ટામેટા ના ઉપયોગ વળે ૧૦ ફેસપેક બનાવવાની રીત | સ્કિન માટે ટામેટા નો ઉપયોગ

સ્કિન માટે ટામેટા નો ઉપયોગ કરવાની રીત - ટામેટા નો ફેસપેક - સ્કીન કેર ટિપ્સ - ફેસપેક બનાવવાની રીત
Advertisement

આ આર્ટીકલ ની અંદર અમે સ્કિન માટે ટામેટા નો ઉપયોગ વડે સ્કીન કેર ટિપ્સ લાવ્યા છીએ જેમાં ટામેટા સાથે અલગ અલગ વસ્તુ નો ઉપયોગ કરી રોજીંદી સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે ના ફેસપેક બનાવવાની રીત જણાવેલ છે, ચહેરાને સુંદર બનાવવા ના ઉપાય, tomato benefits for skin in Gujarati.

કહેવાય છે ને કે એક ટમેટું દરરોજ ખાઓ ડોક્ટર તમારા થી દૂર રહેશે અનેક પોશાકતત્વોથી ભરપૂર ટામેટા મૂળ અમેરિકાના વતની છે. અત્યારે તો દુનિયભરમાં ટમેટા નો ઉપયોગ બહોળા પ્રમાણ માં થાય છે. ટમેટામાં ખોરાક માટેના પોષકતત્વો સારા પ્રમાણ માં હોવાથી એ લીલા શાકભાજીમાં તેમજ ફળ તરીકે સર્વશ્રેષ્ઠ ગણાય છે.

સફરજન, સંતરા, મોસંબી, દ્રાક્ષ, વગેરે ફળો કરતા તેમાં લોહી બનાવવાના ગુણ અનેક ગણા વધારે છે. ટમેટા માં ઓક્ઝેલિક એસીડ અને સાઈટ્રીક એસીડ સારા પ્રમાણ માં હોય છે. તેમાં પોટેશિયમ,આયરન,ચૂનો, અને મેગેનીઝ પૂરતા પ્રમાણ માં છે.

Advertisement

પાકા ટમેટામાં વિટામીન-એ-બી-સી ઘણા પ્રમાણ મા છે. આજ ના આ લેખમાં તમને ટમેટા ના અલગ અલગફેસપેક બનાવવાની રીત વિષે માહિતી આપશું જે તમારી ત્વચાને ચમકીલી, કરચલીઔ રહિત, ટાઈટ અને ગ્લોવિંગ બનાવામાં મદદ કરશે તો ચાલો વાંચો આવા વિવિધ ફેસપેક વિષે.

ટમેટા અને એવોકાડો નો ફેસપેક બનાવવાની રીત

એક ચમચી ટમેટા નો પલ્પ અને એક ચમચી એવોકાડો નો પલ્પ મિક્ષ કરીને ફેસ પર ૧૦ થી ૧૫ મિનીટ લગાડી રાખો, પછી ફેસને સાદા પાણી વડે ધોઈ લો.

એવોકાડોમાં વિટામીન-ઈ, સી અને એ હોય છે જે ત્વચામાટે ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે વિટામીન-એ ત્વચાને ખીલ થી બચાવે છે વિટામીન-સી ત્વચા ને એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામીન-ઈ ત્વચા પર એન્ટી એમ્ફ્લામેંટરી ની જેમ કામ કરે છે.

એલોવેરા અને ટમેટા નો ફેસપેક બનાવવાની રીત

એક ચમચી ટમેટા નો જ્યુસ અને એક ચમચી એલોવેરા જેલ લઈને મિક્ષ કરીને ચહેરા પર લગાવીને ૫ મિનીટ મસાજ કરો પછી તેને ૧૫ મિનીટ સુધી રહેવા દઈ પાણી વડે ધોઈ લો,

એલોવેરા માં એન્ટી એન્જીંગ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ચહેરા પર કરચલીઓ પડવા દેતી નથી અને ત્વચાને મોશ્ચ્યુંરાઈઝ કરે છે.

કાકડી અને ટામેટા નો જ્યુસ નો ફેસપેક બનાવવાની રીત

અડધું ટમેટું અને ૧/૪ કાકડી બન્ને ને ભેગું કરીને પીસી લો, હવે આ પેક ને ચહેરા પર લગાવો અને થોડી વાર મસાજ કરો પછી ૧૫ મિનીટ રહેવા દઈને પાણી વડે ચહેરો ધોઈ લો,

કાકડી સાથે ટમેટા ને લગાવવાથી ફાયદો એ થાય છે કે ચહેરા પર થતી બળતરા ઓછી થઇ જાય છે, સનબર્ન થી ત્વચા બળી ગઈ હોય તો તેમાં ખુબ જ ફાયદો થાય છે.

જોજોબા, ટી ટ્રી ઓઈલ અને ટમેટા નો ફેસપેક

અડધું ટમેટા નો પલ્પ, એક ચમચી જોજોબા ઓઈલ અને એક ચમચી ટી ટ્રી ઓઈલ આ ત્રણેય વસ્તુને મિક્ષ કરીને ચહેરા પર ૧૫ મિનીટ સુધી રાખો અને ત્યારબાદ નવસેકા પાણીથી ધોઈ લ્યો,

આ ફેસપેક લગાવવાથી ખીલ અને ચામડીના વિકારો માં ફાયદો થાય છે અને સ્કીન ચમકદાર બને છે.

ટમેટા અને ચણા ના લોટ નો ફેસપેક

બે ચમચી ચણા ના લોટ માં પેક જેવું થાય એટલો ટમેટા નો રસ નાખો અને આ ફેસપેક ને ચહેરા પર ૧૫ થી ૨૦ મિનીટ સુધી રહેવા દો અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખો,

ચણા ના લોટ સાથે ટમેટું લગાવવાથી ઘણા બધા ફાયદા થાય છે. આ ફેસપેક ત્વચાના રોમછિદ્રો ને ખોલીને ત્વચાને અંદર થી સાફ કરે છે ત્વચામાં નિખાર લાવે છે.

મધ અને ટમેટા નો ફેસપેક

અડધા ટમેટા ને છીણી ને તેમાં એક ચમચી મધ નાખીને  મિક્ષ કરીને ચહેરા પર લગાવીને મસાજ કરીને ૧૫ મિનીટ સુધી રહેવા દ્યો પછી નવસેકા પાણી થી ધોઈ લ્યો,

ટમેટું ત્વચા માં નિખાર લાવે છે તો મધ ત્વચાને ટાઈટ બનાવે છે અને ચહેરા માં મોશ્યુંરાઈઝર નું લેવલ બનાવી રાખે છે તથા ખીલ અને તેના ડાઘા ને અમુક જ દિવસ માં દૂર કરે છે.

મુલતાની માટી અને ટમેટાનો ફેસપેક

એક મોટી ચમચી મુલતાની માટી અને તેની ચહેરા પર લગાવી શકાય તેટલું ટમેટા નો રસ લ્યો અને પેક બનાવી લો. આ પેક ને ચહેરા પર લગાવી લો માત્ર ૧૦ મિનીટ રહેવા દઈને ચહેરો ઠંડા પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો,

ટમેટા સાથે મુલતાની માટીનું આ મિશ્રણ ચહેરા નું વધારા નું તેલ શોષીને મૃત કોષોને બહાર કાઢવામાં મદદ કરે છે તથા ચહેરાને સાફ કરે છે ખીલ થી છુટકારો અપાવે છે.

ઓલીવ ઓઈલ અને ટમેટાનું ફેસપેક

અડધા ટમેટા નો રસ અને નાની ચમચી ઓલીવ ઓઈલ ને બરાબર મિક્ષ કરીને ચહેરા પર ૧૦ થી ૧૫ મિનીટ રહેવા દો અને ત્યારબાદ નવસેકા પાણી વડે ચહેરો ધોઈ લો,

ઓલીવ ઓઈલમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે સુરજ ની હાનીકારક કિરણો થી ત્વચા નું રક્ષણ કરે છે.

ચંદન પાવડર અને ટમેટા નો ફેસપેક

આવશ્યકતા અનુસાર ટમેટા નો રસ, ચંદન પાવડર અને ચપ્તીએક હળદર લઇ આ ત્રણેય ને મિક્ષ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર થોડીવાર મસાજ કરીને પછી ૧ઓ મિનીટ રહેવાદો, ત્યારબાદ ઠંડા પાણી થી ધોઈ લેવું,

ચંદન માં માઈક્રોબીયલ ગુણ હોય છે. જે ત્વચા ને એલર્જી થી રક્ષણ આપે છે તથા ચહેરા પર ના ડાઘ,ખીલ ને દૂર કરવામાં મદદ કરે છે હળદર માં એન્ટી બેકટેરીયલ, એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણ હોય છે જે ત્વચા ને કોઈ પણ પ્રકારની સમસ્યા થવા દેતી નથી.

દહીં અને ટમેટા નો ફેસપેક

એક નાની ચમચી લીંબુનો રસ, અડધા ટમેટા નો રસ અને એક ચમચી દહીં આ ત્રણેય ને મિક્ષ કરીને સારી પેસ્ટ બનાવી લો અને ચહેરા પર થોડીવાર મસાજ કરો, પછી થોડીવાર ચહેરા પર રહેવા દો અને પાણી વડે સાફ કરી લો.

જેવુકે આપણે જાણીએ જ છીએ કે ટમેટા અને લીમ્બૂમાં વિટામીન સી ની માત્રા ભરપૂર પ્રમાણ માં હોય છે એવી જ રીતે દહીંમાં લેક્ટિક એસીડ નામના બેક્ટેરિયા મળી રહે છે આ બધા મળીને ત્વચાને ચમક પ્રદાન કરે છે અને ચહેરા પર ફાઈન લાઈન કરચલીઓ પડવા દેતું નથી.

ફેસપેક ટીપ્સ

ઉપર બતાવવામાં આવેલા વિવિધ ફેસપેક વિષે તો માહિતી મેળવી, ચાલો હવે જાણીએ અમુક નાની નાની ટીપ્સ આ બધા ફેસપેક સંબંધિત. જે તમને ફાયદાકારક સાબિત થશે.

અલગ અલગ ફેસપેક માં જણાવવામાં આવેલી સામગ્રીઓ ચહેરા ને અંદર થી સાફ કરે છે. એવામાં અમુક ફેસપેક થી સામાન્ય ખંજવાળ, કે બળતરા થઇ શકે છે. તો તમારી ત્વચાના પ્રકાર અનુસાર ઉપયોગ કરવો.

કોઇપણ ફેસપેક લગાવ્યા પહેલા ચહેરા ને બરાબર ધોઈ લેવો.

ફેસપેક લગાવ્યા પછી જયારે ચહેરાને ધોઈએ છીએ તો પછી ચહેરા ને ટુવાલ ની મદદથી થપથપાવીને જ સુકાવું ઘસવું નહિ, ઘસીને લુવાથી ચહેરા પર રેશીશ પડી શકે છે કારણકે ફેસપેક લગાવ્યા પછી ચહેરાની ત્વચા એકદમ મુલાયમ થઇ ગઈ હોય છે.

હમેશા ફેસપેક લગાવીને ધોઈ નાખ્યા પછી ચહેરા પર મોશ્ચ્યુંરાઈઝ્ર અચૂક લગાવવું તમે વિટામીન-ઈ ની કેપ્સ્યુલ પણ લગાવી શકો છો.

ઉપર જણાવેલ કોઈપણ ફેસપેક નો સાચો ફાયદો લેવો હોય તો લગાવ્યા પછી અમુક કલાકો સુધી તડકામાં બહાર નીકળવું નહિ.  

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

ટામેટા ના ફાયદા અને નુકશાન | ટામેટા ના ઘરેલું ઉપચાર | Tameta na fayda

મધ ના ફાયદા | મધ ના પ્રકાર | મધ ના નુકસાન | મધ ની પરખ | મધ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા

વિવધ પ્રાણીઓ ના દૂધ પીવાના ફાયદા | દૂધ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ | દૂધ પીવાના ફાયદા

જાયફળ અને જાવંત્રી ના ફાયદા | જાયફળ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચારમા | Jayfal na fayda | health benefits of nutmeg in Gujarati

શરીરની ગરમી દૂર કરવાના ઉપાય | ગરમીથી બચવાના ઉપાયો | Garmi thi bachvana upay

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement