સંભારિયું શાક બનાવવાની રીત | Sambharyu shaak banavani rit

સંભારિયું શાક - Sambharyu shaak - સંભારિયું શાક બનાવવાની રીત - Sambharyu shaak banavani rit - Sambharyu shaak recipe in gujarati
Image credit – Youtube/Food se Fitness Gujarati
Advertisement

ઘરે કાઠિયાવાડી સ્ટાઈલમાં સંભારિયું શાક બનાવવાની રીત – Sambharyu shaak banavani rit શીખીશું, do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube If you like the recipe , બાજરા ના રોટલા, જુવાર ના કે મકાઈ ના રોટલા સાથે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આંગળા ચાટતા રહી જાવ તેવું આ શાક બને છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને પસંદ આવે છે. તો ચાલો આજે આપણે ઘરે દરેક ને ભાવે તેવું ટેસ્ટી સંભારીયું શાક બનાવતા શીખીએ.

શાક માટે મસાલો બનાવવાની સામગ્રી

  • બેસન ¼ કપ
  • સીંગદાણા નો પાવડર ¼ કપ
  • નારિયલ નો ચૂરો ¼ કપ
  • સફેદ તલ 1 ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • ધાણા પાવડર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ¼ કપ
  • બટેટા 8-10
  • રીંગણ 8-10
  • લીલાં મરચાં 3-4
  • તિંડોલા 6-7
  • લીલાં વટાણા 1 વાટકી

સંભારિયું શાક વઘરવાની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • તજ 1 ટુકડા
  • મરી 2-3
  • લવિંગ 2-3
  • તેજ પત્તા 1
  • ચકરી ફૂલ 1
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • લીમડા ના પાન 8-10
  • હિંગ ¼ ચમચી
  • ટામેટા ની પ્યુરી 1 કપ
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી ½ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

સંભારિયું શાક નો મસાલો બનાવવા માટેની રીત

મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બેસન નાખો. હવે તેમાં સીંગદાણા નો પાવડર, નારિયલ નો ચૂરો, સફેદ તલ, આદુ મરચા ની પેસ્ટ, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર, ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, તેલ, લીંબુ નો રસ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે નાના બટેટા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને છોલી ને એક તરફ કટ લગાવી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. હવે નાની સાઇઝ ના  રીંગણ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ઉપર નો ટિંડા ની ભાગ રે એ રીતે થોડું કાપી લ્યો. ત્યાર બાદ તેને ઉપર ની તરફ થી એક કટ લગાવી લ્યો.

Advertisement

તિંડોળા ના ટોપ અને બોટમ નો થોડો ભાગ કાપી લ્યો. ત્યાર બાદ તેને પણ વચ્ચે થી ઉભો એક કટ લગાવી લ્યો. ત્યાર બાદ મરચાં ના પણ ઊભા એક કટ લગાવી લ્યો.

બધા જ શાક માં સરસ થી બનાવી ને રાખેલ મસાલા ને ભરી લ્યો. અને મસાલો બચ્યો હોય તેને એક વાટકી માં રાખી લ્યો.

ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે એક છની વારી પ્લેટ લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર વચ્ચે વટાણા ની એક વાટકી મૂકો.

તેની આજુ બાજુ માં ભરી ને રાખેલું શાક મૂકો. હવે પ્લેટ ને સ્ટીમર માં રાખી. હવે તેને ઢાંકી દયો. હવે તેને દસ થી પંદર મિનિટ સુધી બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. ત્યાર બાદ તેને સ્ટીમર માંથી બારે કાઢી લ્યો. અને ઠંડું કરવા માટે રાખી દયો.

શાક નો વઘાર કરવા માટે ની રીત

શંભારીયું શાક નો વઘાર કરવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, મરી, લવિંગ, તેજ પત્તા અને ચકરી ફૂલ નાખો.

હવે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પ્યુરી ને સરસ થી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં શાક માં ભરતાં જે મસાલો વધ્યો હતો તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલા વટાણા અને બધું શાક ધીમે ધીમે નાખો. હવે તેને હલ્કા હાથે હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ધીમા તાપે દસ મિનિટ સુધી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઈલમાં સંભારિયું શાક. હવે તેને બાજરો, મકાઈ કે જુવાર ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ સંભારિયું શાક ખાવાનો આનંદ માણો.

સંભારિયું

Sambhariyu shaak recipe notes

  • મસાલા માં તમે ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કરી શકો છો.

Sambharyu shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રાજકોટ ની ચટણી | rajkot ni chutney recipe | rajkot green chutney recipe

દાળ પકવાન બનાવવાની રેસીપી | Sindhi Dal Pakwan recipe in Gujarati |dal pakwan banavani rit

તંદુરી મસાલો બનાવવાની રીત | tandoori masala recipe in gujarati | tandoori masalo banavani rit gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement