મોમોસ પરાઠા બનાવવાની રીત | Momos parotha banavani rit

મોમોસ પરાઠા - Momos parotha - મોમોસ પરાઠા બનાવવાની રીત - Momos parotha banavani rit
Image credit – Youtube/Nilu's kitchen
Advertisement

આપણે ઘરે મોમોસ પરાઠા બનાવવાની રીત – Momos parotha banavani rit શીખીશું. આજે આપણે વેજીટેબલ નું સ્ટફિંગ ભરી ને પરાઠા બનાવીશું, do subscribe Nilu’s kitchen YouTube channel on YouTube If you like the recipe , મોમોસ્ ને પણ ભૂલી જાવ તેવા સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. સવાર ના નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં આપી શકો છો. સાથે ટેસ્ટી દહી ની ચટણી પણ બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી મોમોસ પરાઠા બનાવતા શીખીએ.

મોમોસ પરાઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ગ્રેટ કરેલા ગાજર 2
  • ગ્રેટ કરેલી પત્તા ગોબી 200 ગ્રામ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • સેઝવાં ચટણી 2 ચમચી
  • ચીલી સોસ 1 ચમચી
  • સોયા સોસ ½ ચમચી
  • મંચુરિયન મસાલો 1 ચમચી
  • સોજી ¼ કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • લોટ બાંધવા માટે ની સામગ્રી
  • ઘઉં નો લોટ 2 કપ
  • મરી પાવડર ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કસૂરી મેથી 1 ચમચી
  • તેલ 2 ચમચી

દહી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલાં મરચાં 2
  • લીલાં ધાણા 1 કપ
  • આદુ ½ ઇંચ
  • 1 ડુંગળી ના ટુકડા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • દહી ¼ કપ
  • દહી 1 કપ

સ્ટફિંગ બનાવવા માટેની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ગ્રેટ કરેલું ગાજર, ગ્રેટ કરેલું પત્તા ગોબી, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, આદુ ની પેસ્ટ, સેઝવાન ચટણી, ચીલી સોસ, સોયા સોસ અને મંચુરિયન નો મસાલા પાવડર નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં સોજી નાખો. હવે બધી સામગ્રી ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી સ્ટફિંગ.

Advertisement

પરોઠા નો લોટ બાંધવા માટે ની રીત

લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, કસૂરી મેથી અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. હવે ફરી થી તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેને ફરી થી ગુંથી લ્યો.

મોમોસ પરાઠા બનાવવાની રીત

મોમોસ પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં એક લુવો બનાવી લ્યો. હવે તેના એક બાજુ ઝીણા સુધારેલા લીલાં ધાણા અને સફેદ તલ લગાવી દયો. ત્યાર બાદ કોરો લોટ લગાવી ને પાતળી રોટલી વણી લ્યો.

વચ્ચે ત્રિકોણ સેપ માં સ્ટફિંગ રાખો. ત્યાર બાદ રોટલી ની કિનારી માં પાણી લગાવી લ્યો. ત્યાર બાદ તેને ફોલ્ડ કરતા જાવ. હવે ફરી થી તેને એકવાર હલ્કા હાથે વણી લ્યો.

ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં પરાઠા નાખો. હવે તેને બને તરફ ઘી લગાવી ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.

ચટણી બનાવવા માટેની રીત

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, લીલા ધાણા, આદુ, ડુંગળી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેમાં થોડું દહી નાખો. હવે ફરી થી તેને પીસી લ્યો.

પેસ્ટ ને દહી ના કટોરી માં નાખી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી દહી ની ચટણી.

મોમોસ પરાઠા ને દહી ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પરાઠા ખાવાનો આનંદ માણો.

Momos parotha recipe notes

  • સ્ટફિંગ માં સોજી ની જગ્યાએ બ્રેડ ક્રમશ કે પોહા પણ નાખી શકો છો.

Momos parotha banavani rit

Video Credit : Youtube/ Nilu’s kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nilu’s kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાકેલા કેળા નું ટેસ્ટી પેન કેક બનાવવાની રીત | Pakela kela nu testy pan cake banavani rit

જામફળ નું શાક બનાવવાની રીત | jamfal nu shaak banavani rit | jamfal nu shaak recipe gujarati

હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત | hot and sour soup banavani rit | hot and sour soup recipe in gujarati

બીટ નો જ્યુસ બનાવવાની રીત | bit no juice banavani rit | beet juice recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement