વિડીયો: ફરાળી સાબુદાણા ની ખીર – Farali Sabudana Kheer

Farali Sabudana Kheer Recipe in Gujarati - Faradi Sabudana khir Recipe In Gujarati - ફરાળી સાબુદાણા ની ખીર
Image - Youtube - Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે ફરી ફરાળી રેસીપી લાવ્યા છીએ જે ખુબજ સ્વાદિષ્ટ છે તો ચાલો જોઈએ, ફરાળી સાબુદાણા ની ખીર રેસીપી , Faradi Sabudana khir Recipe In Gujarati , Farali Sabudana Kheer Recipe in Gujarati.

Faradi sabudana kheer recipe in Gujarati

સાબુદાણા ખીર બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે 

  • ૧ કપ સાબુદાણા
  • અઢી લિટર દૂધ
  • પા કપ બદામ ના કટકા
  • પા કપ કાજુ ના કટકા
  • ૮-૧૦ તાંતણા કેસર દૂધ માં નાખેલ
  • પા કપ પિસ્તા ના કટકા
  • પા  ચમચી  એલચી પાવડર
  • ૪૦૦ ગ્રામ કંડેસ મિલ્ક/ ખાંડ જરૂરત મુજબ

ફરાળી સાબુદાણા ની ખીર રેસીપી 

સ્વાદિષ્ટ સાબુદાણા ની ખીર( Faradi Sabudana Kheer ) બનાવવા સૌપ્રથમ સાબુદાણાની પાણી વડે બરાબર ધોઈ અને સાફ કરી પાણી નિતારી લો પાણી નીતરી જાય એટલે તેમાં ૪૦૦ થી ૫૦૦ ગ્રામ દૂધ નાખી એકથી બે કલાક પલાળો.

હવે સાબુદાણા ની ખીર ( Farali Sabudana Kheer ) બનાવવા એક મોટા વાસણમાં બાકી રહેલું દૂધ ગરમ કરવા મૂકો અને દૂધ ગરમ કરતી વખતે વચ્ચે વચ્ચે વાસણ માં નીચે તળિયામાં ચોંટી ન જાય એટલે હલાવતા રહો દૂધમાં જ્યારે ઉભરો આવે ત્યારે ગેસ ધીમો કરી તેમાં દૂધમાં પલાળેલા સાબુદાણા નાખી ધીમે તાપે હલાવતા રહો

Advertisement

જ્યારે સાબુદાણા બરોબર પાંચ દસ થઇ જાય અને હાથ વડે દબાવતા દબાઈ જાય એટલે તેમાં કટકા કરેલા કાજુ બદામ પિસ્તા એલચીનો ભૂકો કેસરવાળું દૂધ નાખી બરોબર મિક્સ કરો ત્યારબાદ તેમાં કન્ડેન્સ મિલ્ક અથવા ખાંડ નાખી ફરીથી દસ – બાર  મિનિટ ચડાવો.

 ખીર બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં કાઢી તેના પર કાજુ પિસ્તા બદામની કતરણ છાંટીને ગાર્નીશ કરો ત્યારબાદ સાબુદાણાની ખીર ગરમા-ગરમ અથવા ફ્રીઝમાં મૂકી ઠંડી કરી આનંદ માણો તો તૈયાર છે સાબુદાણાની ખીર( Faradi Sabudana khir Recipe ).

રેસીપી વિડીયો – Farali Sabudana Kheer

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે સ્વાદિષ્ટ બનાવો ફરાળી ઢોકળા – Faradi Dhokra

Stuffed સાબુદાણા વડા બોમ્બ Sabudana Vada Bombs

સ્વાદિષ્ટ ફરાળી હાંડવો – Faradi Handvo

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement