તંદુરી મસાલો બનાવવાની રીત | tandoori masalo banavani rit recipe in gujarati

તંદુરી મસાલો બનાવવાની રીત - tandoori masala recipe in gujarati - tandoori masalo banavani rit gujarati
Image credit – Youtube/Manisha Bharani's Kitchen

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Manisha Bharani’s Kitchen  YouTube channel on YouTube આજે આપણે તંદુરી મસાલા બનાવવાની રીત  – તંદુરી મસાલો બનાવવાની રીત શીખીશું. આ મસાલો તમે કોઈ પણ પંજાબી શાક બનાવવા કે પછી કોઈ શાક કે પનીર ને મેરીનેટ કરવા માટે વાપરી શકો છો ને એક વખત મસાલો તૈયાર કરી લીધા બાદ બહાર ત્રણ ચાર મહિના સાચવી શકો છો ને ફ્રીઝ માં છ સાત મહિના સુધી સાચવી શકાય છે તો ચાલો જોઈએ tandoori masala recipe in gujarati language ,tandoori masalo banavani rit gujarati ma બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

તંદુરી મસાલો બનાવવા જરૂરી સામગ્રી | tandoori masalo ingredients  

 • સૂકા આખા ધાણા 3-4 ચમચી
 • જીરું 3-4 ચમચી
 • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 3 ચમચી
 • મરી 2 ચમચી
 • તજ ના ટૂકડા 2-3
 • જવેત્રી 1
 • વરિયાળી 2 ચમચી
 • એલચી 1 ચમચી
 • આદુ પાઉડર 2 ચમચી
 • જાયફળ 1
 • લવિંગ 4-5
 • સંચળ 1 ચમચી
 • સ્ટ્રાર ફૂલ / બાદીયાનું 1

tandoori masalo banavani rit gujarati ma | tandoori masalo recipe in gujarati language

તંદુરી મસાલા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં આખા ધાણા, જીરું, વરિયાળી, બાદીયાનું, લવિંગ, મરી, તજના ટુકડા, જાવેત્રિ, જાયફળ નાખી ધીમા તાપે હલાવતા રહો ને શેકો

બધી સામગ્રી ને આઠ દસ મિનિટ સુધી સાવ ધીમા તાપે શેકવી જ્યારે જીરું ને ધાણા ની રંગ થોડો ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી નાખો અથવા મસાલા શેકાવવાની સારી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો

શેકી રાખેલ મસાલા ને બીજી થાળીમાં કાઢી ને ફેલાવી નાખી ઠંડા થવા દયો મસાલા બિલકુલ ઠંડા થાય પછી જ પીસવા ના નહિતર જો મસાલા થોડા પણ ગરમ હસે તો એમાંથી તેલ અલગ થઈ જશે

મસાલા સાવ ઠંડા થાય પછી મિક્સર જારમાં શેકેલા મસાલા નાખી થોડી થોડી વાર મિક્સર ફેરવી ને મસાલા ને પીસવા એક સાથે મિક્સર ચાલુ રાખી ને પીસવા નહિ બે ત્રણ વખત ફેરવી લીધા બાદ એક વખત જાર નું ઢાંકણ ખોલી ચમચીથી મિક્સ કરી લ્યો

ત્યાં બાદ ફરી બે ત્રણ વખત પ્લસ મોડ માં મિક્સર ફેરવી લઈ પાછું ઢાંકણ ખોલી ચમચી થી મિક્સ કરી લ્યો ને ફરી એક વખત બરોબર પીસી લ્યો (આમ મસાલા પીસ્તી વખતે પાછા ગરમ ના થાય એટલે પ્લસ મોડ માં પીસવા)

હવે એમાં બે ચમચી કાશ્મીર લાલ મરચાનો પાઉડર, આદુ પાઉડર ને સંચળ નાખો ને ફરી એક બે વખત પ્લસ મોડ માં પીસી લ્યો ને ચમચાથી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફરી એક ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી ને એક વખત પીસી લ્યો

હવે તૈયાર છે તંદુરી મસાલા પણ તમે ચાહો તો ચારી ને પણ તૈયાર કરી શકો છો ને ચારિયા વિના પણ તમે વાપરી શકો છો તો તૈયાર મસાલા ને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો

તંદુરી મસાલો બનાવવાની રીત વિડીયો | tandoori masala recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  Manisha Bharani’s Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe in gujarati

ઢાબા સ્ટાઈલ વેજ કડાઈ બનાવવાની રીત | Dhaba style veg kadai recipe in Gujarati

ગોળ ની ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi banavani rit | Fada lapsi recipe in Gujarati

કાલા ખટ્ટા શરબત બનાવવાની સરળ રીત | kala khatta sharbat recipe

પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit

જલજીરા બનાવવાની રીત | Jal Jeera Recipe in Gujarati

નારીયલ ના લાડવા બનાવવાની રીત | Topra na ladoo | Nariyal ladoo banavani rit

દાલ મખની બનવવાની રીત | Daal Makhni Recipe

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે