લીલા વટાણા નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Lila vatana no nasto banavani rit

લીલા વટાણા નો નાસ્તો - Lila vatana no nasto - લીલા વટાણા નો નાસ્તો બનાવવાની રીત - Lila vatana no nasto banavani rit
Image credit – Youtube/Suvidha Net Rasoi
Advertisement

ઘરે લીલા વટાણા નો નાસ્તો બનાવવાની રીત – Lila vatana no nasto banavani rit શીખીશું. શિયાળા ની ઋતુ માં વટાણા માર્કેટ માં ખૂબ સરસ મળતા હોય છે, do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube If you like the recipe , તેના મિશ્રણ થી આજે આપણે ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં તમે ચાય કે ચટણી સાથે ખાઈ શકો છો. કોઈ મેહમાન આવે ત્યારે પણ તમે બનાવી શકો છો. દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે સુપર ટેસ્ટી લીલાં વટાણા નો નાસ્તો બનાવતા શીખીએ.

લીલા વટાણા નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા વટાણા 1 કપ
  • આદુ 1 ઇંચ
  • લીલાં મરચાં 3
  • લસણ 5-6
  • લીલાં ધાણા 1 કપ
  • ઘઉં નો લોટ ½ કપ
  • ચોખા નો લોટ ¼ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા ટામેટા 1
  • જીરું 1 ચમચી
  • આખા લાલ મરચાં ફૂટેલા 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હિંગ ¼ ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી

લીલા વટાણા નો નાસ્તો બનાવવાની રીત

લીલાં વટાણા નો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં વટાણા નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ, લસણ ની કડી અને લીલા ધાણા નાખો. હવે તેને પ્લસ મોડ માં દર દરૂ પીસી લ્યો.

એક બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં ચોખા નો લોટ, ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં પીસી ને રાખેલ લીલાં વટાણા નું મિશ્રણ નાખો. હવે તેમાં જીરું, ફૂટેલા લાલ મરચાં નો પાવડર, ગરમ મસાલો, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisement

તેમાં જરૂર મુજબ પાણી નાખો અને સરસ થી ઘટ મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ચમચી ની મદદ થી વટાણા નું મિશ્રણ નાખો. હવે તેને સેલો ફ્રાય કરતા બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા વડા તળી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણો સુપર ટેસ્ટી લીલાં વટાણા નો નાસ્તો. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ લીલાં વટાણા નો નાસ્તો ખાવાનો આનંદ માણો.

Vatana nasto notes

  • મિશ્રણ માં તમે હિંગ ની જગ્યા એ અજમો નાખી શકો છો.

Lila vatana no nasto banavani rit | recipe video

Video Credit : Youtube/ Suvidha Net Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બાજરા ના ટોસ્ટ બનાવવાની રીત | Bajra na toast banavani rit

તલ માવા રોલ બનાવવાની રીત | Tal mava roll banavani rit

તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver na thotha banavani rit | tuver na thotha recipe in gujarati

શેકી રીંગણનો ઓળો બનાવવાની રીત | Sheki ringan no olo banavni rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement