પંજાબી સમોસા બનાવવાની રીત | Punjabi samosa recipe in Gujarati

પંજાબી સમોસા બનાવવાની રીત- punjabi samosa recipe in Gujarati
Image – Youtube/Chef Ranveer Brar
Advertisement

મિત્રો ઘરે બનાવેલી રસોઈ ની વાત જ અલગ છે. આજે આપણે પંજાબી સમોસા બહાર જેવાજ ઘરે કેમ બનાવાય એ જોશું. તો ચાલો શીખીએ, પંજાબી સમોસા બનાવવાની રીત, Punjabi samosa recipe in Gujarati

પંજાબી સમોસા બનાવવા જરૂરી સામગ્રી

લોટ બાંધવા માટે

  • ૧ કપ મેંદો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ચમચી અજમો
  • ૨ ચમચા ઘી
  • જરૂર મુજબ ઠંડુ પાણી

મસાલા માટે જરૂરી સામગ્રી

  • ૧ ચમચો આખા ધાણા
  • વરિયાળી ૧ ચમચો
  • ૧/૨ ચમચી જીરૂ

બટેટા ના મસાલા સામગ્રી

  • ૧ ચમચો ઘી
  • ૧ ઇંચ આદું નો ટૂકડો જીણો સમારેલો
  • ૨ લીલા મરચાં સુધારેલા
  • ૧૦-૧૨ કિશમિશ
  • હળદર પાઉડર ૧ ચમચી
  • ૧/૨ ચમચી દેગી લાલ મરચાનો પાઉડર
  • ૧/૨ ચમચી હિંગ
  • ૪-૫ બટેટા બાફી ને સુધારેલા
  • ૧/૨ કપ બાફેલા વટાણા
  • ૧/૨ ચમચી કાળા મરી પાવડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી આમચૂર પાઉડર
  • તેલ તળવા માટે

પંજાબી સમોસા બનાવવાની રીત

સમોસા માટે લોટ બાંધવા ની રીત

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં માં મેંદા નો લોટ,મીઠું સ્વાદાનુસાર, અજમો અને ઘી નાખીને બરાબર મસળી મસળી ને મિક્સ કરો.

હવે તેમાં થોડું થોડું કરીને ઠંડુ પાણી ઉમેરીને બરાબર મસળી ને કડક લોટ બાંધવો, આ લોટ ને ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકી ને રહેવા દો.

Advertisement

સમોસા ના મસાલા ની રીત

આખા ધાણા, વરિયાળી અને જીરૂ ને સેકી લો, હવે તેને ખંડણી – ધસતા થી જાડું ખાંડી લો તૈયાર છે સમોસા નો મસાલો

બટેટા ના મસાલા ની રીત

એક કડાઈ માં ઘી ગરમ કરીને તેમાં જીણું સમારેલું આદુ, સમારેલા મરચાં નાખી હલાવી લો.

હવે તેમાં કિશમિશ, હળદર પાઉડર, દેગી લાલ મરચાનો પાઉડર, હિંગ નાખી હલાવી લો.

હવે તેમાં બટેટા અને વટાણા નાખી મિક્સ કરીને તેમાં ૧.૫ ચમચો તૈયાર કરેલો મસાલો અને કાળા મરી પાવડર અને મીઠું, આમચૂર પાઉડર નાખી ને હલાવી લો, કડાઈ ને ઢાંકી ને ૨ મિનિટ ચડવા દો, હવે આ મિશ્રણ ને ઠંડુ થવા મૂકો.

પંજાબી સમોસા બનાવી તરવા ની રીત

બાંધેલ લોટ ને ફરી થી બરાબર મસળી લો, હવે તેમાંથી લોયા કરી રોટલી વણી લો અને તેમાં વચ્ચે થી કાપો મૂકીને બે ભાગ કરો.

તેમાંથી એક ભાગ લઈ તેને ત્રિકોણ કોન વાળી ને પાણી લગાવી જોડી દો,

હવે એ ત્રિકોણ કોન માં તૈયાર બટેટા નો મસાલો ભરી ને પાણી થી જોડી દો, આવી રીતે બધા સમોસા તૈયાર કરી લો.

હવે એક કડાઈમાં તરવા માટે તેલ મધ્યમ – હાઈ તાપે ગરમ કરવા મૂકો.

તૈયાર સમોસા ને એક એક કરી કડાઈ માં તરવા માટે નાખો, મધ્યમ તાપે સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તરો.

તૈયાર છે સ્વાદિષ્ટ પંજાબી સમોસા. ચટણી અથવા કેચઅપ સાથે પીરસો.

Punjabi samosa recipe in Gujarati

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer recipe in Gujarati

પંજાબી રાજમા બનાવવાની રીત | રાજમા બનાવવાની રીત | rajma recipe in Gujarati

વડાપાવ ક્વેસાડીલા બનાવવાની રીત | Vada pav Quesadilla recipe in Gujarati

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | Mango ice cream recipe in Gujarati

ચોકોબાર ગુલ્ફી બનાવવાની રીત | Chocobar kulfi recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement