂરી સામગ્રી
- મિડીયમ તીખા લીલા મરચા 200 ગ્રામ
- દહીં 1 કપ
- જીરું પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
દહીં મરચા બનાવવાની રીત | દહીં મિર્ચી બનાવવાની રીત
દહીં મરચા બનાવવા સૌપ્રથમ મિડીયમ તીખા લીલા મરચા લ્યો એને પાણીથી બરોબર ધોઇ લ્યો અને કપડાથી કોરા કરી લ્યો ને સાથે પંખા થી સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ એની દાડી કાઢી ને અલગ કરી લ્યો હવે ચાકુથી એક એક મરચા માં ઉભા ચીરા પાડી લ્યો અને બધા મરચા ને એક બાજુ મૂકો
હવે એક કાંચા ના કે પ્લાસ્ટિક ના વાસણમાં દહી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો દહી સાથે બરોબર મિક્સ કરી લીધા બાદ ચમચી થી એક એક મરચા ના કાપા માં તૈયાર કેરલ દહી ભરી એક બાજુ મૂકતા જાઓ આમ બધા મરચા માં દહી ભરી એક બાજુ મૂકો
હવે બચેલા દહી માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ આખી રાત અથવા ચોવીસ કલાક એમજ રાખી મૂકો ચોવીસ કલાક પછી એક એક મરચા ને થાળી માં કે પ્લેટ માં કાઢી ને તડકા માં સાંજ સુધી સૂકવી લ્યો,
આમ બે ત્રણ દિવસ તડકા માં સૂકવી લ્યો મરચા સાવ સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને આખું વર્ષ સાચવી રાખી જ્યારે પણ ખાવા હોય ત્યારે તરી ને મજા લ્યો
ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકવેલા મરચા નાખી ને તરી લ્યો તો તૈયાર છે દહીં મિર્ચી
Dahi marcha banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર PD recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મૈસુર દાળ પુલાવ બનાવવાની રીત | Maisur dal pulav banavani rit
ઈડલી ઢોંસા સાથે સર્વ થતો મિલગપોડી પાઉડર | Gun powder recipe in gujarati
તલ માવા રોલ બનાવવાની રીત | Tal mava roll banavani rit
પાણી ના પકોડા બનાવવાની રીત | pani na pakoda banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે