બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત | Badam cookie chocolate banavani rit

બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત - Badam cookie chocolate banavani rit
Image credit – Youtube/My Lockdown Rasoi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત – Badam cookie chocolate banavani rit શીખીશું. do subscribe My Lockdown Rasoi YouTube channel on YouTube  If you like the recipe આ કુકી ચોકલેટ ને London Almond Cookies Chocolate તરીકે પણ ઓળખવામાં આવે છે તેમજ બનાવી ખૂબ સરળ અને ટેસ્ટી લાગે છે તો આ દિવાળી પર ઘરના સભ્યો અને આવેલ મહેમાન ને પણ કંઇક અલગ જ મીઠાઈ ખવડાવો અને દરેક એક વખત તો ચોક્કસ પૂછશે કે કેમ બનાવી ? તો ચાલો જાણીએ બદામ કુકી ચોકલેટ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બદામ કુકી ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી

  • શેકેલ બદામ ½ કપ
  • મેંદા નો લોટ 1 કપ
  • ચોખાનો લોટ 2-3 ચમચી
  • મિલ્ક પાઉડર 2-3 ચમચી
  • આઇસિંગ સુગર ¼ કપ
  • માખણ 6-7 ચમચી
  • વેનીલા એસેન્સ ½ ચમચી
  • દૂધ 1-2 ચમચી
  • ચોકલેટ 200 ગ્રામ

બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત

બદામ કુકી ચોકલેટ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર ધીમા તાપે પાંચ સાત મિનિટ બદામ ને શેકી લ્યો અને બદામ બરોબર શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડી થવા મૂકો

હવે એક વાસણમાં મેંદા નો લોટ, ચોખા નો લોટ અને મિલ્ક પાઉડર ચાળી ને લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં માખણ અને આઈસિંગ સુગર અને માખણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં વેનીલા એસેન્સ નાખી ફરી મિક્સ કરી લ્યો

Advertisement

હવે એમાં થોડો થોડો ચારી રાખેલ લોટ નાખતા જઈ મિક્સ કરી લ્યો ને એક ચમચી દૂધ નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલો લોટ ને બે મિનિટ મસળી ને સ્મૂથ કરી લ્યો હવે બદામ ને કવર કરી શકાય એટલો લોટ લઈ બદામ ને પેક કરી લંબગોળ આકાર આપો

આમ બધી શેકેલ બદામ ને બાંધેલા લોટ થી કવર કરી લ્યો અને ગ્રીસ કરેલ પ્લેટ પર કે બટર પેપર પર મૂકી દયો હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં નીચે કાંઠો મૂકી દસ મિનિટ ઢાંકી ગરમ કરો ત્યાર બાદ એમાં કુકી વાળી પ્લેટ મૂકી દયો ને ઢાંકી ને ધીમા તાપે વીસ થી ત્રીસ મિનિટ બેક કરી લ્યો

હવે ત્રીસ મિનિટ માં કુકી બરોબર બેક થઈ થોડી બ્રાઉન થાય એટલે કાઢી લઈ ઠંડી થવા મૂકો ને સાવ ઠંડી કરી લ્યો

ત્યારબાદ એક વાસણમાં પાણી ગરમ મૂકો એમાં ચોકલેટ ના કટકા કરેલ વાસણ એમાં મૂકી ચોકલેટ ને પીગળાવી લ્યો ચોકલેટ પીગળી જાય એટલે એને ભર કાધી બરોબર મિક્સ કરી સ્મૂથ કરી લ્યો

હવે પીગળેલા ચોકલેટ માં તૈયાર કરેલ કુકી ને ચોકલેટ માં કોટીંગ કરી ઉપર ડ્રાય ફ્રુટ ના ટુકડા મૂકી પ્લેટ માં કે પેપર કપ માં મૂકી ને ફ્રીજર માં દસ પંદર મિનિટ મૂકી જમાવી લ્યો આમ બધી કુકી ને ચોકલેટ નું કોટીંગ કરી ફ્રિજર માં જમાવી લ્યો ને ત્યાર બાદ ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકો ને સર્વ કરો બદામ કુકી ચોકલેટ.

Badam cookie chocolate banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Lockdown Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dry fruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati

ચીઝ ખાખરા ચાર્ટ બનાવવાની રીત | cheese khakhra chaat banavani rit

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladva banavani rit | churma na ladva recipe in gujarati

ચુર્રોસ બનાવવાની રીત | churros banavani rit | churros recipe in gujarati

પનીર કચોરી બનાવવાની રીત | Paneer kachori banavani rit | Paneer kachori recipe in gujarati

મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત | mix veg paratha banavani rit | mix veg paratha recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement