અંજીર ના ફાયદા તેમજ ઘરેલું ઉપચારમા ઉપયોગ કરવાની રીત | Anjir Na Fayda

Anjir na Fayda in Gujarati - અંજીર ના ફાયદા - Anjir Health Benefits in Gujarati - Fig Health benefits in Gujarati
Advertisement

અંજીર કે જેનું આપણે વર્ષોથી સેવન કરતા આવ્યા છીએ જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ શાયદ તમને ખબર નહીં હોય કે અંજીર એક એવું ફળ છે જેના ફળરુપે ખાઇ શકો છો અને તે શુંકાયા આવ્યા પછી પણ ખાઇ શકો છો અને તેના ગુણોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો તો ચાલો જાણીએ ,અંજીર ના ફાયદા , Anjir Na Fayda in Gujarati, Fig Anjir Health Benefits in Gujarati.

Anjir Na Fayda in Gujarati

આપણે કાજુ, કીસમીસ, બદામ જેવા ડ્રાય ફ્રુટ્સ ખાઈએ જ છીએ કારણ કે આપણને ખ્યાલ છે કે આ બધા ડ્રાય ફ્રુટ્સ માં શરીર ને ફાયદા કરતા ઘણા બધા પોષક તત્વો સામેલ હોય છે.

પણ તમને શું ખબર છે કે અંજીર પણ આ બધા ડ્રાય ફ્રુટ્સ ની જેમ પોષક તત્વો થી ભરપૂર છે.

Advertisement

અંજીર માં લોહતત્વ અને વિટામિન્સ હોય છે. ૬૨% સાકર નું પ્રમાણ મળે છે.

અંજીર ની અંદર સોડીયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ગંધક, સીલીકોન, ગુંદર, ફોસ્ફરિક એસીડ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, વિટામીન પી સાથે સાથે કોપર, મેગનીઝ, આયરન અને કેલ્શિયમ હોય છે

જો તમે 100 ગ્રામ સુકાયેલા અંજીરનું સેવન કરો છો તો તેની અંદર 209 કેલેરી, 4 ગ્રામ પ્રોટીન, 1.5 ગ્રામ, ફેટ 9.2 ગ્રામ ફાઈબર અને 48.6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે,

તેમજ તાજા 100 ગ્રામ અંજની અંદર 42 ગેલેરી, 0.3 ગ્રામ ફેટ, 1.3 ગ્રામ પ્રોટીન, 9.5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને ૨ ગ્રામ ફાઇબર હોય છે,Anjir Health Benefits in Gujarati.

અંજીર નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ

નાના બાળકો ને મળાવરોધ માં અંજીર નું સેવન કરાવવું ફાયદાકારક સાબિત થાય છે.

શ્વાસ ના રોગીઓને રોજ સવારે સુકા અંજીર ખવડાવાય છે. અંજીર ને થોડાક પાણીમાં ઉકાળી ને ગુમડા પર લગવાવથી ગુમડા મટી જાય છે.

અંજીર ને દૂધ માં ઉકાળી ને તે દૂધ પીવાથી શક્તિ આવે છે અને નવું લોહી બને છે.

સુકા અંજીર ના કટકા અને બદામ ગરમ પાણી માં પલાળી રાખો. બદામ ના ફોતરા કાઢી, સુકવી, તેમાં ખડી સાકરનો ભુક્કો, એલચી દાણા નો ભુક્કો, કેસર, ચારોળી, પીસ્તા, લઇ ખાંડી ને ગાયના ઘી માં આઠ દિવસ ભીંજવી રાખવું

પછી દરરોજ સવારે બે તોલા જેટલું એ મિશ્રણ ખાવાથી ક્ષીણ શક્તિવાળા ની ધાતુ વૃદ્ધી અને રક્ત વૃદ્ધી થાય છે.

પાકું અંજીર લઇ, છોલી, સામસામાં બે કાપા મૂકી તે કાપ માં સાકર ભરી રાત્રે ઝાકળમાં મૂકી રાખી એ રીતે પંદર દિવસ સુધી રોજ સવારે ખાવાથી શરીરમાંથી ગરમી નીકળી જઈ લોહી માં વધારો થાય છે.

Anjir na Fayda in Gujarati

એક સુકું અંજીર અને પાચ દસ બદામ ને દૂધ માં નાખી ઉકાળી તેમાં સહેજ ખાંડ મેળવી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધિ થાય છે ગરમી શાંત થાય છે, કબજિયાત મટે છે, અને શરીર બળવાન થાય છે.

રોજ થોડા થોડા અંજીર ખાવાથી કબજિયાત માં ઝાડો સાફ અને નિયમિત આવે છે – અંજીર ના ફાયદા 

બે થી ચાર અંજીર સવારે અને સાંજે દૂધ માં ગરમ કરી ને પીવાથી કફ નું પ્રમાણ ઘટે છે. અને શરીર માં નવી શક્તિ નો સંચાર થાય છે.

અંજીર અને ગોરખ આંબલી અડધો અડધો તોલો ભેગી કરી હૃદયરોગ અને શ્વાસ રોગ માં ફાયદો થાય છે.

સુકા અંજીર ને પાણી માં ઉકાળી ને તેનો લેપ કરવાથી ગળા ની અંદર સોજો આવ્યો હોય તો તે મટે છે.

અંજીર ના ઝાડ ની છાલ ને પાણી સાથે પીસી, તેની પેસ્ટ બનાવી અને તે પેસ્ટ થી ચાર ગણું ઘી લઇ આ પેસ્ટ ને હરતાલ ની ભસ્મ સાથે આપવાથી શ્વેત કુષ્ઠમટે છે.

અંજીર ને ચટણી ની માફક પીસી ગરમ કરે પોટીસ બનાવી, દર બેબે કલાકે આ રીતે પોટીસ બનાવી કોઈપણ પ્રકાર ના દર્દવાળી જગ્યા એ બાંધવાથી દર્દ માં રાહત મળે છે.

જો તમને કોઈપણ જાત નું ગુમડું થયું હોય અને તે પાકતું નથી તો ત્યાં અંજીર ની પોટીસ બનાવી અને બાંધવાથી ગુમડું જલ્દી થી પાકી જાય છે અને દર્દ માં રાહત મળે છે

અંજીર ના ફાયદા 

અંજીર એ સ્વાદમાં ખુબ જ મીઠું હોય છે પરંતુ તેની અંદર સુગરની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે તેમજ અંજીર એ એન્ટીઓક્સીડેન્ટનું ખૂબ જ સારો સ્ત્રોત છે જે આપણે ખૂબ જ સારું સ્વાસ્થ્ય રાખવામાં મદદ કરે છે

જો આપણા શરીરની અંદર રેડિકલ્સ બની રહ્યા હોય તો તે તમને ખૂબ જ ગંભીર બનાવી શકે છે જ્યારે અંજીર એ આપણને ફ્રી રેડીકલ સાથે લડવામાં મદદરૂપ થાય છે

અંજીર પાચનતંત્ર માટે ફાયદાકારક

ઘણી બધી વ્યક્તિઓને પાચનતંત્રને લગતી ઘણી બધી સમસ્યાઓ છે તેમાંથી છુટકારો મેળવવા માટે તમારે અંજીરનું સેવન કરવું જોઈએ અપચા જેવી સમસ્યાઓ માટે અંજીર એક પ્રકારનું પાચક તત્વ તરીકે કામ કરે છે અને તમારા પાચનતંત્રને ફાયદો કરે છે, Anjir Health Benefits in Gujarati.

માથાના દુખાવામાં અંજીર – Anjir na Fayda

ઘણી બધી વ્યક્તિઓને માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે આવી સમસ્યા ધરાવતા વ્યક્તિઓ એ અંજીરનું સેવન કરવું જોઈએ.

કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે

Anjir – અંજીર ની અંદર પેક્ટિન નામનું સોલ્યુબલ ફાઈબર હોય છે જે આપણા લોહીની અંદર રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે તેમજ અંજીર ની અંદર રહેલ ફાઈબરયુક્ત ગુણો પાચનતંત્રમાં થી એક્સ્ટ્રા કોલેસ્ટ્રોલને પણ સાફ કરે છે

અંજીર કબજિયાત દૂર કરે છે

અંજીરનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને આપણું પાચનતંત્ર સ્વસ્થ થાય છે અને જેની અંદર પૂરતા પ્રમાણમાં ડાયટરી ફાઇબર હોય છે,

જેનું સેવન કરવાથી આપણું પેટ સાફ થાય છે આપણા પાચનતંત્રને સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે બે-ત્રણ અંજીર અને રાતના પાણીની અંદર લઈ આપો અને સવારે તેનું સેવન કરો.

અસ્થમા માં ફાયદાકારક

અંજીર એ અસ્થમા થી બચવામાં પણ મદદ કરે છે અંજીરનું સેવન કરવાથી શરીરની અંદર મ્યુક્સ ઝીલીરીઝ ને ફાયદો થાય છે અને આપણા કફને પણ સાફ કરે છે જેથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે, Anjir Health Benefits in Gujarati.

બ્લડ પ્રેશર નિયંત્રણ કરવામાં મદદ કરે છે

જો તમે નિયમિત અંજીરનું સેવન કરો છો તો તમે તમારા શરીરના બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરી શકો છો અને એની અંદર મળી આવતું ફાઈબર અને પોટેશિયમ બંને સાથે મળીને બ્લડ-પ્રેશરની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે

આ સિવાય તેની અંદર ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસીડ પણ મળી આવે છે જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે

આપણા હાડકાઓ માટે ફાયદાકારક – Anjir na Fayda

અંજીર ની અંદર કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ ખૂબ જ પ્રમાણમાં હોય છે આ દરેક વસ્તુ આપણા હાડકાને મજબૂત કરવામાં ખૂબ જ જરૂરી છે તેમજ અંજીર એ કેલ્શિયમથી ભરપૂર હોય છે,

તે આપણા હાડકાને મજબૂત કરવામાં ખૂબ જ જરૂરી છે માટે જો તમે રેગ્યુલર અંજીરનું સેવન કરો છો તો હાડકા મજબુત થાય છે. – અંજીર ના ફાયદા.

અંજીર નું સેવન કરતી વખતે ધ્યાન માં રાખવાની બાબતો

અંજીર પચવામાં ભારે હોય છે તેથી તનો ઉપયોગ પાચનશક્તિ ને અનુસરીને કરવો જોઈએ.કારણ કે વધારે ખાવાથી તે પેટ માં શૂળ પેદા કરે છે.

વધુ અંજીર ખાવાથી યકૃત અને આમશયને નુકસાન પણ કરે છે.  

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – Dhana na fayda

શિયાળા માં મૂળા નું સેવન કરવાના ફાયદા – Mula na fayda

Palak Fayda | પાલક નું સેવન કરવાના ના અદભુત ફાયદા અને નુકશાન

કાચા પપૈયા જે વિટામીન A,B,C,E થી ભરપુર તેના અનેક ફાયદા – Kacha Papaiya

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરજો મિત્રો અને પરિવારજનો સાથે.

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement