લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice recipe in gujarati

લેમન રાઈસ બનાવવાની રીત - lemon rice recipe in gujarati
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું લેમન રાઈસ જે ખુબજ સરળતાથી બની જતી વાનગી છે જેને chitranna recipe ના નામે પણ ઓળખવામાં આવે છે તો ચાલો શીખીએ, લેમન રાઈસ બનાવવાની રીત , lemon rice recipe in gujarati

લેમન રાઈસ બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • ૨ કપ બાફેલા બાસમતી ચોખા
  • ૧ ચમચી રાઈ
  • ૨-૩ ચમચી સીંગદાણા
  • ૧-૨ શુકા આખા લાલ મરચા
  • ૧/૪ ચમચી હિંગ
  • ૨-૩ ચમચી કાજુ કટકા
  • ૧/૨ ચમચી હળદર
  • ૧-૨ લીલા મરચા સુધારેલા
  • ૩-૪ ચમચી તેલ
  • ૧ દાડી મીઠો લીમડો
  • ૨ ચમચી લીંબુનો રસ
  • ૧-૨ ચમચી લીલા ઘણા
  • સ્વાદ મુજબ મીઠું

lemon rice recipe in Gujarati

લેમન રાઈસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખી શેકી લ્યો શેકેલા સીંગદાણા એક વાટકામાં કાઢી લ્યો ત્યારબાદ તેમાં કાજુના કટકા નાખી તેને શેકી લો શેકાઈ જાય એટલે તેને એક વાટકામાં કાઢી લ્યો

હવે એ જ તેલમાં એક ચમચી અડદ દાળ, ચણા દાળ ને  રાઈ નાખો ત્યારબાદ તેમાં હિંગ, સૂકા આખા લાલ મરચા, મીઠો લીમડો ,સુધારેલા લીલા મરચા નાખી શેકો

Advertisement

ત્યારબાદ તેમાં હળદર નાખી શેકો મસાલા શેકાઈ જાય એટલે તેમાં બાફેલા ભાત નાખી બરાબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં શેકી રાખેલ કાજુ ને સિંગદાણા નાખી મિક્સ કરો બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં જ છેલ્લે લીંબુનો રસ નાંખી બરાબર મિક્સ કરો ત્યારબાદ લીલા ધાણા છાંટી ગરમ ગરમ પીરસો તો તૈયાર છે લેમન રાઈસ.

લેમન રાઈસ બનાવવાની રીત

આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit

પનીર ભુરજી બનાવવાની રીત | Paneer bhurji recipe in Gujarati

પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement