ઝટપટ હેલ્ધી સોજી નો ઉપમા બનાવવાની રીત | Soji na Upma recipe in Gujarati

સોજી નો ઉપમા બનાવવાની રીત - upma recipe in Gujarati - soji no upma banavani rit Gujarati ma
Image – Youtube/Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપને જણાવીશું ઝટપટ હેલ્ધી સોજી નો ઉપમા બનાવવાની રીત, Soji no upma banavani rit Gujarati ma, Upma recipe in Gujarati.

સોજી નો ઉપમા બનાવવાની રીત

સોજી નો ઉપમા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઇશે

  • ઘી ૧-૨ ચમચી
  • સોજી ૧ કપ
  • તેલ ૧ ચમચી
  • ચણાદાળ ૧ -૨ ચમચી
  • અડદ દાળ ૧-૨ ચમચી
  • રાઈ ૧ ચમચી
  • લીલા મરચા ૨-૩ સુધારેલા
  • ડુંગરી ૨ સુધારેલી
  • આદુ છીણેલું ૧ નાનો ટુકડો
  • ખાંડ ૧ ચમચી
  • ૧ લીંબુ નો રસ
  • મીઠો લીમડો ૧ ડાળી
  • લીલા ધાણા સુધારેલા ૨-૩ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી ૩ કપ

Soji no upma banavani rit Gujarati ma

ઉપમા બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ મૂકો તેમાં સોજી નાખી પાંચથી સાત મિનિટ મીડીયમ તાપે શેકો શેકેલી સોજી બીજા એક વાસણમાં કાઢી લો,

ત્યારબાદ ઉપમા બનાવવા એ જ કડાઈમાં એક ચમચી ઘી તેમજ એક ચમચી તેલ ગરમ મૂકો

Advertisement

ઘી તેલ ગરમ થાય એટલે તેમાં સૌપ્રથમ ચણાની દાળ, અડદની દાળ ,રાઈ ,મીઠો લીમડો, પીસેલું આદુ ,કાજુના કટકા ને ડુંગળી નાખી શેકો ડુંગરી બરાબર શેકાય જાય એટલે તેમાં ત્રણ થી સાડા ત્રણ કપ પાણી ઉમેરો

તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો

ત્યાર બાદ તેમાં  જેવો ઉભરો આવે એટલે તેમાં શેકેલી સોજી ધીરે-ધીરે નાખતા જઈ બરોબર મિક્સ કરો ને હલાવતા રહો,

જેથી ઉપમા બરાબર ઘટ્ટ થવા માંડે  ત્યાર બાદ તેમાં ફરી એક ચમચી ઘી ને ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી ૨-૩ મિનિટ ધીમા તાપે ચડાવો

ત્યારબાદ ફરી એકવાર બધું બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ સીજવા દેવું,

છેલ્લે તેમાં લીંબુ ને લીલા ઘણા  ઉમેરી બરોબર મિક્સ કરો ને સર્વિંગ બોલ માં કાઢી તરેલા કાજુ ના કટકા ને લીલા ધાણા થી ગાર્નિશ કરી પીરસો તો તૈયાર છે ગરમા ગરમ ઉપમા.

તમને અમારા દ્વારા જાણવામાં આવેલ ઝટપટ સોજી નો ઉપમા બનાવવાની રીત, soji no upma banavani rit Gujarati ma, Upma recipe in Gujarati કેવી લાગી અચૂક જણાવશો

Upma recipe in Gujarati

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો બનાવવાની રીત – Handva Recipe in gujarati

ઘરે બનાવો ફરાળી લોટ – Faradi lot recipe in Gujarati

સ્વાદિષ્ટ બાસુંદી બનાવવાની રીત – Basundi Banavani rit

ગાજર નો હલવો માવા વગર બનાવવાની રીત – Gajar Halva recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement