ગાર્લિક બટર નાન બનાવવાની રીત | Garlic Butter Naan

garlic naan - garlic butter naan recipe on tawa - garlic butter naan recipe in Gujarati - home made garlic naan recipe - Naan - ગાર્લિક નાન રેસીપી
image - youtube Sheetal's Kitchen – Gujarati
Advertisement

આજ આપને શીખીશું તંદુર વગર બજાર જેવી મસ્ત મજાની બટર નાન અને ગર્લિક નાન બનાવતા શીખીશું જે તમે ઘઉં ના લોટ અથવા  મેંદા ના લોટ માંથી બનાવી સકો છો ને એક વાર તમે ઘરે જો નાન બનાવતા શીખી જશો તો ચોક્કસ બજાર ની નાન ને ભૂલી જશો તો ચાલો આજ આપને શીખીએ, ગાર્લિક નાન રેસીપી, garlic butter naan recipe in Gujarati, garlic butter naan recipe on tawa, home made garlic naan recipe.

garlic butter naan recipe in Gujarati – garlic butter naan recipe on tawa

home made garlic naan recipe Ingredients

  • ૨ વાટકી જેટલો ઘઉં નો લોટ અથવા મેંદા નો લોટ (૨ વાટકી લોટ માંથી ૪-૫ જેટલી નાન બની સકે છે)
  •  મીઠુ સ્વાદ મુજબ (૧/૨ ચમચી જેટલું)
  •  ૩-૪ ચમચી જેટલું તેલ
  •  ૧-૧/૨ ચમચી ખાંડ
  •  આશરે અડધી વાટકી જેટલું પાણી
  •  ગરનીસિંગ માટે તાજાં સુધરેલા ધાણા, ૧૦-૧૫ કડી લસણ છોલી ને પીસેલું, કડા તલ (ડુંગળી માં બીજ)
  •  નોર્મલ તવી

ગાર્લિક નાન રેસીપી

સૌપ્રથમ એક વાસણ માં બે વાટકી લોટ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું દોઢ ચમચી ખાંડ તથા ૩-૪ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો બધી જ સામગ્રી મિક્સ થઈ ગયા બાદ તેમાં ધીમે ધીમે પાણી નાખી એક નરમ લોટ બાંધી લેવો લોટ બનાધાઈ ગયા બાદ તને ઓછા માં ઓછી અડધી થી એક કલાક સુંધી સાઈડ માં મૂકી રાખો.

એકાદ કલાક પછી બાંધેલા લોટ ને ફરી થી બરોબર મિક્સ કરી તેના ૪-૫ લોયા કરી તેને સાઈડ માં મૂકી હવે એક લોયો લઈ તેને બહુ જાડી નઈ ને સાવ પાટડી નઈ એવી લંબગોળ રોટલી બનાવો,

Advertisement

હવે રોટલી પર ૨-૩ ટીપા  તેલ લગાડો ને તેના પર થોડા  સુધરેલા લીલા ધાણા ને તલ અથવા ડુંગળી ના બીજ છાંટી ને ફરી થી સેજ વણી લ્યો હવે રોટલી ને ઉથલાવી ને તેના બીજી બાજુ ૫-૬ ટીપાં પાણી નાખી ને હાથ વડે બરોબર પાણી ને આખી રોટલી પર લાગી જાય એ રીતે પાણી લગાડી લ્યો

ત્યાર બાદ તવી ને માધ્યમ ગેસ પર ગરમ કરો ને બનાવેલ નાન નો જે પાણી વાળો ભાગ તવી પર મૂકો ને નરમ હાથે  બરોબર દબાવી ને ધીમે તાપે શેકો નાન ના ઉપર ના ભાગે સેજ ફૂલેલી દેખાય એટલે તવી નુ હેન્ડલ હોય તો તેના થી અથવા પકડ(સાણસી) વડે,

તવી ને ગેસ ફૂલ કરી ને ચારે બાજુ થી સેજ બ્રાઉન રંગ જેવી થાય ત્યાં સુધી સેકો બરોબર સેકાઈ ગયા પછી તેને ગેસ પર સીધી કરી  ઘી અથવા માખણ લગાડી નાખી ને તાવિથા  વડે કાઢી લ્યો તો તૈયાર છે બટર નાન..

એક રીતે લોટ નો લુવો લઈ ને સેજ જાડી રોટલી વણો તેના પર તેલ લગાડી પીસેલું લસણ ને લીલા ઘણા ને લગાઓ ને ફરી થી સેજ વણી લ્યો ને ત્યાર પછી તને ઉલટાવી તેના પર પાણી લગાડી માધ્યમ ગેસ પર તવી પર નાખી ને સેજ દબાવી ચડવા દયો,

ત્યાર પછી તવી ને ફૂલ ગેસ કરી ઊંઘી કરી ચારે બાજુ થી બરોબર શેકી લ્યો ને સેકાઇ ગયા પછી તવી ને સીધી કરી તેના પર ઘી અથવા માખણ લગાડી ને ગરમા ગરમ પીરસો

તૈયાર છે ગાર્લિક નાન રેસીપી, garlic butter naan recipe in Gujarati, garlic butter naan recipe on tawa, home made garlic naan recipe.

રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આ રીતે બનાવો પંજાબી છોલે સાથે સોફ્ટ ભટુરા રેસીપી – Bhature recipe

 વિડીયો: ઈંસ્ટન્ટ રવા મસાલા ઢોસા – Instant Rava Masala Dhosa

Dal Dhokri Recipe – ઘરે બનાવો પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement