મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | Mango ice cream recipe in Gujarati

મેંગો આઈસક્રીમ બનાવવાની રીત - mango ice cream recipe in Gujarati
Image – Youtube/Your Food Lab

મિત્રો આંબા ની સિજન આવી ગઈ છે ગરમી માં ઠંડો ઠંડો રસ ખાવો બધાને ગમે અને જો મેંગો ની આઇસક્રીમ ની વાત કરીએ અને એ પણ ઘરે બનાવેલી અને એ પણ ત્રણ જ વસ્તુ થી તો? તો ચાલો આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત જોઈએ,mango ice cream recipe in Gujarati

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત

મેંગો આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • ૫-૬ આંબા અથવા ૨ કપ આંબાનો પલ્પ
  • ૩/૪ કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • ૧.૫ કપ વ્હિપિંગ ક્રીમ

Mango ice cream recipe in Gujarati

આંબા માંથી ગોટલી અને છાલ કાઢી ને પલ્પ અલગ કરી લો.

હવે એક મિક્સર જારમાં આંબા નો પલ્પ નાખી પીસી લો.

એક બાઉલ માં પીસેલો આંબાનો પલ્પ અને કન્ડેન્સ્ડ મિલ્ક નાખી બરાબર મિક્સ કરો.

એક બીજા બાઉલ માં વ્હીપિંગ ક્રીમ લઈ તેને વ્હીપ કરો. ( સોફ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરો)

હવે વ્હિપ કરેલી ક્રીમ માં આંબા – કન્ડેન્સ્ડ મિલ્ક વારું મિશ્રણ ધીરે ધીરે કરી મિક્સ કરી તેને એક ધાતુ નું કન્ટેનર (તપેલી પણ ચાલે) લઈ તેમાં નાખો, તમે આંબા ના ટુકડા અને પલ્પ થી પણ સજાવી કન્ટેનર/ તપેલી ને ફિજર માં ૫-૬ કલાક સુધી જામવા/ ઠંડુ થવા મૂકો.

૫-૬ કલાક પછી તમારી મેંગો આઈસ્ક્રીમ તૈયાર છે તમે પણ મજા માણો આઇસક્રીમ ની.

Mango ice cream recipe

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કેસર પિસ્તા આઈસ્ક્રીમ બનાવવાની રીત | Kesar pista ice cream recipe Gujarati

આંબા ની ગુલ્ફી આઇસ્ક્રીમ | Mango Kulfi Ice cream recipe in Gujarati

મેંગો શ્રીખંડ ટાર્ટ બનાવવાની રીત | Mango ShriKhand Tart Recipe in Gujarati

મેંગો આઇસ્ડ ટી બનાવવાની રીત | Mango Iced Tea Recipe in Gujarati

ખાટીમીઠી મેંગો જેલી બનાવવાની રીત | Mango Jelly Recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે