ખુબજ ટેસ્ટી આંબા ની ગુલ્ફી આઇસ્ક્રીમ – Mango Kulfi Ice cream

mango kulfi - Mango kulfi ice cream recipe in Gujarati - mango kulfi recipe
image - Youtube - bakewithshivesh.com

હેલો ફ્રેન્ડ્સ ગરમી ખૂબ વધી રહી છે અને આ ગરમી ની સિઝનમાં ફળોનો  રાજા કહેવાતા ફળ આંબાની ઠંડી ઠંડી ગુલ્ફી નો આનંદ મળીશું જે સ્વાદમાં છે બેહદ ટેસ્ટી અને બનાવવામાં  ઘણી સરળ જેના માટે નીચે મુજબની સામગ્રીઓની જરૂર પડશે અને છે ને બનાવતા માત્ર પંદરથી વીસ મિનિટ જેટલો જ સમય લાગે છે – Mango kulfi ice cream recipe in Gujarati , mango kulfi recipe.

Mango Kulfi Ice cream

આંબાની ગુલ્ફી માટેની સામગ્રીઓ – Mango kulfi ice cream recipe ingredients 

  • ૩ થી ૪ મીડિયમ સાઇઝના પાકા મીઠા આંબા
  • ચારથી પાંચ કપ ફૂલ ક્રીમ વાળું દૂધ
  • ચારથી પાંચ ચમચી દૂધ પાવડર અથવા કોનસ્ટાર્ચ cornstarch, કસ્ટર પાવડર
  • ખાંડ ચારથી પાંચ ચમચી જેટલી

mango kulfi recipe

સૌપ્રથમ ફૂલ ક્રીમ વાળું દૂધ એક વાસણમાં લઈ તેને ફુલ આંચ પર ગરમ કરો ગરમ થઈ જાય ત્યારબાદ તેને આજ ધીમી કરી તેને ઉકળવા દો ત્યાર બાદ સાઇડમાં એક વાટકામાં દૂધ લઈ તેમાં ૩ થી ૪ ચમચી જેટલો દૂધ પાવડર અથવા cornstarch પાવડર અથવા કસ્ટડ પાવડર નાખી ગાઠા ન પડે તેમ હલાવો,

ત્યારબાદ આંબાને છોલી તેના નાના પીસ કરી મિક્સરમાં આંબા ના કટકા અને ખાંડ નાખી દયો ખાંડ નુ પ્રમાણ આંબા ની મીઠાશ મુજબ ઓછું વધુ કરી શકો છોતેનો પલ્પ તૈયાર કરી લો હવે દૂધ જ્યારે ઉકળીને અડધું થાય ત્યારે તેમાં તૈયાર કરેલી દૂધવાળી સ્લરી(slurry)  ઉમેરી ધીમે ધીમે હલાવી દૂધ ઘાટું થાય ત્યાં સુધી તેને ધીમે તાપે ગેસ પર ચડાવો

ત્યારબાદ દૂધનું વાસણ નીચે ઉતારી તે ઠંડુ થાય ત્યાં સુધી સાઈડ પર મૂકી દીધો જ્યારે દૂધ બિલકુલ ઠંડુ થઈ જાય ત્યારે તેમાં આંબા નો બનાવેલો પલ્પ ઉમેરી  બરાબર મિક્સ કરવું.મિશ્રણ મિક્સ થઈ ગયા બાદ તૈયાર થયેલા મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં અથવા તો ગલ્લાશામાં  નાખી ઓછામાં ઓછા આઠ કલાક અથવા આખી રાત ફ્રીઝરમાં મૂકો તૈયાર છે મેંગો ગુલ્ફી, Mango kulfi ice cream recipe in Gujarati.

આંબા ની ગુલ્ફી આઇસ્ક્રીમ રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખાંડ અને મેંદા વગર ઘરે બનાવો ઘઉં ના લોટ નો Healthy Apple Cake જે બાળકો ના સ્વાસ્થય માટે પણ ઉત્તમ છે

વિડીયો: ઘરે બનાવો Dry fruit Faradi Ladu જે Healthy પણ છે.

ઘરે બનાવો ફરાળી બદામ હલવો – Badam Halwa

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે