જાયફળ અને જાવંત્રી ના ફાયદા | જાયફળ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચારમા

જાયફળ ના ફાયદા - જાયફળ ખાવાના ફાયદા - જાયફળ અને જાવંત્રી ના ફાયદા - જાયફળ નો ઉપયોગ - jayfal na fayda - Health benefits of nutmeg in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે જાયફળ અને જાવંત્રી વિશે માહિતી આપીશું, જેમાં જાયફળ અને જાવંત્રી ના ફાયદા, જાયફળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા, Jayfal na fayda, Health benefits of nutmeg in Gujarati.

જાયફળ વિશે માહિતી

ભારતમાં પ્રાચિનકાળ થી અલગ અલગ મસાલાઓનો ઉપયોગ થતો આવ્યો છે. તેમનું એક મસાલો છે “જાયફળ”. ભારતમાં બંગાળ, નીલગીરી અને મલબારમાં જાયફળ થાય છે. તેના ઝાડ હમેશા લીલા જ રહે છે અને ઘણા જ સુંદર દેખાય છે.

જાયફળ ગોળ અથવા લંબગોળ જામફળ જેવડા થાય છે. તેના ફળ ની અંદર જે બીજ હોય છે તેને જ જાયફળ કહે છે. તેના ફળ ની છાલ સ્વ ઇંચ જાડી, સફેદ અને સુગંધીદાર હોય છે.

Advertisement

ફળ પાકે ત્યારે છાલ ફાટતા બીજ ને વીટડાઈ રહેલી લાલ રંગ ની જે જાળીદાર અંતર છાલ નીકળે છે તેને “જાવંત્રી” કહે છે.આમ એક ફળ માંથી જાયફળ અને જાવંત્રી એમ બે શ્રેઠ સુગંધીદાર ઔષધિઓ મળે છે. બન્નેના ગુણ લગભગ સરખા છે.

જાયફળ ઘણી જાત ના થાય છે, જે જાયફળ વજન માં હલકા, પોલા અને બરડ હોય છે તે ઉતરતી કક્ષા ના હોય છે અને જે જાયફળ મોટા ચીકણા અને ભારે હોય છે તે ઉત્તમ ગણાય છે.

જાયફળ ને ઘી માં રાખવાથી વર્ષો સુધી બગડતા નથી, બાળકો વાળા ઘર માં જાયફળ અવશ્ય રાખવું જોઈએ જાયફળ માંથી પણ તેલ નીકળે છે. જાવંત્રી માંથી પણ ઉડી જાય તેવું તેલ નીકળે છે તે સંધિવા પર ગુણકારી છે તેમજ ત્વચા પર લગાવવાથી વાયુના સણકા મટે છે.

જાયફળ ના ફાયદા | Jayfal na fayda

જાયફળ નું સેવન કરવાથી હોજરીનો પાચક રસ વધે છે, ભૂખ લાગે છે, અને ખોરાક નું પાચન થાય છે જયારે એ આંતરડામાં જાય છે ત્યારે આત્રાળા નામનો વાયુ સરે છે.

જાયફળ રસ માં કડવું, ગરમ, રૂચી ઉત્ત્પન્ન કરનાર, હલકું ઝાડા ને રોકનાર કફ અને વાયું નો નાશ કરનાર છે.

જાયફળ નું તેલ ઉત્તેજક, બળ આપનારું છે. તે આફરો, આમ્વાત્ત, પેટ નું શૂળ, દાંત ની રસી, અને ચામડીના રોગો ને મટાડે છે. આયુર્વેદમાં જાયફળ અને જવ્ન્ત્રીનો ઉપયોગ અતિસાર, મરડો, અર્શ, કોલેરા, વાતરોગ, ડાયાબીટીશ વગેરે અનેક રોગો પર કરાય છે, પ્રસુતા અને બાળકોના રોગો પર જાયફળ વાપરવામાં આવે છે.

જાયફળ ને ચોખાના ધોવાણ માં ઘસીને સેવન કરવાથી હેડકી અને ઉલટી મટે છે.

જાયફળ અને સુંઠ ને ગાય ના ઘી માં ઘસીને ચાટવાથી બાળક ને શરદીને લીધે થતા ઝાડા મટે છે.

ચોથા ભાગ નું જાયફળ નું ચૂર્ણ પાણી સાથે પીવાથી સારી ઊંઘ આવે છે

જાયફળ ખાવાના ફાયદા

જાયફળ નું ચૂર્ણ લઇ, તેને ગોળ સાથે મિક્ષ કરીને તેની નાની ગોળીઓ બનાવીને એક-એક ગોળી અડધા કલાકે આપવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવડાવવાથી કોલેરા ના ઝાડા બંધ થાય છે.

જાયફળ નું એક-બે ટીપાં તેલ ખાંડ અથવા પતાશા માં મિલાવીને સેવન કરવાથી પેટ નું શૂળ અને આફરો મટે છે.

જાયફળ ઘસીને લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

જાયફળ ના કે જાવંત્રી ના તેલ ને સરસીયા તેલ માં મિલાવીને સાંધાના જુના સોજા પર માલીશ કરવાથી ચામડીમાં ગરમી અને ચેતના આવી પરસેવો વળી, સંધિવા થી ઝાક્દાયેલા સાંધા છુટા થઇ સંધિવા મટે છે.

જાયફળ ના તેલ નું પોતું દાંત માં રાખવાથી દાંત ના કીડા મરી જાય દાંત નો દુખાવો મટે છે.

જાયફળ નો ઉપયોગ કરવાથી દિમાગ તેજ બને છે તેનું સેવન કરવાથી ક્યારેય ભૂલવાની બીમારી થતી નથી.

જાયફળ નું સેવન કરવાથી ગળા ના અલગ અલગ પ્રકાર ના રોગો માં કરવામાં આવે છે.

જાયફળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા

જાયફળ નું સેવન કરવાથી અવાજ ની ગુણવત્તા માં સુધરે છે. તેનો ઉપયોગ વધારે પડતો ગળા ને સાફ કરવામાં થતો હોય છે. જાયફળ ના પાવડરને એક ચમચી ગરમ પાણી સાથે મિલાવીને તે પાણી ના કોગળા કરવાથી ફાયદો થાય છે.

જાયફળ ના પાવડર ની પેસ્ટ ને માથા ના દુખાવામાં અને ઘુટણ ના દુખાવામાં લાગવાથી ખુબ જ ફાયદો થાય છે. તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

જાયફળ માં એન્ટીઓક્સીડેન્ટ અને સોજા ને દૂર કારણો ગુણ સમાયેલો છે. જે માથાના દુખાવામાં જ નહિ પરંતુ ઘાવ અને તેના થી જોડાયેલા દર્દોમાં રાહત અપાવે છે.

જાયફળ નો ઉપયોગ ત્વચા સબંધી સમસ્યાઓ માં થઇ શકે છે. તેના માટે જાયફળ અને તજ ના પાવડર ને મિક્ષ કરીને સ્ક્રબ જેવું બનાવી લેવું અને તેનું સ્ક્રબ ચહેરા પર કરવાથી બ્લેકહેડ્સ દૂર કરી શકાય છે.

ખીલ અને ડાઘ ધબ્બા પર પણ આ સ્ક્રબ ઉપયોગી સાબિત થાય છે, જાયફળ ના પાવડર ને દૂધ અથવા મધ સાથે મિક્ષ કરીને લગાવવાથી પણ ફાયદો થાય છે.

દરરોજ કેટલી માત્રા માં જાયફળ નો ઉપયોગ કરશો

વયસ્કો માટે એક થી બે ચપટી જ જાયફળ ના ભુક્કાને મધ અથવા ઘી સાથે નાશ્તા પછી લેવું હિતાવહ છે.

જો તમે તમારા રોજીંદા ભોજન માં જાયફળ નો ઉપયોગ કરો છો તો અલગ થી સેવન કરવાની કોઈ જરૂરત રહેતી નથી.

જાયફળ ના અમુક નુકસાનો

જાયફળ વધારે માત્રા માં લેવાથી નુકસાન કરે છે તેથી વધુ પડત માત્રા થી માથા માં માદક અસર થાય છે. ચક્કર આવે છે અને મૂઢતા ઉત્તપન્ન થાય છે.

અડધું જાયફળ ખાવાથી પણ કેફ અને નશો ચડે છે.

જાયફળ, જાવંત્રી કે તેના તેલ નો ઉપયોગ તાવ, દાહ, કે લોહી નું ભારે દબાણ હોય ત્યારે કરવું નહિ.

જાયફળ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

જાયફળ માં ક્યાં ક્યાં પોષકતત્વો અને વિટામિન્સ હોય છે?

જાયફળ માં મેગ્નેશિયમ, મેગનીઝ, કોપર હોય છે તેની સાથે સાથે વિટામીન બી-૧ અને બી-૬ હોય છે. તે ત્વચા માટે ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. જાયફળ થી ત્વચા પર ના કાળા દાગ ધબ્બા, સન બર્ન જેવી સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

બાળકોને જાયફળ કેવી રીતે આપવું?

જાયફળ ને બાળકો ને આપવા માટે એક સાફ પથ્થર પર દૂધ સાથે ઘસીને વાપરવું, ત્યાર બાદ આ પેસ્ટને નાના બાળકોના દૂધ માં , દલીયું, ભોજન વગેરે માં નાખીને ખવડાવવું.

જાયફળ ને અંગ્રેજી માં શું કહેવાય?

જાયફળ ને અંગ્રેજી માં નટમેગ(nutmeg) કહેવાય છે.

આશા છે અમારા દ્વારા જણાવવામાં આવેલ માહિતી જાયફળ ના ફાયદા અને ઘરેલું ઉપચાર ની માહિતી પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

તલ ના ફાયદા | તલના તેલ ના ફાયદા અને ઘરેલું ઉપચારમા ઉપયોગ | Tal na fayda

ઘી ના ફાયદા | ઘી નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | વિવિધ પ્રકારના ઘી

ચીકુ ના ફાયદા | ચીકુ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચાર મા | ચીકુ ના બીજ ના ઉપયોગ

તાડફળી ના ફાયદા | ગલેલી ના ફાયદા જેને તફડા, તાડ ગોલા નામે પણ ઓળખવામાં આવે છે | Taad Fadi na fayda in Gujarati

પરવળ ના ફાયદા | પરવળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | Parwal na fayda | Parwal benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement