આલુબુખારા જ્યુસ બનાવવાની રીત | plum juice banavani rit | plum juice recipe in gujarati

આલુબુખારા જ્યુસ બનાવવાની રીત - plum juice banavani rit - plum juice recipe in gujarati
Image credit – Youtube/Abha's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે આલુબુખારા જ્યુસ બનાવવાની રીત – plum juice banavani rit શીખીશું. આલુબુખારા ને પ્લમ અને રાસબરી પણ કહેવાય છે આલુબુખારા ખાટા મીઠા હોય છે, do subscribe Abha’s Kitchen YouTube channel on YouTube If you like the recipe , નાના મોટા ને પસંદ આવતા હોય છે અને ઘણી વખત બાળકો એને ખાવા નું ટાળતા હોય છે પણ સીઝનલ ફ્રુટ ખવડાવવા જોઈએ ત્યારે બાળકો ને આ રીતે જ્યુસ બનાવી ને પિવડશો તો ખુશી થી પી જસે અને સિજનલ ફ્રુટ પણ આપી શકો છો અને અચાનક આવેલા મહેમાન ને પણ આપી શકો છો તો ચાલો જાણીએ plum juice recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

આલુબુખારા નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  • આલુબુખારા  4-5
  • ખાંડ 2 ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • મીઠું / સંચળ ¼ ચમચી
  • પાણી 1 કપ

plum juice recipe in gujarati | આલુબુખારા જ્યુસ બનાવવાની રીત

આલુબુખારા જ્યુસ બનાવવા સૌપ્રથમ પાકા ને લાલ રંગ ના આલુબુખારા લ્યો ત્યાર બાદ આલુબુખારા ને એક બે પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો,

 (અહી તમે દસ પંદર મિનિટ મીઠા વાળા પાણી માં થોડી વાર આલુબુખારા મૂકી રાખશો તો એમાં રહેલ કચરો બરોબર નીકળી જસે ) ,

Advertisement

ત્યાર બાદ ચાકુ થી કટકા કરી લ્યો અને  જોઈ લ્યો જો કોઈ ખરાબ હોય તો એને અલગ કરી નાખો અને સારા હોય એના બીજ અલગ કરી લ્યો

હવે મિક્સર જાર લ્યો એમાં કાપી રાખેલ આલુબુખારા નાખો સાથે ખાંડ, ચાર્ટ મસાલો, મીઠું / સંચળ નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ફરીથી પીસી લ્યો,

( ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અને ખાંડ નો જગ્યાએ સુગર ફ્રી  અથવા મધ પણ નાખી શકો છો)

હવે સર્વિંગ ગ્લાસ માં બરફ ના ટુકડા નાખો( અહી તમે થોડા આલુબુખારા ના ઝીણા ઝીણા કટકા કરી ને પણ નાખી શકો છો ) ત્યાર બાદ એમાં તૈયાર કરેલ જ્યુસ નાખો ને ઉપર  આલુબુખારા ની સ્લાઈસ મૂકી ઠંડો ઠંડો મજા લ્યો આલુબુખારા જ્યુસ.

plum juice banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Abha’s Kitchen ને Subscribe કરજો.

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રાગી ના ઢોસા બનાવવાની રીત | ragi na dosa banavani rit | ragi dosa recipe in gujarati

ક્રિસ્પી મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

પૌવા ના પરોઠા બનાવવાની રીત | pauva na paratha banavani rit |pauva paratha recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement