નમસ્તે મિત્રો આજે આપણે વ્રત વાળી રબડી બનાવવાની રીત – Vart vali rabdi banavani rit શીખીશું. આ રબડી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે જ્યારે મીઠા વગર નું ખાવા નું હોય ત્યારે બીજું કઈ જ ભાવતું નથી હોતું, do subscribe Rasoi Ghar YouTube channel on YouTube If you like the recipe , ત્યારે આ રીતે ખૂબ ઝડપથી તૈયાર થતી રબડી તૈયાર કરી ને ભૂખ ને શાંત કરી શકો છો અને આ રબડી ઠંડી અને ગરમ બને સારી લાગે છે તો ચાલો વ્રત વાળી રબડી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
વ્રત વાળી રબડી બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 500 ગ્રામ
- ખાંડ 4 -5 ચમચી
- છીણેલું પનીર ¾ કપ
- બદામ ની કતરણ 2-3 ચમચી
- પીસેલા મખાના 3-4 ચમચી
- કાજુ ની કતરણ 2-3 ચમચી
- કેસર ના તાંતણા 8-10
વ્રત વાળી રબડી બનાવવાની રીત
વ્રત વાળી રબડી બનાવવા સૌપ્રથમ ગેસ પર ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મુકો દૂધ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ ઉકાળી લ્યો. દૂધ ઊકળવા લાગે એટલે એમાં કેસર ના તાંતણા એલચી પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરી દૂધ ને ફરી પાંચ મિનિટ ઉકાળી લ્યો. ( ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે અને ખાંડ ની જગ્યાએ ખજૂર, અંજીર, ખડી સાકર પણ વાપરી શકો છો )
દૂધ ઊકળવા લાગે એટલે એમાં છીણેલું પનીર નાખી મિક્સ કરી લ્યો ને બીજી દસ મિનિટ સુંધી ધીમા તાપે ઉકાળી લ્યો . દસ મિનિટ પછી એમાં બદામ ની કતરણ, કાજુ ની કતરણ, અધ કચરા પીસેલા મખાના નાખી મિક્સ કરી લ્યો ને બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો.
આમ બધી સામગ્રી નાખી ને બરોબર ચડાવી લ્યો ને કિનારી પર લાગેલ દૂધ ને તવિથા થી ઉખાડી દૂધ માં નાખતા જાઓ આમ દૂધ ને થોડું ઘટ્ટ કરી લ્યો. તો તૈયાર છે રબડી જેને તમે ગરમ ગરમ અથવા ફ્રીઝ માં ઠંડી કરી મજા લઇ શકો છો.
આ રબડી ને તમે ફરાળ માં અથવા એકટાણા માં રોટલી ને બટાકા ની સૂકી ભાજી સાથે મીઠા મોરા અલોણાં માં ખાઈ શકો છો. તો તૈયાર છે વ્રત વાળી રબડી.
Vart vali rabdi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત | Ghu na lot na pasta banavani rit
ઝુણકા બનાવવાની રીત | Zunka banavani rit
દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે