રાજકોટ ની ચટણી | rajkot ni chutney recipe | rajkot green chutney recipe

રાજકોટ ની ચટણી - rajkot ni chutney - rajkot ni lili chutney - રાજકોટ ની ચટણી બનાવવાની રીત - rajkot ni chutney recipe - rajkot green chutney recipe
Image credit – Youtube/Sanghvi's Kitchen
Advertisement

આપણે રાજકોટ ની ચટણી બનાવવાની રીત – rajkot ni chutney recipe – rajkot ni lili chutney શીખીશું. આ રાજકોટ ની ચટણી ને ગોરધનભાઈ ની ચટણી, સીંગદાણા ની લીલી ચટણી તરીકે પણ ઓળખાય છે, do subscribe Sanghvi’s Kitchen YouTube channel on YouTube If you like the recipe , આજ કાલ આ ચટણી દેશ માં જ નહિ પણ વિદેશ માં પણ એટલી જ ખવાય છે. આ ચટણી ને એક વખત બનાવી ને તમે લાંબો સમય સુંધી મજા લઈ શકો છો. આ ચટણી ને કોરી અથવા દહી કે પાણી નાખી થોડી પાતળી કરી ને પણ મજા લઇ શકો છો. તો ચાલો જાણીએ rajkot green chutney recipe બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રાજકોટ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | rajkot ni lili chutney ingredients

  • તીખા લીલા મરચા 100 ગ્રામ
  • લીંબુ નો રસ 2
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • સીંગદાણા ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું

રાજકોટ ની ચટણી બનાવવાની રીત | rajkot green chutney recipe

રાજકોટ ની ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં બે ચાર વખત ફેરવી ને દરદરા પીસી લેશું અને પીસેલા સીંગદાણા ના પાઉડર ને અલગ વાસણમાં કઢી લેશું.

એજ મિક્સર જાર માં સુધારેલ તીખા લીલા મરચા, હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી ને પીસી ને પેસ્ટ બનાવી લેશું. હવે પીસેલા મરચા ની પેસ્ટ માં પીસેલા સીંગદાણા નો પાઉડર અને બે લીંબુનો રસ નાખી ફરી થી એક વખત બરોબર રીતે ચટણી ને પીસી લેશુ.

Advertisement

 પીસેલી ચટણી ને એક ડબ્બા માં કાઢી લેશું. જેને બહાર તમે બે ત્રણ દિવસ અને ફ્રીઝ માં દસ પંદર દિવસ સુંધી રાખી શકો છો. તૈયાર ચટણી એમજ સીધી અથવા જરૂર મુજબ નું દહી કે પાણી નાખી પાતળી કરી મજા લેશું રાજકોટ ની ચટણી.

rajkot ni chutney recipe | Recipe Video

Video Credit : Youtube/ Sanghvi’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanghvi’s Kitchen ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મોમોસ પરાઠા બનાવવાની રીત | Momos parotha banavani rit

સીતાફળ રબડી બનાવવાની રીત | sitafal rabdi banavani rit | sitafal rabdi recipe in gujarati

પાલક વટાણા ની પૂરી બનાવવાની રીત | Palak vatana ni puri banavani rit

પાનકોબી બેસન નું શાક બનાવવાની રીત | Pankobi besan nu shaak banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement