ઓટ્સ વેજીટેબલ ટીક્કી બનાવવાની રીત | oats vegetable tikki banavani rit

ઓટ્સ વેજીટેબલ ટીક્કી બનાવવાની રીત - oats vegetable tikki banavani rit - oats vegetable tikki recipe in gujarati - ઓટ્સ વેજિટેબલ ટીક્કી બનાવવાની રીત
Image credit – Youtube/Diet Kundali
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઓટ્સ વેજીટેબલ ટીક્કી બનાવવાની રીત – oats vegetable tikki banavani rit શીખીશું. do subscribe Diet Kundali YouTube channel on YouTube  If you like the recipe આ ટીક્કી ખાવા માં ટેસ્ટી અને અનેક બીમારી માં ખાવી ફાયદાકારક છે ને બનાવી પણ ખૂબ સરળ છે તો ચાલો જાણીએ oats vegetable tikki recipe in gujarati – ઓટ્સ વેજિટેબલ ટીક્કી બનાવવાની રીત માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ઓટ્સ વેજીટેબલ ટીક્કી બનાવવા જરૂરી સામગ્રી

  • ઓટ્સ ½ કપ
  • કોળુ / પંપકીન 50 ગ્રામ/ ½ કપ / છીણેલ દૂધી ½ કપ
  • ગાજર 40 ગ્રામ /1
  • ડુંગળી 1
  • વટાણા ¼ કપ
  • લસણ કણી 6-7
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • અજમો ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠુ
  • તેલ જરૂર મુજબ

ઓટ્સ વેજીટેબલ ટીક્કી બનાવવાની રીત | oats vegetable tikki recipe in gujarati

ઓટ્સ વેજીટેબલ ટીક્કી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં લસણ ની કણી, લીલા મરચા, આદુ નો ટુકડો, લીલા ધાણા સુધારેલા, વટાણા નાખી દરદરા પીસી લ્યો

હવે એક વાસણમાં ઓટ્સ લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી, કોળુ છીણેલું, ગાજર છીણેલું ત્યાર બાદ એમાં પીસી રાખેલ મસાલો, સ્વાદ મુજબ મીઠું, અજમો હાથ થી મસળી ને નાખો સાથે લાલ મરચાનો પાઉડર અને જીરું નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો

Advertisement

હવે તૈયાર મિશ્રણ માંથી  જે આકાર અને સાઇઝ ની ટીક્કી બનાવી છે એ સાઇઝ નું મિશ્રણ લઈ ટીક્કી બનાવી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે એક બે ચમચી તેલ નાખો અને તૈયાર ટીક્કી ને એમાં મૂકી ધીમા તાપે બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો

આમ બધીજ ટીક્કી ધીમા તાપે શેકી ને તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ નાસ્તા માં ચટણી સાથે સર્વ કરો ઓટ્સ વેજીટેબલ ટીક્કી.

ઓટ્સ વેજિટેબલ ટીક્કી બનાવવાની રીત | oats vegetable tikki banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Diet Kundali ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dry fruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati

મિલ્ક પાવડર થી કાળા જાંબુ બનાવવાની રીત | milk powder thi kala jamun banavani rit gujarati ma

ચોખા ના લોટ ની કટલેસ બનાવવાની રીત | chokha na lot ni cutlet banavani rit | chokha na lot ni cutlet recipe in gujarati

મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati

મગદાળ પાપડી પુરી બનાવવાની રીત | magdal ni papdi puri banavani rit | magdal ni papdi puri recipe in gujarati

કોળા નું શાક બનાવવાની રીત | kola nu shaak banavani rit | kola nu shaak gujarati recipe

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement