નમસ્તે મિત્રો આજે આપણે પાનકોબી બેસન નું શાક બનાવવાની રીત – Pankobi besan nu shaak banavani rit શીખીશું, do subscribe Food Rewind YouTube channel on YouTube If you like the recipe , ઘરમાં અચાનક આવેલા મહેમાન હોય ત્યારે ઝડપથી તૈયાર થઈ જાય ને બધા ને પસંદ આવે એવું પાનકોબી બેસન નું શાક બનાવવાની રીત શીખીએ તો ચાલો જાણીએ Pan kobi besan nu shaak banavani rit બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કોબી બેસન નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- પાનકોબી 500 ગ્રામ
- તેલ 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- તમાલપત્ર 1
- આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ટમેટા પેસ્ટ 1-2
- ધાણાજીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- બેસન 1-2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
Pankobi besan nu shaak banavani rit | પાનકોબી બેસન નું શાક બનાવવાની રીત
પાનકોબી બેસન નું શાક બનાવવા સૌપ્રથમ પાનકોબી ને લાંબી ને ઝીણી ઝીણી સુધારી લ્યો હવે ગેસ પર એક કપ પાણી ગરમ કરવા મૂકો,
ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાણી ઉકાળો પાણી ઊકળવા લાગે એટલે એમાં પાનકોબી નાખી ઢાંકી ને બે મિનિટ બાફી લેવી ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ આદુ ની પેસ્ટ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ઢાંકી ચાર મિનિટ ચડાવી લ્યો અથવા તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો
ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર મીઠું સ્વાદ મુજબ અને બેસન નાખી મિક્સ કરી બેસન ને શેકી લ્યો બેસન ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં ને ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે મિનિટ ચડાવો
બેસન શેકાઈ જાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરો અને એમાં બાફી રાખેલ પાનકોબી નાખી મિક્સ કરી લ્યો ને પા કપ થી ઓછી પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી રોટલી , પરોઠા અને ભાત સાથે સર્વ કરો પાનકોબી બેસન નું શાક
કોબી બેસન નું શાક | Pan kobi besan nu shaak banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Rewind ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ડુંગળી લસણ વગરની ટમેટા ચટણી | dungri lasan vagar tametani chutney banavani rit
દુધી ની ઈડલી બનાવવાની રીત | dudhi ni idli banavani rit
બાજરી ના લોટ ના ઢોસા બનાવવાની રીત | Bajri na lot na dhosa banavani rit
ઓટ્સ વેજીટેબલ ટીક્કી બનાવવાની રીત | oats vegetable tikki banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે