નારીયલ ના લાડવા | Topra na ladoo | Nariyal ladoo banavani rit

Topra na ladoo Recipe - Coconut ladoo recipe - Nariyal na ladoo banavani rit  - kopra na ladoo banavani rit - નારીયલ ના લાડવા
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નારીયલ ના લાડવા / ટોપરા ના લડવા / કોકોનટ ના લાડુ ( Topra na ladoo Recipe – Coconut ladoo recipe – Nariyal na ladoo banavani rit  – kopra na ladoo banavani rit )જે તમે પ્રસાદી કે પછી તહેવાર માં ઘરે બનાવી શકો છો ઘર ના દરેક સભ્ય ને પસંદ આવશે.

Topra na ladoo Recipe

નારીયલ ના લાડવા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • એક નારીયલ
  • પા કપ ખાંડ
  • અડધો કપ મિલ્ક પાવડર
  • પા કપ કન્ડેન્સ મિલ્ક
  • પા ચમચી એલચીનો ભૂકો
  • અડધી ચમચી રોઝ એસેન્સ
  • પા ચમચી રાસબરી કલર/મનગમતો કલર

Coconut ladoo recipe – Nariyal na ladoo banavani rit

નારીયેલ ના લાડવા( Topra na ladoo Recipe – Coconut ladoo recipe ) બનાવવા સૌપ્રથમ નારીયલ ની બ્રાઉન કલરની છાલ ઉતારી જરૂર પ્રમાણે થોડું દૂધ નાખી પીસીને પેસ્ટ બનાવી લો

ત્યારબાદ એક કડાઈમાં દૂધ નાખી ગરમ કરો દૂધ બરાબર ઉકળીને અડધું થાય એટલે તેમાં નારીયલ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી શેકો મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં ખાંડ નાખી બધું જ પાણી બળી જાય ત્યાં સુધી શેકો

Advertisement

તેમાં મિલ્ક પાવડર નાખી ફરીથી બરોબર મિક્સ કરી સેકો ત્યારબાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી શેકો અને તેમાં એલચીનો ભૂકો નાખી ગેસ બંધ કરી દો.

નારીયેલ ના લાડવા( ટોપરા ના લડવા ) બનાવવા હવે તૈયાર મિશ્રણ નો ૩/૪  ભાગ કરી તેમાંથી એક ભાગ રાસ બરી કલરઅને રોઝ ફ્લેવેર એસેંસ્સ નાખો અથવા તમને મનગમતો કલર નાખી બરોબર હલાવી લો

કલર નાખવો ના નાખવો તમારા પર છે જો તમને સિમ્પલ લાડવા કરવા હોય તો તૈયાર મિશ્રણ ના લાડવા બનાવી ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરો)

નારીયેલ ના લાડવા( Coconut ladoo recipe) બનાવવા મિશ્રણ ઠંડુ થાય પછી સાદા મિશ્રણના નાના નાના લાડવા બનાવી એક્સાઇડ મૂકો

ત્યારબાદ રાસ બરી ફ્લેવર વારા મિશ્રણ ને હથેળીમાં પાથરી તેની અંદર સાદા મિશ્રણ વારો તૈયાર કરેલ નાનું લાડુ મૂકી ચારે બાજુથી બરોબર કવર કરી ગોળાકાર અથવા તમને મનગમતા આકાર આપી લાડવા તૈયાર કરી લો ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરી તૈયાર કરી લો

તો તૈયાર છે નારીયેલ ના લાડવા( Nariyal na ladoo banavani rit  – kopra na ladoo banavani rit ).

kopra na ladoo banavani rit

નીચે પણ બીજી ફરાળી રેસીપી ની લીંક છે જે અચૂક  એક વાર જુવો

વિડીયો: ઘરે બનાવો Dry fruit Faradi Ladu જે Healthy પણ છે.

ઘરે સ્વાદિષ્ટ બનાવો ફરાળી ઢોકળા – Faradi Dhokra

ફરાડી Stuffed સાબુદાણા વડા બોમ્બ Sabudana Vada Bombs

ઘરે બનાવો ફરાળી હાંડવો – Faradi Handvo

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Advertisement